GUJARATI

BCCI અન્ડર-19 ટૂર્નામેન્ટમાં ગુજરાતનું શાનદાર પ્રદર્શન, મહિલા અને પુરૂષ ટીમે મેળવી જીત

ચેન્નઈઃ ગુજરાતની મહિલા અન્ડર-19 ટીમે BCCI મહિલા અન્ડર-19 ટી20 ટ્રોફીમાં મિઝોરમને 145 રને હરાવી નોકઆઉટમાં પ્રવેશ કરી લીધો છે. ગુજરાતની અન્ડર-19 મહિલા ટીમની આ સતત ચોથી જીત છે. ગુજરાતની મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 189 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં મિઝોરમની મહિલા અન્ડર-19 ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 44 રન બનાવી શકી હતી. ગુજરાત તરફથી ચાર્લી સોલંકીએ 47 બોલમાં 11 ચોગ્ગા અને બે સિક્સ સાથે 75 રન ફટકાર્યા હતા. જ્યારે શ્રેયા ખલાસીએ 48 બોલમાં 8 ચોગ્ગા સાથે 53 રન ફટકાર્યા હતા. આ બંને બેટરોની અડધી સદીની મદદથી ગુજરાતની ટીમ 189 રન બનાવવામાં સફળ રહી હતી. ગુજરાતની અન્ડર-19 મહિલા ટીમની આ સતત ચોથી જીત છે. ગુજરાતે આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મિઝોરમની અન્ડર-19 મહિલા ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. મિઝોરમની ટીમ 20 ઓવરમાં માત્ર 44 રન બનાવી શકી હતી. ગુજરાત તરફથી વાત કરવામાં આવે તો સંચિતા ચાંગલાનીએ 3 ઓવરમાં 8 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય નિધિ દેસાઈને બે, જિયા જૈનને 2 તથા યશ્વી માલમને બે વિકેટ મળી હતી. ગુજરાતની મહિલા અન્ડર-19 ટીમે આ સતત ચોથી જીત મેળવી છે અને એક લીગ મેચ બાકી છે પરંતુ ટીમે શાનદાર પ્રદર્શન કરી નોકઆઉટમાં પ્રવેશ કરી લીધો છે. વિનુ માંકડ ટ્રોફીમાં ગુજરાતની અન્ડર-19 ટીમની જીત વિનુ માંકડ ટ્રોફીમાં આજે ગુજરાતની અન્ડર-19 ટીમનો મુકાબલો મણિપુર સામે હતો. જેમાં ગુજરાતે 9 વિકેટે જીત મેળવી છે. મણિપુરની અન્ડર-19 ટીમ પ્રથમ બેટિંગ કરતા 26.5 ઓવરમાં 77 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ગુજરાતે 11.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 78 રન બનાવી લીધા હતા અને 9 વિકેટે જીત મેળવી હતી. ગુજરાત તરફથી મીત પટેલે 7 ઓવરમાં 4 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય રૂદ્ર પટેલને પણ ત્રણ સફળતા મળી હતી. આ સિવાય રૂદ્ર પટેલે અણનમ 29 અને મૌલ્યરાજ સિંહે અણનમ 38 રન બનાવ્યા હતા. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.