GUJARATI

કુંભમાં મુસ્લિમોને નો એન્ટ્રી! માંસ-મદિરા પર પ્રતિબંધ રહેશે, યોગી સરકારે કરી ખાસ તૈયારી

પ્રયાગરાજઃ કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર કહેવામાં આવતાં મહાકુંભ મેળાને લઈને મહાભારત શરૂ થઈ ગયું છે.... અખાડા પરિષદની બેઠકમાં અનેક પ્રસ્તાવને પાસ કરવામાં આવ્યા... જેમાં લવ જેહાદ, ધર્માંતરણ સામે પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે... સાથે જ કુંભ સ્નાનમાંથી શાહી શબ્દ દૂર કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો... ત્યારે કુંભ મેળાની કેવી તૈયારીઓ ચાલી રહી છે?... યોગી આદિત્યનાથે શું આદેશ કર્યો?... જોઈશું આ રિપોર્ટમાં... ઉત્તર પ્રદેશમાં ફરી સંતોનો થશે જમાવડો... પ્રયાગરાજમાં કરોડો સાધુ-સંત કરશે સ્નાન... યુપી બનશે હિંદુઓની આસ્થાનું કેન્દ્ર... આ દ્રશ્યો એટલા માટે જોવા મળશે... કેમ કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો યોજાવાનો છે... જ્યાં 24 કરોડથી વધુ સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાની ડૂબકી લગાવશે. આ વખતના મહાકુંભ 2025ના મેળાની રંગારંગ તૈયારીઓ કરવામાં આવી રહી છે... ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ મેળાના પ્રતીક ચિહ્નનું અનાવરણ કર્યુ... સંગમ નગરીમાં મહાકુંભનો મેળો ભવ્ય તૈયારી પર ધ્યાન રાખવા માટે ખાસ તૈયારી કરાઈ છે. યોગી સરકારની પ્રાથમિકતા શ્રદ્ધાળુઓની સુરક્ષા છે. પ્રયાગરાજના 8 શહેરોમાં 1100 સીસીટીવી કેમેરા લગાવાશે. AI બેસ્ડ 98 ફેસ રિકગ્નિશન કેમેરાથી શંકાસ્પદની ઓળખ થશે. યોગી આદિત્યનાથે મોટો નિર્ણય કરતાં કહ્યું કે મહાકુંભ દરમિયાન માંસ અને મદિરા પર પ્રતિબંધ રહેશે.... આ તરફ કુંભના મેળામાં સંત સમાજ કોઈપણ પ્રકારનું વિધ્ન નડે તેવું ઈચ્છતો નથી... તેના માટે અખાડા પરિષદની બેઠક યોજાઈ... જેમાં 10 મોટા પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા... તેને ગ્રાફિક્સની મદદથી સમજવાનો પ્રયાસ કરીએ... ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માગણી પેશવાઈ, શાહી સ્નાનનું નામ બદલવાનો પ્રસ્તાવ આયોજન સંબંધિત ઉર્દુ અને ફારસી શબ્દ દૂર કરવામાં આવે ગંગા ઘાટના નામ ઈષ્ટ દેવતાઓના નામ પર રાખવામાં આવે લવ જેહાદ અને ધર્માંતરણ સામે પ્રસ્તાવ હિંદુ મંદિરોને બચાવવા માટે સંતોનું આહવાન મહાકુંભ વિસ્તારમાં માંસ-મદિરા પર પ્રતિબંધ લગાવવામાં આવે મઠ અને મંદિર સરકારી નિયંત્રણમાંથી મુક્ત થાય અખાડાની ગ્રાન્ટ વધારીને બેગણી કરવામાં આવે ગંગા નદીને સ્વચ્છ રાખવાનો પ્રસ્તાવ હાલ તો કુંભ મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે... ત્યારે આશા રાખીએ કે 2025માં યોજાનારો કુંભ મેળો ભવ્ય અને ઐતિહાસિક રહે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.