GUJARATI

ફરી સરસ્વતીનું ધામ શર્મસાર; વધુ એક આચાર્ય કામાંધ બન્યો, આ ઘટના સાંભળી રૂંવાડા ઉભા થશે!

સંદીપ વસાવા/સુરત: સુરતના છેવાડે આવેલા માંડવી તાલુકાના નરેન ગામે આવેલ શ્રી દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સંચાલિત આશ્રમ શાળામાં ગુરુના શેતાની કારસ્તાન બહાર આવ્યા છે. આશ્રમ શાળાના આચાર્ય પર બાળકીઓનું શારીરિક અડપલાં કર્યાના ગંભીર આરોપ લાગતા આદિજાતિ વિભાગ અને પોલીસ હરકતમાં આવી છે. અને ભોગ બનનાર બાળકોના પરિવાર ની ફરિયાદ સાંભળી આચાર્ય સામે એટ્રોસિટી અને પોક્સો નો ગુનો નોંધી વધુ તપાસ તેજ કરતા શિક્ષણ જગતમાં ફફડાટ મચી ગયો છે. આ સાથે આદિવાસી સમાજની બાળકી સાથે વધુ એક ગંભીર ઘટના બનતા સમાજ માં પણ રોષ જોવા મળી રહ્યો છે. નવરાત્રિ પછી શરૂ થશે વરસાદનો તોફાની રાઉન્ડ! વરસાદ અને ચક્રવાતને લઈ અંબાલાલની આગાહી આમતો ગુરુને ભગવાન નો દરજ્જો આપવામાં આવ્યો છે એટલે શાળામાં સવારે થતી પ્રથનામાં ગવાય છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા...પરંતુ અહીતો ગુરુ જ શેતાન નીકળ્યો છે. વાત જાણે એમ છે કે માંડવીના નરેણ ગામે આવેલી આશ્રમ શાળામાં 24 વર્ષથી શિક્ષક અને 11 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા યોગેશ પટેલ સામે જ ગંભીર આક્ષેપ કરાયા છે. એક નહીં અનેક આશ્રમ શાળાની બાળકીઓ આગળ આવી છે અને આચાર્ય ના કારસ્તાનને ખુલ્લો કરી નાખતા ચકચાર મચી ગઈ છે. આદિવાસી સમાજમાં આ ઘટના ને લઇ ઘેરા પ્રત્યઘાત જોવા મળી રહ્યા છે. આજે ટકરાશે સૌર તોફાન! સેટેલાઇટ-મોબાઇલ થઈ જશે બંધ, જાણો ભારતમાં કેટલો છે ખતરો? દાહોદની ઘટના હજી ભુલાઈ નથી ત્યાં સુરતના માંડવી તાલુકાના નરેણ ગામે આવેલ આશ્રમ શાળાના આચાર્ય ની કરતૂત બહાર આવી. એતો આદિજાતિ વિભાગ મંડળના અધિકારીઓ આશ્રમ શાળાની મુલાકાતે આવ્યા અને ગૃહમાતા અને બાળકોને શિક્ષણ ને લઇ પૂછપરછ કરતા ગૃહ માતા અને બાળકો એ પોતાની વેદના થાલવતા અધિકારીઓ પણ ચોકી ગયા હતા. અને ત્યારબાદ આ આખો મામલો આચાર્ય નો ભોગ બનનાર બાળકો એ તેમના પરિવાર ને ફરિયાદ કરતા પરિવારજનો માંડવી પોલીસ સ્ટેશન પોહ્ચ્યા હતા. અને તાબડતોડ આરોપી આચાર્ય ની અટકાયત કરી પૂછપરછ મોડી રાત સુધી કરવામાં આવી હતી. અને પૂછપરછના અંતે માંડવી પોલીસે એટ્રોસિટી એક્ટ અને પોસ્કો હેઠળ ગુનો નોંધી આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ભોપાલમાંથી પકડાયું 1814 કરોડનું ડ્રગ્સ, ગુજરાત ATS અને NCBનું સંયુક્ત ઑપરેશન ગુજરાતમાં ગુનાખોરી દિન પ્રતિદિન વધી રહી છે અને બીજી તરફ માસુમ બાળકો પણ સુરક્ષિત રહ્યા નથી. તેમાંય શાળાઓમાં બનતી ઘટના હવે ચિંતાજનક બની ગઈ છે અને સવાલ એ થાય કે ભરોસો કોનો કરવો. ભગવાન બચાવે આવા શેતાન શિક્ષકથી... સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.