GUJARATI

અમારી ગાય કદી કતલખાને ન જાય... એવા વિચારથી ગુજરાતના આ ગામમાં પુરુષો કરે છે ખાસ નાટક

Morbi News હિમાંશુ ભટ્ટ/મોરબી : આજે શહેરની શેરી અને ગલ્લીમાં ગાય તેમજ ગૌ વંશ રંજાળતા જોવા મળે છે જો કે, મોરબી જીલ્લામાં આવેલ લજાઈ ગામમાં ગાય કે ગૌ વંશ રજડતા જોવા મળતા નથી. કેમ કે આ ગામે વર્ષો પહેલા સંકલ્પ કર્યો હતો કે “અમારી ગાય કદી કતલ ખાને ન જાય.” જેને આજની તારીખે પણ ગામના ઉદ્યોગકારો, આગેવાનો અને યુવાનો સાર્થક કરી રહ્યા છે અને ગાયોના લાભાર્થે ગામના યુવાનો નવરાત્રિના એક દિવસ નાટકનું આયોજન કરે છે, જેમાં ઉદ્યોગકાર અને ગામના જ યુવાનો ઘાઘરી પહેરીને સ્ત્રી પાત્રો પણ ભજવતા પણ અચકાતાં નથી. વર્તમાન સમયમાં લોકો ટીવી સીરીયલ, મોબાઈલમાં રચ્યા પચ્યા રેહતા હોય છે, ત્યારે મોરબી નજીકના લજાઈ ગામના યુવાનો દ્વારા ગાયોની સેવા માટે એક એતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે જોવા માટે માત્ર ગામના લોકો જ નહિ પરંતુ આસપાસના ગામોમાંથી અને મોરબીથી પણ લોકો લજાઈ ગામે જતા હોય છે. ગામમાં આવેલ કામધેનુ વિસામો ગૌશાળામાં રહેતી અંધ, અપંગ, માંદી અને અશક્ત પોણા બસો જેટલી ગાયોના લાભાથે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયોની સેવા માટે ભજવતા નાટકમાં ગામના જ યુવાનો દ્વાર અદભુત અભિનય કરવામાં આવે છે. નકલંક મંદિરના મહંત દામજી ભગત કહે છે કે, લજાઈ ગામે ગામના યુવાનો દ્વારા જે નાટક કરવામાં આવે છે તેને જોઇને યુવાનોની કલા ઉપર દાનની સરવણી વહાવી દેતા હોય છે આ વર્ષે "ક્રુષ્ણ વસ્ટી યાને દાનેશ્વરી કર્ણ" સાથે હાસ્ય રસીક કોમીક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, દરવર્ષે નવરાત્રિમાં ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગામના શિક્ષિત યુવાનો, સરકારી અધિકારી, ઉદ્યોગપતિ કે અન્ય કોઈપણને જે પાત્ર આપવામાં આવે તે પાત્ર કોઈ પણ પ્રકારના શરમ સંકોચ વગર ગામના લોકોની સમક્ષ તે ભજવે છે. અને મહત્વની વાત તો એ છે કે આ ગામના બાળકો, યુવાનો કે વૃધ્ધોને આ પાત્ર ભજવવામાં કોઈ શરમ કે સંકોચ થતો નથી અને કોઈને કોઈ પણ પાત્ર દેવામાં આવે તો તે વ્યક્તિ તેના પાત્રને પૂરો ન્યાય આપે છે અને વર્ષમાં એક જ રાતમાં ભજવતા નાટકમાં ગાયોની સેવા માટે લાખો રૂપિયાનો ફાળો એકત્રિત થઇ જાય છે. આ ગામમાં લગભગ આજથી 60 વર્ષ પહેલાં કામધેનુ વિસામો ગૌશાળાની સ્થાપના સોહમદત બાપુ દ્વારા કરવામાં આવી હતી. જેના પાછળનો મુખ્ય ઉદેશ એ હતો કે, “અમારી ગાયો કદી કતલખાને નહિ જાય” જેને સાર્થક કરવા માટે ગ્રામજનો દ્વારા પણ પૂરો સહયોગ આપવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને નવરાત્રિ દરમ્યાન જુદાજુદા ઐતિહાસિક નાટકો ભજવવામાં આવે છે તેમાં ગામમાં યુવાનો આગેવાનો સહિતના કલાકાર તરીકે જોડાય છે. યુવાનો દ્વારા ભજવવામાં આવતા નાટકને માણવા માટે સમગ્ર ગામ આવે છે અને ગાયોની સેવા માટેના કાર્યમાં સહુ કોઈ પોતાની યથાશક્તિ મુજબ સહયોગ આપતા હોય છે લજાઈ ગામે ગાયો ના લાભાર્થે યોજાયેલ નાટકમાં સ્ત્રી પાત્ર એટલે કે રાણી તેમજ દાસીના પાત્ર ભજવનારા યુવાનો કહે છે કે, આજે ગામે ગામ ગાયોની અવદશા જોવા મળે છે. પરંતુ અમારા ગામમાં કોઈ પણ શેરી ગલ્લીમાં ગાય રખડતી જોવા મળતી નથી. કેમ કે ગામના યુવાનો સહિતના ગાયોના લાભાર્થે કરવામાં આવતા દરેક કાર્યમાં સહકાર આપે છે અને ગાય માતાના સેવા કર્યા માટે ઘાઘરી પેહારીને પાત્ર ભજવવામાં શિક્ષિત યુવાનો સહિતના કોઈ સંકોચ અનુભવતા નથી અને ભવાય નાટકની આપણી સંસ્કૃતિ જોડવાઈ રહે તે માટેના પ્રયાસોમાં પણ સિધ્ધી કે આડકતરી રીતે આ યુવાનો સહયોગ આપી રહ્યા છે. અત્રે ઉલેખનીય છે કે લજાઈ ગામે યોજાતું નાટક એટલુ લોકપ્રિય બન્યુ છે કે અહીં નાટક જોવા માટે આજુબાજુના ગામોથી પણ લોકો આવે છે. આટલું જ નહિ આ ગામની દીકરી સાસરે હોય ત્યાંથી ખાસ કરીને નવરાત્રિ ઉપર નાટકને જોવા માટે ઘણા પરિવારો દ્વારા બોલાવવામાં આવતી હોય છે. આમ નવરાત્રિમાં યોજાતા આ નાટકને કારણે ગામમાં મોટા તહેવાર જેવો માહોલ હોય છે અને આજના આધુનિક યુગમાં મોરબી જિલ્લામાં નાટ્યકલા અખંડ રહે તે માટે લજાઈ ગામના યુવાનો દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે. જો બીજા ગામના લોકો પણ તેમાંથી પ્રેરણા લઈને ગાયોના હિતાર્થે કામ કરે તો રઝળતી ગાય કોઈ જગ્યાએ જોવા મળશે નહિ અને લજાઈ ગામના લોકોના કહેવા મુજબ ગાયોના લાભાર્થે યોજાતા એક જ નાટકથી લાખો રૂપિયાનો ફાળો એકત્રિત થઇ જાય છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.