GUJARATI

AAP Candidates List: આમ આદમી પાર્ટીએ જાહેર કરી 38 ઉમેદવારોની ચોથી યાદી, કેજરીવાલ-આતિશીની સીટ ફાઇનલ

AAP Candidates List 2025: દિલ્હીની સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીએ પોતાની ચોથી અને અંતિમ યાદી જાહેર કરી દીધી છે. પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ પોતાની પરંપરાગત નવી દિલ્હી સીટથી ચૂંટણી લજશે તો મુખ્યમંત્રી આતિશી કાલકાજીથી મેદાનમાં હશે. મંત્રી સૌરભ ભારદ્વાર ગ્રેટર કૈલાશ અને ગોપાલ રાય બાબરપુરથી ચૂંટણી મેદાનમાં ઉતારશે. આમ આદમી પાર્ટીએ આ લિસ્ટમાં 38 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આપની અંતિમ યાદીમાં મોટા ભાગના નામ તે છે જેણે 2020ની વિધાનસભા ચૂંટણી જીતી હતી એટલે કે વર્તમાન ધારાસભ્યોને બીજીવાર ટિકિટ આપવામાં આવી છે. જ્યારે સીએમ આતિશી કેબિનેટના મંત્રીઓ સૌરભ ભારદ્વાજ, ઇમરાન હુસૈન, ગોપાલ રાય અને મુકેશ કુમાર અહલાવતની ટિકિટ રિપીટ કરવામાં આવી છે. આ સિવાય પાર્ટીના મોટા ચહેરોમાં સામેલ સોમનાથ ભારતી, દુર્ગેશ પાઠક અને અમાનાતુલ્લા ખાન પર પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આજે પાર્ટીમાં જોડાયેલા રમેશ પહલવાનને મળી ટિકિટ 38 ઉમેદવારોના લિસ્ટમાં ચોંકાવનારૂ નામ રમેશ પહલવાનનું છે જેણે આજે અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાર્ટી જોઈન કરી હતી. રમેશ પહલવાનને કસ્તુરબા નગરથી ટિકિટ આપવામાં આવી છે. રમેશના પત્ની કુસુમલતા કોર્પોરેટર છે. કુસુમલતાએ પણ આમ આદમી પાર્ટી જોઈન કરી છે. બંને પતિ-પત્નીએ 2017માં આપનો સાથ છોડી દીધો હતો અને સાત વર્ષ બાદ ફરી પાર્ટીમાં ઘરવાપસી કરી છે. આમની છેલ્લી યાદીમાં આ લોકોને મળી ટિકિટ બુરારી - સંજીવ ઝા બદલી - અજેશ યાદવ રીઠાલા - મોહિન્દર ગોયલ બાવાના- જય ભગવાન સુલતાનપુર માજરા- મુકેશ કુમાર અહલાવત નાંગલોઈ જાટ - રઘુવિન્દર શૌકીન શાલીમાર બાગ - બંદના કુમારી શકુર બસ્તી - સત્યેન્દ્ર જૈન ત્રિનગર - પ્રીતિ તોમર વજીરપુર- રાજેશ ગુપ્તા મોડલ ટાઉન- અકિલેશ પાટી ત્રિપાઠી સદર બજાર - સોમ દત્ત મતિયાલા મહેલ - શોએબ ઈકબાલ બલ્લીમારન - ઈમરાન હુસૈન કરોલ બાગ - ખાસ રવિ મોતી નગર - શિવચરણ ગોયલ રાજૌરી ગાર્ડન - ધનવતી ચંદેલા હરિ નગર- રાજ કુમારી ધિલ્લોન તિલક નગર - જરનૈલ સિંહ વિકાસપુરી - મહિન્દર યાદવ ઉત્તમ નગર - પોશ બાલ્યાન દ્વારકા - વિનય મિશ્રા દિલ્હી કેન્ટ - વિરેન્દ્ર સિંહ કડિયાન રાજેન્દ્ર નાગર - દુર્ગેશ પાઠક નવી દિલ્હી- અરવિંદ કેજરીવાલ કસ્તુરબા નગર - રમેશ પહેલવાન માલવિયા નગર - સોમનાથ ભારતી મહેરૌલી- નરેશ યાદવ આંબેડકર નગર - અજય દત્ત સંગમ વિહાર - દિનેશ મોહનિયા ગ્રેટર કૈલાશ - સૌરભ ભારદ્વાજ કાલકાજી - આતિશી તુગલકાબાદ - સાહી રામ ઓખલા - અમાનતુલ્લા ખાન કોંડલી - કુલદીપ કુમાર બાબરપુર - ગોપાલ રાય ગોકુલપુર - સુરેન્દ્ર કુમાર સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.