GUJARATI

શું ભાજપના સાંસદને ધક્કો મારવા બદલ જેલમાં જઈ શકે રાહુલ ગાંધી? નિયમ શું કહે છે

હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલુ છે. બાબાસાહેબ આંબેડકર મુદ્દે ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર ભારે હંગામો ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે આજે સંસદ પરિસરમાં ધક્કામુક્કીની ઘટના જોવા મળી. સત્તાધારી પાર્ટી અને વિપક્ષના સાંસદો વચ્ચે ગુરુવારે થયેલા ઘર્ષણમાં પહેલા ભાજપે આરોપ લગાવ્યો કે તેમના 2 સાંસદોને ઈજા થઈ છે. ત્યારબાદ હવે કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જૂન ખડગેએ પણ પોતાને ઈજા થઈ હોવાની વાત કબૂલી છે. આ મુદ્દે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર પણ લખ્યો છે. પત્રમાં ખડગેએ કહ્યું કે તેમને ભાજપના સાંસદોએ ધક્કો માર્યો અને જમીન પર બેસવા માટે મજબૂર કર્યો. જેના કારણે ઘૂંટણમાં ઈજા થઈ જેનું ઓપરેશન થયું છે. બીજી બાજુ ભાજપના સાંસદ પ્રતાપ સારંગીનો આરોપ છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમને ધક્કો માર્યો જેના કારણે તેઓ પડ્યા અને ઘાયલ થયા. સારંગીએ કહ્યું કે હું સીડીઓ પર ઊભો હતો ત્યારે રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તેઓ મારા પર પડ્યા. જેના કારણે હું પડ્યો અને મને વાગ્યું. આ ધક્કામુક્કીમાં ભાજપના અન્ય એક સાંસદ મુકેશ રાજપુત પણ ઘાયલ થયા છે. પીએમ મોદીએ ઈજાગ્રસ્ત સાંસદો સાથે ફોન પર વાતચીત કરીને હાલચાલ પણ જાણ્યા. પોલીસ ફરિયાદ સંસદ પરિસરમાં થયેલી ધક્કા મુક્કીની ઘટનાનો મામલો હવે પોલીસ સુધી પહોંચી ગયો છે. ભાજપના ત્રણ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. ફરિયાદ નોંધાવનારાઓમાં બાંસુરી સ્વરાજ, અનુરાગ ઠાકુર અને હેમાંગ જોશી સામેલ છે. બીજી બાજુ ધક્કા કાંડ પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ બધુ ફક્ત અમિત શાહને બચાવવા માટે થઈ રહ્યું છે કે ભૈય્યાએ કોઈને ધક્કો માર્યો. હું ભાજપને પડકાર ફેંકુ છું કે તેઓ જય ભીમ બોલીને દેખાડે. તેમના મોઢામાંથી જય ભીમ નીકળી જ ન શકે. હવે એ જાણવું જોઈએ કે જ્યારે સંસદ પરિસરમાં કોઈ સાંસદ વિરુદ્ધ પોલીસ ફરિયાદની વાત આવે તો નિયમ શું કહે છે? શું કહે છે નિયમ નિયમો મુજબ જો આ મામલે કોઈ વીડિયો પુરાવા ન હોય, તો તે ફક્ત સારંગીના શબ્દો અને રાહુલ ગાંધીના શબ્દો આમને સામને જેવું હશે અને આ મામલે કોઈ નક્કર પુરાવો ન મળી શકે. મીડિયા રિપોર્ટ મુજબ લોકસભાના પૂર્વ મહાસચિવ પીડીટી આચાર્યનું કહેવું છે કે અહીં સૌથી મહત્વપૂર્ણ વાત વીડિયો પુરાવો હશે. જો વીડિયો નથી તો એક સાંસદના શબ્દોનો સામનો બીજા સાંસદના શબ્દો જોડે થશે, અને તે સાબિત કરવું મુશ્કેલ બની રહેશે. VIDEO | BJP MP Pratap Sarangi reportedly sustains injury during INDIA bloc's protest inside Parliament premises. #ParliamentWinterSession2024 (Full video available on PTI Videos - ) pic.twitter.com/koaphQ9nqz — Press Trust of India (@PTI_News) December 19, 2024 આ બધા વચ્ચે મીડિયા રિપોર્ટમાં પોલીસ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે "એ જાણવું જરૂરી રહેશે કે શું રાહુલ ગાંધી પોતાની જગ્યાએથી ઊભા થઈને પીડિત પાસે ગયા અને તેમને ઈજા પહોંચાડી, કે પછી બંને પોત પોતાની જગ્યા પર હતા. જો બંને પોત પોતાની જગ્યા પર હતા તો તેને ફક્ત એક ઘર્ષણ માનવામાં આવશે અને તેના પર કોઈ વિશેષ દાનત જોડી શકાશે નહીં." શું કહે છે બંધારણ ભારતનું બંધારણ સંસદના સભ્યોને કઈક વિશેષ અધિકાર આપે છે. જેમાં નીચેની વાતો સામેલ છે. - સંસદમાં બોલવાની સ્વતંત્રતા. - સંસદ કે તેની કોઈ સમિતિમાં કઈ કહેવું કે મત આપવા પર સભ્યને કોર્ટની કોઈ પણ કાર્યવાહીથી છૂટ. - સંસદ દ્વારા પ્રકાશિત કોઈ રિપોર્ટ, દસ્તાવેજ કે કાર્યવાહી પર કોઈ વ્યક્તિ વિરુદ્ધ કોર્ટમાં કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. - સંસદની કાર્યવાહીની માન્યતા અંગે કોર્ટ દ્વારા કોઈ સવાલ ઉઠાવી શકાય નહીં. - સંસદની કાર્યવાહીને જાળવી રાખવા માટે જે અધિકારી કે સાંસદ શક્તિઓનો પ્રયોગ કરે છે તેઓ કોર્ટ કે અધિકાર ક્ષેત્રથી બહાર હોય છે. - સંસદની કાર્યવાહી સંબંધિત કોઈ સત્ય રિપોર્ટનો અખબારમાં પ્રકાશિત થવા પર જ્યાં સુધી તે સાબિત ન થાય કે આ ખરાબ દાનતથી કરાયું છે ત્યાં સુધી તેમને કોઈ પણ ન્યાયિક કાર્યવાહીમાંથી છૂટ મળે છે. સાંસદો પર હુમલા વિશે નિયમ નિયમો મુજબ જો કોઈ સભ્યને સંસદના કામકાજ દરમિયાન કે સંસદ આવવા જવા દરમિયાન કોઈ અસુવિધા કે હુમલો થાય તો તેને વિશેષાધિકારનો ભંગ માનવામાં આવે છે. જો કે જ્યારે સભ્ય કોઈ સંસદીય કાર્યમાં સામેલ ન હોય તો આ છૂટ ત્યારે લાગૂ ગણાતી નથી. અસલમાં નિયમો મુજબ જો કોઈ સાંસદને કામ પર જતી વખતે કે આવતી વખતે રોકવામાં આવે કે તેના પર હુમલો થાય તો આ વિશેષાધિકારનો ભંગ કહેવાય છે. શું થયું સંસદમાં ગુરુવારે સંસદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આંબેડકર મુદ્દે ઘર્ષણ થયું જે દરમિયાન ભાજપના સાંસદ પ્રતાપ સારંગીને ઈજા થઈ. સારંગીને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરાયા અને અનેક મોટા મંત્રીઓ અને નેતાઓ જેમ કે પિયુષ ગોયલ, પ્રહ્લાદ જોશી વગેરે તેમને મળવા પહોંચ્યા હતા. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.