જયપુરમાં આજે સવારે મોટો અકસ્માત સર્જાયો. જયપુર શહેરથી નીકળતા જ ભાંકરોટા વિસ્તારમાં એલપીજી ટ્રક અને સીએનજી ટેંકર પરસ્પર ટકરાયા ત્યારબાદ બંને ટંકરોમાં આગ લાગી. આ અકસ્માત ભાંકરોટામાં આવેલા એક પેટ્રોલ પંપની બહાર ઘટી. આગ એટલી ભીષણ હતી કે વિસ્તારમાં હડકંપ મચી ગયો. આગની સૂચના મળતા જ જયપુર શહેરના તમામ ફાયર સ્ટેશનોથી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. આગને ઓલવવાના પ્રયત્નો ચાલુ છે. જ્યાં આ અકસ્માત થયો તે વિસ્તાર જયપુરથી અજમેર જનારા નેશનલ હાઈવે પર છે. આગના કારણે ટ્રાફિક થોભી દેવાયો છે. આગમાં અનેક ગાડીઓ ઝપેટમાં આવી ગઈ. ત્યારબાદ ભાગદોડ મચી ગઈ. આ દુર્ઘટનામાં 8 લોકોના અત્યાર સુધી મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અનેક લોકો ઘાયલ છે. મૃત્યુઆંક 8 થયો આ અકસ્માતમાં મૃત્યુઆંક હવે 8 પર પહોંચ્યો છે. જેમાં એક એક વર્ષના માસૂમ બાળકનું પણ મોત નિપજ્યું છે. અકસ્માત સવારે લગભગ 5.44 વાગ્યાની આસપાસ થયો હતો. જેમાં રાજસ્થાન રોડવેઝની પણ એક બસ ઝપેટમાં આવી હતી. રોડવેઝની ભીલવાડા ડેપોની બસ ઝપેટમાં આવી હતી. બસનો નંબર RJ09PA7386 હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ અજમેર રોડ પર ભાંકરોટા વિસ્તારમાં દિલ્હી પબ્લિક સ્કૂલ પાસે એક ભીષણ આગ લાગી. અચાનક વિસ્ફોટ થવાથી લાગી હતી. જેના કારણે આસપાસ ઊભેલા અને જઈ રહેલા લગભગ 15-20 વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા. આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ અનેક કિલોમીટર દૂર સુધી જોવા મળી. #WATCH | Bhankrota fire accident | Jaipur | Rajasthan Deputy CM Prem Chand Bairwa says, "It is a tragic incident. We are saddened by the death of 4-5 people. Around 39 people are admitted to SMS Hospital. The CM has visited the hospital...I am here reviewing the incident spot." pic.twitter.com/NEwSNQaSOm — ANI (@ANI) December 20, 2024 આગની ઘટના બાદ અજમેર રોડ પર અનેક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. પોલીસ પ્રશાસન અને ફાયર બ્રિગેડે તત્કાળ કાર્યવાહી કરી અને આગ પર કાબૂ મેળવવા માટે લગભગ 20 ગાડીઓ કામે લગાવી. આગ એટલી ભયાનક હતી કે વિસ્તારના લોકો દહેશતમાં આવી ગયા અને સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો. આગની જ્વાળાઓએ અનેક લોકોને લપેટમાં લીધા હોવાનું કહેવાય છે. જો કે તેની સંખ્યા હજુ સામે આવી નથી. પોલીસ પ્રશાસન અને અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાવ્યું અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. રાજસ્થાનના ડેપ્યુટી સીએમ પ્રેમ ચંદ બૈરવાએ કહ્યું કે આ ખુબ ટ્રેજિક અકસ્માત હતો. જેમાં 4-5 લોકોના મોત થયા છે. 39 જેટલા લોકો એસએમએસ હોસ્પિટલમાં દાખલ છે. #WATCH | Jaipur, Rajasthan | SMS Medical College Principal, Dr Deepak Maheshwari says, "...4 people have died in the incident. 24-25 people have been admitted to the ICU. More people are coming. Many people have been injured in the incident. It is a severe accident..." pic.twitter.com/6SENPpLOWm — ANI (@ANI) December 20, 2024 આ દુર્ઘટના વિશે જયપુર SMS મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો. દીપક મહેશ્વરીએ કહ્યું કે અત્યાર સુધી 4 મૃતદેહો આવી ચૂક્યા છે અને 24થી 25 લોકો આઈસીયુમાં દાખલ છે. હજુ વધુ લોકોને લાવવામાં આવી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જયુપર અગ્નિકાંડમાં ઘાયલોને મળવા અને સ્થિતિની સમીક્ષા માટે એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા છે. #WATCH | Rajasthan CM Bhajanlal Sharma reaches SMS Hospital to meet the injured in the Jaipur fire and take stock of the situation (Source: CMO) pic.twitter.com/x4Sa63KPDz — ANI (@ANI) December 20, 2024 સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો, કોઈની રજૂઆત ગાંધીનગર ના આવે', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ
December 20, 2024ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમની વસતી!
December 20, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
Featured News
Latest From This Week
એક નહિ, બે મહાસંકટમાંથી દુનિયાને બચાવશે પ્રાચીન મુસ્લિમ ટેકનિક, વૈજ્ઞાનિકો પણ માની ગયા
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
ટોપ અભિનેત્રીઓમાં જેની ગણના થાય છે તે આ ગુજ્જુ ગર્લ એ સમયે દેવામાં ડૂબી હતી, રસ્તા પર વીતાવી હતી રાતો
GUJARATI
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.