GUJARATI

'Good kisser...' મુસાફરે રાઈડ પછી ઉબેર ડ્રાઈવર માટે આવું કેમ લખ્યું?

Cab Service Screenshot Viral: કેબ હેલિંગ એપ્સમાં ઘણીવાર રેટિંગ સિસ્ટમ હોય છે, જેના દ્વારા મુસાફરો અને ડ્રાઇવર બન્ને તેમના અનુભવો શેર કરે છે, જેથી સર્વિસનું લેવલ સારું રહે અને જવાબદારી પણ સુનિશ્ચિત થઈ શકે. આ રેટિંગ સિસ્ટમમાં ડ્રાઇવરોને 5 સ્ટાર પર રેટ કરવામાં આવે છે અને "Excellent Service" અથવા "Great Conversation" જેવી કોમેન્ટ્સ મળી શકે છે. આ ઉપરાંત પેસેન્જર ડ્રાઇવર વિશે પોતાની કોમેન્ટ પણ લખી શકે છે, જેથી ભવિષ્યમાં અન્ય મુસાફરો ડ્રાઇવરની સર્વિસનું યોગ્ય મૂલ્યાંકન કરી શકે. હાલમાં જ એક ઉબેર ડ્રાઇવરને એક વિચિત્ર અને વાયરલ કોમ્પ્લિમેન્ટ મળી છે, હાલ આ કોમેન્ટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. ઉબેર ડ્રાઈવર મોહમ્મદના પ્રોફાઈલના સ્ક્રીનશોટથી ઈન્ટરનેટ પર હલચલ મચી ગઈ છે, ખાસ કરીને એક અનોખી કોમેન્ટના કારણે જે તેને સર્વિસ માટે મળેલી હતી. શું તમે ટેન્શનમાં છો? 'હા' બોલતા જ નોઈડાની આ કંપનીએ 100 કર્મચારીઓની કરી છટણી સ્ક્રીનશોટ ઇન્ટરનેટ પર થઈ રહ્યો છે વાયરલ સ્ક્રીનશોટમાં જોવા મળ્યું કે, મોહમ્મદે અત્યાર સુધીમાં 10,138 ટ્રિપ્સ પૂર્ણ કરી છે અને તેના આઠ વર્ષના ઉબેર અનુભવમાં તેને 4.96 નું હાઈ રેટિંગ મળ્યું છે. તેને મુસાફરો તરફથી સારી સર્વિસ, સારી વાતચીત અને સારા મ્યૂઝિક માટે પ્રશંસા મળી હતી, પરંતુ એક ગ્રાહકે તેની ટિપ્પણીથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. કોમેન્ટમાં લખ્યું હતું, ‘Good kisser’. હાલ આ કોમેન્ટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને પોસ્ટમાં લખ્યું કે, "Mohammed moving kinda crazy" (મોહમ્મદ થોડો ક્રેજી લાગી રહ્યો છે). આ પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ હતી. ઘરમાં ભૂલથી પણ આ જગ્યાઓ પર ના રાખો રૂપિયા, નહીંતર થઈ જશો કંગાલ યુઝર્સે આપી પ્રતિક્રિયા આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ માટે ચર્ચાનું કેન્દ્ર બની છે. ઘણા લોકોનું આ વિચિત્ર કોમેન્ટ તરફ ધ્યાન ત્યારે પડ્યું જ્યારે તેઓ પહેલા ડ્રાઈવરની સર્વિસના આંકડા જોયા અને પછી પોસ્ટને ફરીથી શેર કરી. એક યુઝરે લખ્યું કે, "મેં પહેલા તેનો ટ્રાવેલ નંબર જોયો અને વિચારી રહ્યો હતો કે, 'શાબાશ!' પછી મેં નીચે જોયું અને તે કોમેન્ટ જોઈ." અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું કે, "મેં આ રિવ્યુ મોહમ્મદ માટે લખી હતી, મને મારા ઉબેર ડ્રાઈવરોને ટ્રોલ કરવાનું ગમે છે." સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.