Congress Workers Death: ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે કોંગ્રેસ દ્વારા આયોજિત વિધાનસભા ઘેરાવ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના યુવા કાર્યકર પ્રભાત પાંડેનું મૃત્યુ થયું હતું. કોંગ્રેસનો દાવો છે કે, ગોરખપુરથી આવેલા પ્રભાત પાંડે વિરોધ દરમિયાન પોલીસના ધક્કામુક્કી અને બળપ્રયોગને કારણે ઘાયલ થયા હતો, જેના કારણે તેમનું મોત થયું છે. આસામના ગુવાહાટીમાં પણ કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન એક કાર્યકરનું મોત થયું હતું. કોંગ્રેસે બન્ને ઘટનાઓને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસનો યોગી સરકાર પર પ્રહાર કોંગ્રેસે આ ઘટનાને "પોલીસ ક્રૂરતા" ગણાવી હતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. પાર્ટીએ પ્રભાતના પરિવારને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય અને એક સભ્યને સરકારી નોકરીની માંગ કરી છે. સરકારે કરી સ્પષ્ટતા બીજી તરફ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે કોંગ્રેસના આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, પ્રભાત પાંડે પાર્ટી ઓફિસ રૂમમાં પડેલો જોવા મળ્યા હતા. તેમણે સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટરને સારી સારવાર માટે સૂચના આપી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યાં,આંબેડકર પર આપેલા નિવેદન પર બોલ્યા અમિત શાહ આસામમાં પ્રદર્શન દરમિયાન કામદારનું મોત આસામના ગુવાહાટીમાં પણ કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન એક કાર્યકર મૃદુલ ઈસ્લામનું મોત થયું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, વિરોધ દરમિયાન પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જેના કારણે મૃદુલનું મોત થયું છે. આ પ્રદર્શન મણિપુર હિંસા, અદાણી ગ્રુપ સામે લાંચના આરોપો અને અન્ય મુદ્દાઓને લઈને કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે તેને ભાજપ સરકારની "તાનાશાહી"નું પ્રતીક ગણાવ્યું હતું. જો કે, આસામ પોલીસે આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું કારણ જાણી શકાશે. રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ બન્ને ઘટનાઓને લઈને ભાજપ સરકારોને આડે હાથ લીધી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, "દેશભરમાં કોંગ્રેસ પાર્ટી બાબાસાહેબ અને બંધારણના સમર્થનમાં સત્યાગ્રહ કરી રહી છે. આ દરમિયાન ગુવાહાટીમાં મૃદુલ ઇસ્લામ અને લખનૌમાં પ્રભાત પાંડેનું મૃત્યુ અત્યંત દુઃખદ અને નિંદનીય છે." રાહુલ ગાંધીએ આ કાર્યકરોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, કોંગ્રેસ "સત્ય અને બંધારણ" માટે સંઘર્ષ ચાલુ રાખશે. મુંબઈમાં મોટો અકસ્માત; નેવી બોટ સાથે અથડાવાને કારણે પેસેન્જર બોટ ડૂબી, 13 લોકોના મોત भाजपा शासित असम और उत्तरप्रदेश में लोकतंत्र और संविधान की फिर से हत्या हुई है। देश भर में कांग्रेस पार्टी बाबासाहेब और संविधान के समर्थन में सत्याग्रह कर रही है। इस दौरान अत्यधिक पुलिस बल के कारण गुवाहाटी में मृदुल इस्लाम और लखनऊ में प्रभात पांडे, हमारे कांग्रेस कार्यकर्ताओं की… pic.twitter.com/gbqpEJ09s3 — Rahul Gandhi (@RahulGandhi) December 18, 2024 પ્રિયંકા ગાંધીએ બ્રિટિશ રાજ સાથે કરી સરખામણી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ભાજપ સરકારોની કાર્યવાહીને ‘બ્રિટિશ રાજ’ જેવી ગણાવી હતી. તેમણે કહ્યું કે, ભાજપ બંધારણ અને લોકશાહીનું ગળું દબાવી રહી છે. કોંગ્રેસે આ ઘટનાઓને લોકશાહી અને બંધારણ પર હુમલો ગણાવ્યો હતો. પાર્ટીએ કહ્યું કે, ભાજપ સરકારો માત્ર સંસદમાં જ નહીં પરંતુ રસ્તા પર પણ લોકતાંત્રિક વિરોધને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે. શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન उत्तर प्रदेश में व्याप्त कुशासन के खिलाफ विधानसभा घेराव करने जा रहे कांग्रेस कार्यकर्ताओं पर पुलिस की बर्बरता ने हमारे एक कार्यकर्ता की जान ले ली। गोरखपुर के युवा कांग्रेस कार्यकर्ता प्रभात पाण्डेय जी की मौत अत्यंत हृदयविदारक है। इसी तरह असम में प्रदर्शन कर रहे कांग्रेस… pic.twitter.com/Kgdhsj24ef — Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 18, 2024 પોલીસ અને વહીવટીતંત્ર પર સવાલો કોંગ્રેસે બન્ને રાજ્યોની પોલીસ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીનું કહેવું છે કે, શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન કાર્યકર્તાઓ પર બળનો ઉપયોગ કરવો અને તેમના મૃત્યુ પછી જવાબદારીથી દૂર રહેવું એ સરકારની "તાનાશાહી માનસિકતા" દર્શાવે છે. કોંગ્રેસે આ બન્ને ઘટનાઓની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. પાર્ટીએ કહ્યું કે, આ મૃત્યુ માટે જવાબદાર અધિકારીઓ અને સરકાર જવાબદાર હોવી જોઈએ. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો, કોઈની રજૂઆત ગાંધીનગર ના આવે', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ
December 20, 2024ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમની વસતી!
December 20, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
Featured News
Latest From This Week
એક નહિ, બે મહાસંકટમાંથી દુનિયાને બચાવશે પ્રાચીન મુસ્લિમ ટેકનિક, વૈજ્ઞાનિકો પણ માની ગયા
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
ટોપ અભિનેત્રીઓમાં જેની ગણના થાય છે તે આ ગુજ્જુ ગર્લ એ સમયે દેવામાં ડૂબી હતી, રસ્તા પર વીતાવી હતી રાતો
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.