GUJARATI

ચોમાસાની વિદાય અને વાવાઝોડા વિશે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી

Weather Forecast : ગુજરાતમા આ વર્ષે નવરાત્રિમાં વરસાદ ન હોવાથી રાહતના સમાચાર છે. હવે લાગે છે કે ચોમાસાની વિદાય થઈ રહી છે. ગુજરાતના અનેક ભાગોમાંથી વરસાદ ગાયબ થઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી આવી ગઈ છે. તેમણે ચોમાસાની વિદાય અને ગુજરાત પર આવવાના વાવાઝોડાના સંકટ વિશે આગાહી કરી છે. તેણે ચોમાસાની વિદાય અંગે મોટા અપડેટ આપ્યા કે, હજી ચોમાસું ગયુ નથી, હજી તો વરસાદ આવશે. ચોમાસું ગયું નથી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે, આ વખતનું ચોમાસું લાંબુ છે. ગુજરાતના કેટલાક ભાગોમાં હજી ચોમાસું સક્રિય છે. હજુ પણ સાત-આઠ તારીખની આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાંની શક્યતા છે. આ વરસાદ સાતથી નવ તારીખ સુધીમાં થઇ શકે. આ તારીખે થશે ચોમાસાની વિદાય સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું પાંચમી ઓક્ટોબર સુધીમાં આખા ગુજરાતમાંથી વિદાય લઇ લેતું હોય છે. પણ આ વખતનું ચોમાસું લાંબુ છે. આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે. જેમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજી ચોમાસું સક્રિય છે. જોકે, આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઇ જશે. સુખી સંપન્ન હીરા ઉદ્યોગપતિની બંને દીકરીઓ લેશે દીક્ષા, વૈભવી જીવન અને કરોડોની સંપત્તિ ત્યજી દેશે ગુજરાતમાં ક્યાં ક્યાંથી ચોમાસાની વિદાય થઈ તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારો, પાટણ, મહેસાણા, મોરબી અને સુરેન્દ્રનગરના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઇ ગઇ છે. આ સાથે પશ્ચિમના અમુક ભાગોમાંથી પણ નૈઋત્યુના ચોમાસાની વિદાય થઇ ગઇ છે. અત્યારે જે પ્રદેશોમાં નૈઋત્યનું ચોમાસું જો એક્ટિવ હોય વાવાઝોડાની આગાહી કેટલાક લોકો વાવાઝોડાની અફવા ફેલાવી રહ્યા છે પરંતુ હજુ વાવાઝોડું સક્રિય થાય એવી કોઇ શક્યતા દેખાતી નથી. એટલે હમણાં કોઇ વાવાઝોડું કે મોટા વરસાદની શક્યતા નથી. જેથી ખેડૂતભાઇઓએ પોતાનું કામ રાબેતા મુજબ કરવા અને મગફળીના પાકને સાચવી લેવાની ભલામણ છે. ગુજરાત સરકાર આજે ફિક્સ પેના સમય મર્યાદામાં ઘટાડાની કરી શકે છે જાહેરાત : સૂત્ર સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.