GUJARATI

તમારી કેન્સલ ટિકિટથી આટલા કરોડ દર વર્ષે કમાય છે ભારતીય રેલવે

Railway Ticket Cancellations: રેલ્વે દર વર્ષે ટિકિટના વેચાણથી જ નહીં પરંતુ ટિકિટ કેન્સલેશનમાંથી પણ મોટી આવક મેળવે છે. એક તરફ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં કહ્યું કે રેલ્વે કેન્સલેશન ચાર્જીસથી થતી આવકનો અલગ હિસાબ રાખતી નથી, તો બીજી તરફ અગાઉના અહેવાલો આ કમાણીની ઝલક આપે છે. કમાણી કેવી છે? ટિકિટ કેન્સલ કરાવવા માટે રેલવે અલગ-અલગ ચાર્જ વસૂલે છે. કન્ફર્મ ટિકિટ હોય, વેઇટલિસ્ટેડ હોય કે RAC હોય, કેન્સલેશન ચાર્જ દરેક પરિસ્થિતિમાં લાગુ પડે છે. આ ચાર્જ મુસાફરીની તારીખ અને ટ્રેનના સમયના આધારે વધે છે. 48 કલાક અગાઉ રદ કરવા પર ફ્લેટ ચાર્જ IRCTCની સુવિધા ફી અને ઓનલાઈન બુક કરેલી ટિકિટ પરની Convenience fee અને GST પણ રિફંડ કરવામાં આવતો નથી. જેના કારણે મુસાફરોને ભારે નુકસાન થાય છે. રેલ્વે કેટલી કમાણી કરે છે? 2020 માં એક RTI ના જવાબમાં, રેલ્વેએ ખુલાસો કર્યો હતો કે જાન્યુઆરી 2017 થી જાન્યુઆરી 2020 સુધીમાં, તેણે ટિકિટ કેન્સલેશન ચાર્જીસમાંથી લગભગ 9,000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. IRCTC ની અલગ કમાણી IRCTC ટિકિટ બુકિંગ અને કેન્સલેશન પર Convenience fee ફી દ્વારા પણ નફો કમાય છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.