કોંગ્રેસ પાર્ટી અને તેના કેટલાક નેતાઓને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કેટલાક વીડિયો ક્લિપ શેર કરવા બદલ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ તરફથી નોટિસ મળી હોવાનું કહેવાય છે. વિપક્ષી સૂત્રોએ કહ્યું કે એક્સ (અગાઉ ટ્વિટર)ના પત્રમાં ગૃહ મંત્રાલયના સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરશી મળેલી નોટિસનો હવાલો અપાયો છે. જેમાં તેમના દ્વારા શેર કરાયેલી સામગ્રીને ભારતના કાદાના કથિત રીતે ભંગ કરનાર ગણાવીને હટાવાનું કહેવાયું છે. એક્સ કે MHA એ તરફથી જો કે આ નોટિસ મોકલી હોવાનું પુષ્ટિ થઈ નથી. કોંગ્રેસના જણાવ્યાં મુજબ પોતાા પત્રમાં એક્સએ એ પણ કહ્યું છે કે તેઓ આ મંચના માધ્યમથી પોતાના યૂઝર્સને બોલવાની અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં દ્રઢતાથી વિશ્વાસ ધરાવે છે. કેટલાક કોંગ્રેસ સાંસદો અને નેતાઓએ મંગળવારે રાજ્યસભામાં સંવિધાનના 75 ગર્વશાળી વર્ષોની યાત્રા પર ચર્ચામાં અમિત શાહના જવાબનો એક વીડિયો ક્લિપ શેર કર્યો હતો. "અમિત શાહે આંબેડકરનું અપમાન કર્યું...." કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર #breakingnews #bjp #congress pic.twitter.com/LgTXWauNAK — 24 Kalak December 18, 2024 અમે ધમકીઓથી નહીં ડરીએ- કોંગ્રેસ કોંગ્રેસ નેતા સુપ્રીયા શ્રીનેતે કહ્યું કે, અમે વીડિયોને કાપ્યો કે મર્જ કર્યો નથી. સંસદમાં તેમણે જ કહ્યું તેના દસ્તાવેજી ભાગને જ અમે ચલાવ્યો. તેમાં સંપાદિત હિસ્સો ક્યાં છે? તમે (ભાજપ) લોકો સંપાદિત વીડિયો ચલાવો છો. તમે ખોટા નિવેદનો આપો છો. તમે રાહુલ ગાંધીના વીડિયો સંપાદિત કરો છો. અધિકૃત હેન્ડલથી જે પ્રકારે વીડિયો શેર કરાય છે તેને જોઈને અમને શરમ આવે છે. અમે આવી ધમકીઓથી ડરીશું નહીં. અમે કશું ખોટું કર્યું નથી. તમે ટ્વિટર (એક્સ)ને લખ્યું અને તેમને અમને અમારા નિવેદનો હટાવવા માટે કહેવડાવ્યું, તમે અમને મેઈલ મોકલો છો, આઈટી મંત્રાલય અને ગૃહ મંત્રાલય તેમાં સામેલ થઈ ગયા છે. શું દેશમાં આનાથી વધુ મહત્વપૂર્ણ કોઈ મુદ્દાઓ નથી? अमित शाह ने बाबा साहेब का अपमान करके अक्षम्य अपराध किया है किसी भी बयान को तोड़ा मरोड़ा नहीं गया है, वही दिखाया है जो आपने कहा था सरकार ने X को कांग्रेस और हमारे नेताओं के अकाउंट के ख़िलाफ़ लिखा है, ये हरकत बताती है कि आप कायर हैं हम आपकी गीदड़ धमकियों से डरने वाले नहीं हैं pic.twitter.com/theBAcXkBE — Supriya Shrinate (@SupriyaShrinate) December 18, 2024 શું કહ્યું હતું અમિત શાહે અત્રે જણાવવાનું કે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે હવે એક ફેશન થઈ ગઈ છે- આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર. આટલું નામ જો ભગવાનનું લેતા હોત તો સાત જન્મો સુધી સ્વર્ગ મળી જાત. તેમણે ભાજપના મુખ્યાલયમાં બુધવારે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો પક્ષ પણ રજૂ કર્યો. શાહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ તથ્યોને તોડી મરોડીને રજૂ કરી રહી છે અને રાજ્યસભામાં આંબેડકર પર તેમની ટિપ્પણીઓને ખોટા સંદર્ભમાં રજૂ કરી રહી છે. 'કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યાં...' બાબાસાહેબ આંબેડકર પર આપેલા નિવેદન પર બોલ્યા અમિત શાહ #gujarat #bjp #news pic.twitter.com/Ol8wgbfX4Z — 24 Kalak December 18, 2024 વિપક્ષનો અમિત શાહ વિરુદ્ધ મોરચો વિપક્ષે આંબેડકર સંબંધિત ટિપ્પણી બદલ અમિત શાહનું રાજીનામું પણ માંગ્યું. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, દ્રમુક, આરજેડી, ડાબેરી પક્ષો અને શિવસેના (યુબીટી) સહિત લગભગ તમામ વિપક્ષી દળોએ આ મુદ્દાને સંસદના બંને સદનોમાં જોરદાર રીતે ઉઠાવ્યો જેના કારણે કાર્યવાહી સ્થગિત કરવી પડી. પીએમ મોદીએ શાહનો જોરદાર બચાવ કર્યો તો શાહે પણ વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ પર જવાબી પ્રહાર કર્યો. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો, કોઈની રજૂઆત ગાંધીનગર ના આવે', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ
December 20, 2024ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમની વસતી!
December 20, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
Featured News
Latest From This Week
એક નહિ, બે મહાસંકટમાંથી દુનિયાને બચાવશે પ્રાચીન મુસ્લિમ ટેકનિક, વૈજ્ઞાનિકો પણ માની ગયા
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
ટોપ અભિનેત્રીઓમાં જેની ગણના થાય છે તે આ ગુજ્જુ ગર્લ એ સમયે દેવામાં ડૂબી હતી, રસ્તા પર વીતાવી હતી રાતો
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.