GUJARATI

અહીંના જંગલોમાં સોના માટે મજૂરોના પડખા સેવે છે છોકરીઓ, પરંતુ શાં માટે? આ જાણીને રૂવાડાં ઊભા થઈ જશે

બ્રાઝીલ દેશથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. જ્યાં અમેઝોનના જંગલોમાં છોકરીઓ ખાણમાં કામ કરતા મજૂરોના પડખા સેવવા માટે મજબૂર છે. ત્યારે એવો પ્રશ્ન થાય કે શું આ કામ તેઓ મજા માટે કરે છે કે પછી ગરીબીના કારણે? બે છોકરીઓની આપવીતિ સામે આવી છે જે તમારા રૂવાડાં ઊભા કરી નાખશે. 34 વર્ષની ડાયેટ લેટ અને નતાલિયા કેવલકેંટે જે કહ્યું તે ચોંકાવનારું છે. નતાલિયાએ કહ્યું કે શહેરની મોટાભાગની છોકરીએ સેક્સવર્કમાં લાગી છે, અને અમને તેનાથી કોઈ ફરક પણ પડતો નથી. અહીં વાત થઈ રહી છે બ્રાઝીલના પારા રાજ્યની. પારાની ડાયેટ લેટે પોતાની આ દર્દનાક કહાની બીબીસીને જણાવી છે. તેણે કહ્યું કે તે ક્યારેય સેક્સ વર્કર બનવા માંગતી નહતી. 17 વર્ષની ઉંમરે પતિનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું. અંતિમ સંસ્કાર માટે પણ પૈસા નહતા. ત્યારે ઈટાઈટુબાની તેની મિત્રએ ગેરકાયદેસર સોનાની ખાણમાં કામથી પૈસા કમાવવાનું સૂચન આપ્યું. જો કે તેમાં મહિલાઓએ ખુબ અપમાન સહન કરવું પડતું હતું. તેણે કહ્યું કે જોખમો અને અપમાન છતાં મારી પાસે બીજો કોઈ રસ્તો નહતો. બધુ બરાબર ચાલતું હતું પછી મારી સાથે કઈક એવું થયું કે હું તે જીવનભર ભૂલી શકું તેમ નથી. તેણે યાદ કરતા કહ્યું કે, એકવાર એક માણસ કેમ્પમાં આવ્યો, મને જગાડી અને મારા પર બંદૂક તાણી હક જમાવવા લાગ્યો. હું ડરી ગઈ હતી. પછી જે થયું તે થવું જોઈતું નહતું. 18 વર્ષની ઉંમર સુધીમાં તો ડાયેટનું પહેલું બાળક પણ થઈ ગયું હતું. બીબીસીના રિપોર્ટ મુજબ છેલ્લા 16 વર્ષમાં તેણે વચ્ચે વચ્ચે ખાણમાં કામ કર્યું છે. જેમાં તેણે પોતાના સાત લોકોના પરિવારનું ભરણ પોષણ કરવા માટે રસોઈયા, ધોબી, બારમેડ અને સેક્સ વર્કર તરીકે કામ કર્યું છે. નતાલિયાની કહાની પણ ચોંકાવનારી પારા રાજ્યની સોનાની ખાણમાં કામ કરનારાઓની ખનન વસ્તીઓમાં જીવન ખુબ કઠોર છે. ગામમાં ફક્ત એક કાચો રસ્તો હોય છે. જ્યાં સલૂન, બાર અને એક ચર્ચ હોય છે. ખાણિયાઓ ટેન્ટમાં રહે છે. આ શિબિરોમાં કામ કરનારી મહિલાઓએ હિંસા અને શોષણનો સામનો કરવો પડે છે. નતાલિયા કેવલકેંટે કે જે પૂર્વ સેક્સવર્કર છે તે બાદમાં વેશ્યાલયની માલિકણ બની ગઈ. તેણે કહ્યું કે, ખાણમાં કામ કરતા લોકો સોનું કાઢ્યા બાદ ગામમાં અમારા વેશ્યાલય આવે છે. તેઓ છોકરીઓ સાથે સંબંધ બનાવવાની માંગણી કરે છે. તેઓ ખુબ ગંદા રહે છે. અમે કોઈ પણ પ્રકારની વાતચીત પહેલા તેમને ન્હાવા માટે રાજી કરીએ છીએ. નતાલિયા જેણે 24 વર્ષની ઉંમરે ખનન ગામોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. હટાઈતુબાથી કેમ્પ સુધીની કપરી સાત કલાકની મુસાફરી માટે અન્ય મહિલાઓને પૈસા ઉધાર આપતી હતી. બ્રાઝીલમાં વેશ્યાલય ચલાવવું એ ગેરકાયદેસર છે. આથી તેણે ભરોસાપાત્ર વ્યક્તિને કામ પર રાખ્યો. તેણે બીબીસીને કહ્યું કે, "હું એમ નહીં કહું કે શહેરની બધી મહિલાઓ આવું કરે છે, પરંતુ તેમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ સેક્સ વર્કર છે, આ એક પ્રકારની સામાન્ય વાત છે. અમને વાસ્તવમાં તેની કોઈ પરવા નથી." સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.