GUJARATI

Reliance Jio: ગ્રાહકોને પોર્ટ કરતા રોકવા માટે મુકેશ અંબાણી લાવ્યા 49 રૂપિયાવાળો પ્લાન! હવે બિન્દાસ વાપરો ઈન્ટરનેટ

આ વર્ષે જુલાઈમાં ભારતમાં લગભગ તમામ મોટા ટેલિકોમ ઓપરેટરો જેમ કે જિયો, એરટેલ અને Vi એ પોત પોતાના મોબાઈલ પ્લાનના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારબાદથી અનેક યૂઝર્સ BSNL તરફ વળ્યા છે. હાલના એક રિપોર્ટ મુજબ છેલ્લા ચાર મહિનામાં BSNL એ 50 લાખથી વધુ નવા યૂઝર્સ જોડ્યા છે. આ ટ્રેન્ડને રિવર્સ કરવા માટે આ કંપનીઓએ હવે બીજા સસ્તા પ્લાન પણ લોન્ચ કર્યા છે. જિયોએ BSNL સાથે મુકાબલો કરવા માટે એક સસ્તો પ્લાન મૂક્યો છે જેમાં અનલિમિટેડ ડેટા મળે છે. Jio unlimited data Plan જિયોએ પોતાના ગ્રાહકો માટે 49 રૂપિયામાં અનલિમિટેડ ડેટાનો પ્લાન રજૂ કર્યો છે. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી એક દિવસની છે. જો કે આ રિચાર્જ પ્લાનમાં 25GB ની FUP લિમિટ છે. સરળ શબ્દોમાં સમજીએ તો તેનો અર્થ છે કે ગ્રાહકો ફક્ત 25GB હાઈ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકશે અને ત્યારબાદ તેમની સ્પીડ ઘટીને 64 kbps થઈ જશે. એ પણ ધ્યાન આવું કે આ રિચાર્જ પ્લાનમાં ફકત ડેટા બેનિફિટ્સ છે અને તેમાં કોઈ વોઈસ કે SMS બેનિફિટ્સ નથી. Airtel Rs 99 plan આ બધા વચ્ચે એરટેલે પણ અનેક ઓફરો મૂકી છે. જેમાં 99 રૂપિયાનો પ્લાન પણ સામેલ છે. આ પ્લાન યૂઝર્સને 2 દિવસ માટે અનલિમિટેડ ઈન્ટરનેટ એક્સેસ આપે છે. જો કે તેની સાથે કેટલીક મર્યાદાઓ પણ છે. આ પ્લાનમાં રોજ 20GB ઈન્ટરનેટનો ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત તેને યૂઝર્સના હાલના કોઈ પણ પ્લાન સાથે જોડી શકાય છે. આ પ્લાન ઈન્ટરનેટ યૂઝર્સની જરૂરિયાતોને પૂરી કરી માટે ડિઝાઈન કરાયો છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.