GUJARATI

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ કરવાનું ષડયંત્ર? શું છે ટ્રુડોનો આ 'ગંદો પ્લાન'

કેનેડા અને ભારત વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્રણ ભારતીય વિદ્યાર્થીઓની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ વધી ગયો છે. ભારતે કેનેડા સરકાર પાસે ઊંડાણપૂર્વક તપાસની માંગણી કરી છે અને પોતાના નાગરિકો પર ત્યાં વધી રહેલા હુમલાઓ પ્રત્યે પણ એલર્ટ કર્યા છે. બીજી બાજુ કેનેડાએ ભારતીયોને પરેશાન કરવા માટે એક નવો ગંદો ખેલ શરૂ કર્યો છે. આ માટે કાયદેસર રીતે ઈમેઈલ પણ મોકલવામાં આવ્યા છે. જેનાથી ભારતીય વિદ્યાર્થીઓ દહેશતમાં છે. જાણો શું છે આ કેનેડા સરકારનો ગંદો ખેલ. કેનેડા સરકારનો ગંદો ખેલ ભારત સાથે ગંદુ રાજકારણ રમી રહેલા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની સરકારે હવે ભારતીય વિદ્યાર્થીઓને પરેશાન કરવા માટે એક નવી રીતે શોધી છે જેના માટે ઈમેઈલ મોકલવામાં આવી રહ્યા છે. એટલે કે ટ્રુડોના મગજમાં એક અલગ પ્રકારની ખીચડી પકી રહી છે. તેઓ ભારત સહિત તમામ વિદેશી વિદ્યાર્થીઓ પર એક્શનની તૈયારીમાં છે. જેનાથી કેનેડામાં અભ્યાસ કરવા પહોંચેલા વિદેશી વિદ્યાર્થીઓમાં દહેશત ફેલાઈ રહી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ કેનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે તેમને ઈમેઈલ મળ્યા છે જેમાં તેમના સ્ટડી પરમિટ, વિઝા અને શૈક્ષણિક રેકોર્ડ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો ફરીથી જમા કરાવવાનું જણાવાયું છે, જેમાં અંક અને ઉપસ્થિતિ સામેલ છે. કેનેડા સરકારનો નવો પ્લાન કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલા સરકારી વિભાગ ઈમિગ્રેશન, રેફ્યુઝીસ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC) ના આ ઈમેઈલથી વિદેશી વિદ્યાર્થીઓમાં વ્યાપક દહેશત પેદા થઈ છે. જેમાંથી અનેક પાસે બે વર્ષથી સુધીના કાયદેસર વિઝા છે. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે IRCC આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને દેશમાં ઓછી કરવા માટે પોતાની નીતિઓ કડક કરી રહ્યું છે. શું કહે છે ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટિશ કોલંબિયાના સરેમાં અભ્યાસ કરતા હૈદરાબાદના સ્નાતકોત્તર વિદ્યાર્થી અવિનાશ કૌશિકે કહ્યું કે, જ્યારે મને ઈમેઈલ મળ્યો તો થોડો ચોંકી ગયો. મારા વિઝા 2026 સુધીના લીગલી છે પરંતુ આમ છતાં મને તમામ દસ્તાવેજ ફરીથી જમા કરાવવામાં કહેવાયું. તેમણે કહ્યું કે તેઓ હાજરી, અંકો, જ્યાં અમે પાર્ટટાઈમ કામ કરી રહ્યા છીએ તેનું પ્રમાણ પણ ઈચ્છે છે. પંજાબના વિદ્યાર્થીઓ પણ સામેલ ગત અઠવાડિયે પંજાબના વિદ્યાર્થીઓને આ બધા વચ્ચે મળેલા ઈમેઈલમાં વધારો જોવા મળ્યો. કેટલાકને તો પોતાના ક્રેડેન્શિયલ સાબિત કરવા ાટે વ્યક્તિગત રીતે IRCC ઓફિસોમાં જવા માટે પણ કહેવાયું. ઓન્ટોરિયોમાં અભ્યાસ કરતા હૈદરાબાદના વિદ્યાર્થી અવિનાશ દાસરીએ કહ્યું કે, અનેક વિદ્યાર્થીઓ ભ્રમિત અને ચિંતિત છે. હાલના વર્ષોમાં કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી રજિસ્ટ્રેશનમાં સૌથી વધુ વધારો જોયો છે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓ આ સમૂહનો એક મોટો હિસ્સો છે. કેનેડામાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ મંત્રાલયના જણાવ્યાં મુજબ કેનેડામાં સૌથી વધુ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ છે. જ્યાં 4.2 લાખ વિદ્યાર્થીઓ નામાંકિત છે. ત્યારબાદ અમેરિકામાં 3.3 લાખ ભારતીય વિદ્યાર્થીઓ છે. ઈમેઈલમાં અચાનક વધારાએ વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય અંગે અનિશ્ચિત કરી દીધા છે. બ્રિટિશ કોલંબિયામાં હવે આદિલાબાદની એક બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાર્થી મનીષા પટેલે કહ્યું કે અમે કેનેડાને તેના સ્વાગતપૂર્ણ માહોલ માટે પસંદ કર્યું, પરંતુ તે અયોગ્ય લાગે છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય થઈ શકે બરબાદ બીજી બાજુ ટોરેન્ટોમાં એક ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ મહેબૂબ રાજવાનીએ કહ્યું કે, આ પગલું આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને નિયંત્રિત કરવાની કેનેડાની વ્યાપક રણનીતિનો ભાગ લાગે છે. સીમાઓ અને નાણાકીય જરૂરિયાતો શરૂ કરવામાં આવી રહી છે જે એક સ્પષ્ટ સંકેત છે. આ પગલું વાસ્તવિક વિદ્યાર્થીઓને છાંટવા માટે પણ હોઈ શકે છે, કારણ કે અનેક લોકો પોતાના નિર્દિશ્ટ શિક્ષણ સંસ્થાનને બદલી નાખે છે અને એવા સંસ્થાનમાં જતા રહે છે જ્યાં ઉપસ્થિતિ પર કોઈ પ્રતિબંધ હોતો નથી જેથી કરીને તેઓ કેનેડામાં કામ કરી શકે. તેમણે કહ્યું કે, જો વિદ્યાર્થી આ બધાનું પાલન ન કરે તો તેનાથી વિઝા રદ થઈ શકે છે કે ભવિષ્યમાં જટિલતાઓ આવી શકે છે. અમે વિદ્યાર્થીઓને ઈમેઈલમાં અપાયેલા નિર્દેશોનું સાવધાનીપૂર્વક પાલન કરવાની સલાહ આપીએ છીએ. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.