GUJARATI

One Nation One Election: આવતીકાલે રજૂ થશે વન નેશન વન ઈલેક્શન બિલ, ભાજપે સાંસદો માટે જાહેર કર્યો વ્હીપ

One Nation One Election: વન નેશન વન ઈલેક્શન બિલ મંગળવારે બપોરે 12 વાગ્યે રજૂ કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલ રજૂ કરશે. ભાજપે તેના તમામ સાંસદોને સંસદમાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો છે. આ બિલને બંધારણ (129મો સુધારો) બિલ 2024 નામ આપવામાં આવ્યું છે. જો આ બિલ કાયદો બની જશે તો દેશભરમાં લોકસભા, વિધાનસભા અને ઉમ્મીદ છે કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે યોજાશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ એક સરકારી અધિકારીને ટાંકીને કહ્યું કે બંધારણ (129 સંશોધન) બિલ 2024 જેને વન નેશન વન બિલ કહેવામાં આવી રહ્યું છે, તે મંગળવારે બપોરે 12 વાગ્યે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ રજૂ કરશે. W, W, W, W... ICC ટુર્નામેન્ટમાં આ બોલરે ડબલ હેટ્રિક લઈને બનાવ્યો ઈતિહાસ મંગળવારે બિલ રજૂ કરવામાં આવશે બિલ રજૂ કર્યા બાદ મેઘવાલ સ્પીકર ઓમ બિરલાને આ બિલ સંસદની સંયુક્ત સમિતિને મોકલવા વિનંતી કરી શકે છે, જેથી તેના પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ શકે. આ સમિતિની રચના પ્રમાણસર પ્રતિનિધિત્વના આધારે કરવામાં આવશે અને ભાજપ સૌથી મોટો પક્ષ હોવાથી તેનું અધ્યક્ષપદ આપવામાં આવશે. બિલની રજૂઆત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહે તેવી શક્યતા છે. અમિત શાહ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિનો ભાગ હતા, જેમણે એક સાથે ચૂંટણી યોજવાની ભલામણ કરી હતી. ફિલ્મને ટક્કર આપતી રિયલ સ્ટોરી,પતિને છૂટાછેડા આપવા યુવતીએ પત્નીને આપ્યા 1.5 કરોડ 90 દિવસનો રહેશે સમિતિનો કાર્યકાળ કેન્દ્રીય કેબિનેટે પહેલાથી જ લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટેના બે બિલને મંજૂરી આપી દીધી છે. જો કે, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અંગેનો નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સ્પીકર તે જ દિવસે રાજકીય પક્ષો પાસેથી સંયુક્ત સમિતિ માટે નામાંકન માંગશે. સંસદીય નિયમો અનુસાર કોઈપણ પક્ષ જે તેના સભ્યોને રજૂ કરવામાં નિષ્ફળ જાય છે તે પેનલમાં પ્રતિનિધિત્વ ગુમાવી શકે છે. મંગળવારે સાંજ સુધીમાં સમિતિની રચના જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. શુક્ર-સૂર્યની યુતિથી 3 રાશિઓ થશે માલામાલ; નોકરી, વેપાર અને પ્રેમમાં રહેશે ખુશકિસ્મત! શરૂઆતમાં સમિતિનો કાર્યકાળ 90 દિવસનો હશે, જેને લંબાવી પણ શકાય છે. આ પહેલા ભારતમાં 1951થી 1967 દરમિયાન એક સાથે ચૂંટણી યોજાઈ હતી. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.