GUJARATI

TATAની આ કાર આગળ બધી કોમ્પેક્ટ SUV પાણી ભરે! નવેમ્બરમાં લોકોએ ખરીદવા શોરૂમમાં લાઈનો લગાવી

નવેમ્બર મહિનામાં કાર અને એસયુવીના વેચાણના આંકડા સામે આવી ગયા છે અને મોડલ પ્રમાણે વેચાણના આંકડા પણ સામે આવ્યા છે. ગત મહિને કોમ્પેક્ટ એસયુવીના વેચાણમાં ખુબ ઉલટફેર જોવા મળ્યો. મારુતિ સુઝૂકી બ્રેઝાને TATA પંચ અને નેક્સોને પછાડી દીધી. મારુતિ સુઝૂકી ફ્રોન્ક્સના વેચાણમાં પણ વાર્ષિક સ્તરે વધારો જોવા મળ્યો. કિયા સોનેટ અને મહિન્દ્રા થાર-એક્સયુવી 2 એક્સઓ જેવી એસયુવીના વેચાણમાં ભારે વધારો જોવા મળ્યો. હુન્ડાઈની વેન્યુ અને એક્સટર જેવી એસયુવીના વેચાણમાં વાર્ષિક રીતે ઘટાડો જોવા મળ્યો. જાણો નવેમ્બરમાં વેચાણની રીતે ટોપ 10 કોમ્પેક્ટ એસયુવી.... 1. TATA પંચ દેશની નંબર વન કોમ્પેક્ટ એસયુવી TATA પંચના નવેમ્બર મહિનામાં 15,435 યુનિટ વેચાયા. આ સંખ્યા 7 ટકાના વાર્ષિક વધારા સાથે છે. 2. TATA નેક્સોન TATA નેક્સોને નવેમ્બર મહિનામાં જબરદસ્ત વાપસી કરી અને બીજી સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ એસયુવી બની ગઈ. નેક્સોનના ગત મહિને 3 ટકા વાર્ષિક વધારા સાથે 15,329 યુનિટ્સ વેચાયા. 3. મારુતિ સુઝૂકી બ્રેઝા મારુતિ સુઝૂકીની ટોપ સેલિંગ બ્રેઝા ગત નવેમ્બર મહિનામાં ત્રીજા નંબરે સરકી ગઈ અને આ કોમ્પેક્ટ એસયુવીના 14,918 યુનિટ વેચાયા જે 11 ટકાના વાર્ષિક વધારા સાથે છે. 4. મારુતિ સુઝૂકી ફ્રોન્ક્સ મારુતિ સુઝૂકીની ધાંસૂ એસયુવી ફ્રોન્ક્સ નવેમ્બર મહિનામાં ચોથી સૌથી વધુ વેચાયેલી કોમ્પેક્ટ એસયુવી બની અને તેના 51 ટકાના વાર્ષિક વધારા સાથે 14,882 યુનિટ વેચાયા. 5. હુન્ડાઈ વેન્યૂ હુન્ડાઈ મોટર ઈન્ડિયાની લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી વેન્યૂના નવેમ્બરમાં 9754 યુનિટ વેચાયા જે વાર્ષિક 13 ટકાના ઘટાડા સાથે છે. 6. કિયા સોનેટ કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટની ખુબ લોકપ્રિય કાર કિયા સોનેટના નવેમ્બર મહિનામાં 9255 ગ્રાહકો નોંધાયા અને તે 44 ટકાના વાર્ષિક વધારા સાથે છે. 7. મહિન્દ્રા થાર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની કોમ્પેક્ટ એસયુવી થારના ગત મહિને 8708 યુનિટ વેચાયા અને આ વાર્ષિક રીતે જોઈએ તો ગત નવેમ્બરની સરખામણીમાં 50 ટકાના વધારા સાથે છે. 8. મહિન્દ્રા એક્સયુવી 3એક્સઓ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની આ વર્ષે લોન્ચ એક્સયુવી 3એક્સઓનું આમ તો દર મહિને સારું વેચાણ થાય છે. નવેમ્બર મહિનામાં તેના 7656 યુનિટ વેચાયા અને તે 64 ટકાના વાર્ષિક વધારા સાથે છે. 9. હુન્ડાઈ એક્સટર હુંડાઈ મોટર ઈન્ડિયાની સૌથી સસ્તી કોમ્પેક્ટ એસયુવી એક્સટરના ગત મહિને 5747 યુનિટ વેચાયા છે. એક્સટરના વેચાણમાં વાર્ષિક રીતે 31 ટકાનો ઘટાડો નોંધાયો છે. 10. ટોયોટા અર્બન ક્રૂઝર ટાઈઝર ટોયોટા કિર્લોસ્કર મોટરની ક્રોઓવર યુવી ટાઈઝરના 3620 યુનિટ નવેમ્બરમાં વેચાયા છે. ટાઈઝરના વેચાણમાં સમયની સાથે તેજી જોવા મળી રહી છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.