GUJARATI

પુણે: ઉડાણ ભરતા જ ક્રેશ થઈ ગયું હેલિકોપ્ટર, 2 પાયલોટ સહિત 3 લોકોએ જીવ ગુમાવ્યા

મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે સવારે મોટી દુર્ઘટના ઘટી. એક હેલિકોપ્ટર ક્રેશ થયું જેમાં 3 લોકોના મોત થયા. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરે ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસેથી ઉડાણ ભરી હતી અને ગણતરીના પળોમાં અકસ્માતનો ભોગ બન્યું. આ દુર્ઘટનામાં 2 પાયલોટ અને એક એન્જિનિયર સહિત 3ના મોત થયા હોવાના સમાચાર છે. આ દુર્ઘટના સવારે લગભગ 7.30 વાગ્યાની આસપાસ ઘટી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અધિકારીઓએ કહ્યું કે મામલાની તપાસ ચાલુ છે. Maharashtra: 3 dead after helicopter crashes near Bavdhan area in Pune Read @ANI story | #HelicopterCrash #Pune #Maharashtra pic.twitter.com/ewPoU5AGir — ANI Digital (@ani_digital) October 2, 2024 અત્રે જણાવવાનું કે 24 ઓગસ્ટે પણ આવો જ એક અકસ્માત થયો હતો જેમાં એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં ચાર લોકો ઘાયલ થયાના સમાચાર હતા. હેલિકોપ્ટર જુહુ મુંબઈથી હૈદરાબાદ તરફ ઉડાણ ભરી રહ્યું હતું. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.