GUJARATI

'કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યાં...' બાબાસાહેબ આંબેડકર પર આપેલા નિવેદન પર બોલ્યા અમિત શાહ

Amit Shah Press Conference: બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર આપેલા નિવેદનને લઈને ચારેય બાજુથી ઘેરાયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે હંમેશા આંબેડકરને હાંસિયામાં રાખ્યા છે. કોંગ્રેસે તેના નેતાઓને ભારત રત્ન આપ્યું પરંતુ બાબાસાહેબ આંબેડકરને ભારત રત્ન આપ્યું નહીં. હવે કોંગ્રેસ મારા નિવેદનને AI દ્વારા એડિટ કરીને જનતા સામે રજૂ રહી છે. અમિત શાહે કહ્યું કે, ગયા અઠવાડિયે લોકસભા અને રાજ્યસભામાં બંધારણના સ્વીકાર કરવાના 75 વર્ષ પૂરા થવાના અવસરે સંસદમાં બંધારણના નિર્માણ, બંધારણના ઘડવૈયાઓના યોગદાન પર અને બંધારણમાં પ્રસ્તાવિત આદર્શો પર એક ગૌરવપૂર્ણ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં 75 વર્ષની દેશની ગૌરવ યાત્રા, વિકાસ યાત્રા અને ઉપલબ્ધિઓની પણ ચર્ચા થવાની હતી. Higher Pension: પેન્શનરો માટે EPFOની રાહત... આ સુવિધા માટે તારીખ લંબાવાઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, બંધારણ, બાબા સાહેબ આંબેડકર અને દેશના લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે કોંગ્રેસનું વલણ હંમેશા બેવડું અને નિંદનીય રહ્યું છે. શાહે કોંગ્રેસ પર તથ્યોને તોડી મરોડીને રજૂ કરવાનો અને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર અમિત શાહે કહ્યું કે, સંસદમાં બંધારણના સ્વીકાર કરવાના 75 વર્ષ પૂરા થવાના અવસરે એક વિશેષ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં બંધારણના ઘડવૈયાઓના યોગદાન, બંધારણના આદર્શો અને 75 વર્ષની દેશની ગૌરવ યાત્રા, વિકાસ યાત્રા અને ઉપલબ્ધિઓની પણ ચર્ચા થવાની હતી. પરંતુ કોંગ્રેસ આ અવસરનો ઉપયોગ તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા અને ભ્રમ ફેલાવવા માટે કર્યો છે. આંબેડકરનું અપમાન અને સ્મારકોની અવગણના તેમણે કહ્યું કે, "સંસદ જેવા સર્વોચ્ચ લોકતાંત્રિક મંચ પર ચર્ચા તથ્યો અને સત્ય પર આધારિત હોવી જોઈએ. પરંતુ કોંગ્રેસે આ પ્રસંગે પર પણ તેમની જૂની આદતો છોડી ન હતી અને સત્યને અસત્યનો પોશાક પહેરાવવાનો દૂષિત પ્રયાસ કર્યો હતો." શાહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, તેમણે બાબાસાહેબ આંબેડકરનો હંમેશા વિરોધ કર્યો. ગૃહમંત્રીએ કહ્યું કે, બંધારણના નિર્માણ પછી જ્યારે 1951-52 અને 1955માં ચૂંટણીઓ થઈ ત્યારે કોંગ્રેસે આંબેડકરને હરાવવાનો પ્રયાસ કર્યો. GPSC વર્ગ-3ના પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા, ST નિગમ દોડાવશે એક્સ્ટ્રા બસો બાબા સાહેબના નામ પર કોઈ સ્મારક નથી તેમણે એમ પણ કહ્યું કે, જ્યાં સુધી કોંગ્રેસ સત્તામાં હતી ત્યાં સુધી બાબાસાહેબના નામ પર કોઈ સ્મારક બનાવવામાં આવ્યું ન હતું. ભાજપ સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં "પંચતીર્થ"નો વિકાસ થયો છે. જેમાં મધ્યપ્રદેશમાં મહુ, નાગપુરમાં દીક્ષાભૂમિ, દિલ્હીમાં રાષ્ટ્રીય સ્મારક, મુંબઈમાં ચૈત્યભૂમિ અને લંડનમાં આંબેડકરનું ઘર સામેલ હતું. ભારત રત્ન પર પણ સવાલો ઉઠાવ્યા અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે પોતાને ભારત રત્ન આપવામાં કોઈ કસર છોડી નથી. 1955માં નેહરુજી અને 1971માં ઈન્દિરા ગાંધીએ પોતાને ભારત રત્ન આપ્યો. પરંતુ, બાબાસાહેબ આંબેડકરને 1990માં ભારત રત્ન મળ્યો, જ્યારે કોંગ્રેસ સત્તામાં ન હતી. ભાજપ સમર્થિત સરકાર હતી જેમણે બાબાસાહેબને આ સન્માન આપ્યું હતું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસે આંબેડકરની 100મી જન્મજયંતિ પણ ઉજવવાની ના પાડી હતી. કોલેસ્ટ્રોલ જડમૂળમાંથી થશે ખતમ, માત્ર આ ખાટી-મીઠી વસ્તુનું કરો સેવન કોંગ્રેસના વલણ પર આકરી પ્રતિક્રિયા શાહે કોંગ્રેસ પર તે પણ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસે ઈમરજન્સી લાદીને બંધારણના મૂલ્યોનું ઉલ્લંઘન કરવાનો, ન્યાયતંત્રનું અપમાન કરવાનો અને મહિલાઓના સન્માનની અવગણના કરી છે. તેમણે કહ્યું, "કોંગ્રેસે હંમેશા પોતાના રાજકીય ફાયદા માટે બંધારણ અને લોકતાંત્રિક મૂલ્યોની અવગણના કરી છે. ત્યાં સુધી કે તેમણે સેનાના શહીદો અને દેશની ધરતીનું પણ અપમાન કર્યું છે." સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.