GUJARATI

VI એ લોન્ચ કર્યો સુપર હીરો પ્લાન, બપોરે 12 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા વાપરો ફ્રીમાં, ફટાફટ જાણો વિગતો

Vodafone Idea Prepaid Plan: દેશની જાણીતી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ પોતાના યુઝર્સ માટે એક જોરદાર પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ એક નવો સુપર હીરો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં સવારના સમયે અનલિમિટેડ ડેટા એટલે કે ઇન્ટરનેટ વાપરવા મળે છે. આ પ્લાન અંતર્ગત યુઝરને અડધા દિવસ માટે અનલિમિટેડ ડેટા વાપરવા મળશે. આ કલાકો દરમિયાન યુઝર અનલિમિટેડ ઇન્ટરનેટ વાપરી શકે છે. કંપનીનું કહેવું છે કે આ પ્લાન ડેટા માટેની ગ્રાહકોની જરૂરિયાતને પૂરી કરશે. આ પણ વાંચો: ફ્રેન્ડશીપ કરવી છે..?' ટેલીગ્રામમાં આવેલો આ મેસેજ બેંક અકાઉન્ટ કરી દેશે ખાલી રાત્રે 12 થી બપોરે 12 અનલિમિટેડ ડેટા Vodafone idea ના સુપર હીરો પ્લાનમાં યુઝર્સને રાત્રે 12 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા વાપરવા મળશે. આ પ્લાન આજના સમયના ડિજિટલ યુગમાં લોકોની વધતી ડેટાની જરૂરિયાતોને પૂરી કરશે. જે લોકોને વધારે ડેટાની જરૂર પડતી હોય છે તેમના માટે આ પ્લાન સારો અને ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પણ વાંચો: આધારકાર્ડ પર સિનિયર સિટીઝનને મળશે 5 લાખનો ફ્રી હેલ્થ વીમો, ઘરે બેઠા કરો આવેદન સુપર હીરો પ્લાનની ખાસ વાતો - આ પ્લાનમાં કેટલીક ખાસ બાબતો પણ છે. જેમકે અઠવાડિયામાં બે દિવસ જો ડેટા વધ્યો હોય તો વિકેન્ડમાં તેનો ઉપયોગ એક સાથે કરી શકાય છે. એટલે કે સોમવારથી શુક્રવાર સુધીનો અનલિમિટેડ ડેટા જો યુઝ કરવાનો બાકી રહી જાય તો શનિ-રવિમાં તેનો ઉપયોગ કરી શકાશે. - દર મહિને યુઝરને બે વખત 2GB સુધીનો વધારાનો ડેટા યુઝ કરવા મળી શકે છે. આ પણ વાંચો: BSNL નો પૈસા વસુલ Recharge Plan.. ઓછા ખર્ચે મળશે વધારે વેલિડિટી અને અન્ય બેનિફિટ Vodafone idea નો આ પ્લાન ગુજરાત સહિત મહારાષ્ટ્ર, દિલ્હીમાં ઉપલબ્ધ છે. આ પ્લાનની શરૂઆતી કિંમત 365 રૂપિયા છે. આ પ્લાન એ રિચાર્જ પ્લાન સાથે આવે છે જેમાં રોજ 2 GB કે તેનાથી વધારે ડેટા યુઝરને મળે છે. (Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેની પુષ્ટિ કરતું નથી.) સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.