GUJARATI

IND vs BAN Test: ધરપકડની બીકે શું ભારતમાં જ રહી જશે આ બાંગ્લાદેશી ક્રિકેટર? જાણો શું છે મામલો

બાંગ્લાદેશ હાલ ભારત પ્રવાસે છે અને આ બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ જેમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 2-0થી ક્લીન સ્વીપ કરી નાખ્યું. બીજી ટેસ્ટ કાનપુરમાં રમાઈ જ્યાં ભારતે 7 વિકેટથી મેચ જીતી લીધી. આ સાથે જ બાંગ્લાદેશના ધાકડ ક્રિકેટર શાકિબ અલ હસનની ટેસ્ટ કરિયર પણ હવે પૂરી થઈ ગઈ છે. તેમણે બીજી ટેસ્ટ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી. વાત જાણે એમ છે કે શાકિબે ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના દેશ એટલે કે બાંગ્લાદેશમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ કરિયરની અંતિમ ટેસ્ટ રમવા માંગતા હતા પરંતુ હજુ સુધી તેમને સુરક્ષાનું વચન મળ્યું નથી. આવામાં કાનપુર ટેસ્ટ હવે તેમની અંતિમ ટેસ્ટ હોઈ શકે છે. અમેરિકામાં વસી શકે છે શાકિબ પર હત્યાનો આરોપ લાગ્યો છે. આવામાં તેમને પોતાના દેશમાં ધરપકડનો ડર અને સુરક્ષાની ચિંતા પણ સતાવી રહી છે. હજુ સુધી શાકિબને સુરક્ષાનું વચન મળ્યું નથી. આવામાં તે પોતાના દેશ પાછા ફરવાનું વિચારતા નથી. શાકિબ થોડા દિવસ ભારતમાં અને ત્યારબાદ પરિવાર સાથે અમેરિકામાં વસી શકે છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ બાંગ્લાદેશમાં તખ્તાપલટ થયો છે. આ દરમિયાન વિરોધ પ્રદર્શનને પગલે તે સમયે પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડીને ભારત આવીને રહે છે. શાકિબ પણ શેખ હસીનાના નેતૃત્વવાળી અવામી લીગ સાથે જોડાયેલા છે. આ પાર્ટીથી તેઓ સાંસદ પણ બન્યા હતા. બાંગ્લાદેશમાં આ પાર્ટી વિરુદ્ધ ખુબ ગુસ્સો છે. શાકિબને નથી મળી સુરક્ષાની ગેરંટી શાકિબે કાનપુર ટેસ્ટ પહેલા પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે તેમનમે ઘર આંગણે રમવામાં કોઈ મુશ્કેલી નહતી. પરંતુ જેવા હાલાત છે તે પ્રમાણે સુરક્ષા હોવી જોઈએ. તેમની વાપસીમાં મુશ્કેલી થઈ શકે છે. શાકિબની ઈચ્છા છે કે હવે તેઓ બાંગ્લાદેશમાં નહીં રહે. તેઓ પરિવાર સાથે અમેરિકામાં જઈને રહેશે. શાકિબની સુરક્ષાની માંગણી પર બાંગ્લાદેશના સ્પોર્ટ્સ એડવાઈઝર આસિફ મહેમૂદે કહ્યું હતું કે શાકિબની બે ઓળખ છે. ક્રિકેટર અને રાજનેતા. શાકિબ ક્રિકેટરને પૂરતી સુરક્ષા અપાઈ શળકે છે પરંતુ લોકોને તેની રાજકીય ઓળખથી સમસ્યા છે. જો લોકો તેમનાથી ગુસ્સે છે તો તેમની સુરક્ષાનું કહેવું મુશ્કેલ છે. હત્યાનો આરોપ તખ્તાપલટ દરમિયાન જ શાકિબ અલ હસન વિરુદ્ધ હત્યાનો મામલો નોંધાયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ મૃતક રૂબેલના પિતા રફીકુલ ઈસ્લામે ઢાકાના અદબોર પોલીસ સ્ટેશનમાં શાકિબ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. રૂબેલ એક કપડાં શ્રમિક હતો જેનું એક પ્રદર્શન દરમિયાન મોત થયું હતું. શાકિબ ઉપરાંત અન્ય આરોપીઓમાં પૂર્વ પીએમ શેખ હસીના, ઓબૈદુલ કાદર અને 154 અન્ય લોકો પણ સામેલ છે. લગભગ 400-500 અજાણ્ય લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. કથિત રીતે 5 ઓગસ્ટે રૂબેલે એડબોરમાં રિંગ રોડ પર એક વિરોધ માર્ચમાં ભાગ લીધો હતો. રેલી દરમિયાન કોઈએ કથિત રીતે એક સુનિયોજિત અપરાધિક ષડયંત્ર હેઠળ ભીડ પર ગોળીઓ ચલાવી. આ દરમિયાન રૂબેલનું મોત થયું હતું. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.