GUJARATI

શેખ હસીના જ નહીં આ 7 રાષ્ટ્ર પ્રમુખો પોતાનો દેશ છોડીને ભાગેલા, નામ જાણીને ચોંકી જશો

International Leaders: પોતાના દેશવાસીઓને સંબોધતા એક ખાસ વીડિયામાં બાંગ્લાદેશના તત્કાલિન પ્રધાનમંત્રી શેખ હસીનાએ કહ્યું હતું કે લાશોના ઢગલા ના જોવા પડે માટે મે રાજીનામુ આપી દીધુ છે. અમેરિકા બાંગ્લાદેશના સેંટ માર્ટિન ટાપુ પર કબજો કરવા માગતું હતું, આ ટાપુ સોંપી દેવા અમેરિકાએ ધમકીઓ આપી હતી. શેખ હસીનાની સાથો-સાથ જાણો એવા કયા-કયા દેશના વડાઓ છે જેમણે પોતાનો દેશ છોડીને ભાગવું પડ્યું હતું. 1. શેખ હસીના, પૂર્વ પ્રધાનમંત્રી, બાંગ્લાદેશઃ બાંગ્લાદેશમાં અત્યાર સુધી શેખ હસીનાની સામે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા હતા, હવે શેખ હસીનાના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમને દેશમાં પરત લાવવાની માગણી કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ ઢાકા-ખુલના હાઇવે પર ચક્કાજામ કર્યો હતો અને તેને બંધ કરી દીધો હતો. જેને પગલે લોકોને હટાવવા માટે આવેલા સૈન્ય અને પ્રદર્શનકારીઓ વચ્ચે સામસામે હિંસા થઇ હતી. શેખ હસીનાના સમર્થકોએ સૈન્ય પર પથ્થરમારો કર્યો હતો અને સ્થળેથી ખસી જવાની ના પાડી દીધી હતી. શેખ હસીનાએ જણાવ્યું હતું કે અમેરિકા બંગાળની ખાડીમાં પ્રભુત્વ જમાવવા માટે આ ટાપુ પર કબજો કરવા માગતું હતું. મે ના પાડી દીધી અને દેશની શાંતિ માટે રાજીનામુ આપ્યું, હું બાંગ્લાદેશના નાગરિકોને વિનંતી કરવા માગુ છું કે તેઓ કટ્ટરવાદીઓની વાતોમાં આવીને ઉશ્કેરાય નહીં અને શાંતિ જાળવી રાખે. જો હું બાંગ્લાદેશમાં રહી હોત તો વધુ લોકો માર્યા ગયા હોત. હું ટૂંક સમયમાં બાંગ્લાદેશ પાછી ફરીશ, મારી હાર ભલે થઇ પણ જીત બાંગ્લાદેશના લોકોની છે. 2. ગોટબાયા રાજપક્ષે, પૂર્વ રાષ્ટ્રપતિ, શ્રીલંકાઃ થોડા સમય પહેલાં શ્રીલંકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ દેશ છોડી દીધો હતો. તે માલદીવ નાસી ગયા હતા. રાજીનામું આપ્યા વિના ભાગી જતાં લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. જેને કારણે તે સમયે પણ સેકડો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. જેનાથી હવે શ્રીલંકામાં નવું રાજકીય સંકટ ઉભું થયું છે. 1948માં આઝાદ થયેલું શ્રીલંકા પોતાના અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ખાવા-પીવાનો સામાન અને દવા જેવી પાયાની જરૂરિયાતોની તંગી છે. તો પેટ્રોલ-ડીઝલ ખૂટી જવાના આરે છે. આ આર્થિક સંકટ માટે લોકો રાજપક્ષે પરિવારને જ જવાબદાર માની રહ્યા છે. ગોટાબાયા રાજપક્ષે પહેલાં એવા રાષ્ટ્રપ્રમુખ નથી જેમણે મુશ્કેલી આવવાથી દેશ છોડવાનો વારો આવ્યો હોય. આ પહેલાં અનેક નેતાઓની સ્થિતિ વણસતાં રાતોરાત દેશ છોડીને ભાગવાનો વારો આવ્યો હોય. 3. પરવેઝ મુશર્રફ, પાકિસ્તાન: 2013ની ચૂંટણીમાં જીત પછી નવાઝ શરીફની પાર્ટી pml-N સત્તામાં આવી. નવાઝ શરીફ પ્રધાનમંત્રી બન્યા. શરીફ સરકારે મુશર્રફ પર દેશદ્રોહનો કેસ કર્યો. 31 માર્ચ 2014માં મુશર્રફને આરોપી બનાવવામાં આવ્યા. તેની વચ્ચે 18 માર્ચ 2016માં મુશર્રફ સારવાર માટે દુબઈ જતા રહ્યા, ત્યારથી પાછા ફર્યા જ નહીં. મુશર્રફ હાલમાં દુબઈમાં છે. અને તેમની તબિયત બહુ ખરાબ છે. 4. નવાઝ શરીફ, પાકિસ્તાન: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને બે વખત દેશ છોડવો પડ્યો. પહેલીવાર તેમને 1999માં કારગિલ યુદ્ધ પછી દેશ છોડવો પડ્યો હતો. કારગિલ યુદ્ધ પછી નવાઝ શરીફ તત્કાલીન સેના પ્રમુખ પરવેઝ મુશર્રફને હટાવવા માગતા હતા. મુશર્રફને તેની માહિતી મળી ગઈ. તેમના વફાદારોએ નવાઝ શરીફને નજરકેદ કરી લીધા અને જેલમાં પૂરી દીધા. પછી નવાઝ શરીફને 10 વર્ષ માટે સઉદી અરબ મોકલી દેવામાં આવ્યા. 2007માં સુપ્રીમ કોર્ટના આદેશ પર શરીફ પોતાના પરિવારની સાથે પાકિસ્તાન આવ્યા. 2013માં શરીફ ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા. પનામા પેપર લીકમાં તેમનું નામ સામે આવ્યા પછી મુશ્કેલી વધી ગઈ. સુપ્રીમે શરીફ પર આજીવન કોઈપણ સરકારી પદ પર આવવાની રોક લગાવી. 2018માં તેમને આવક કરતાં વધારે સંપત્તિના કેસમાં 10 વર્ષની સજા સંભળાવી, જોકે શરીફ સઉદી ચાલ્યા ગયા. શરીફ હજુ પણ પાકિસ્તાનની બહાર જ છે. 5. રઝા શાહ પહલવી, ઈરાન: ઈરાનમાં પહલવી વંશનું શાસન ચાલી રહ્યું હતું. 1949માં ઈરાનનું નવું બંધારણ લાગુ થયું. તે સમયે દેશના રાજા હતા રઝા શાહ પહલવી. 1952માં મોહમ્મદ મોસદ્દિક પ્રધાનમંત્રી બન્યા. પરંતુ 1953માં તેમની ખુરશી છીનવાઈ ગઈ અને તેના પછી શાહ પહલવી દેશના સર્વેસર્વા બની ગયા. આ તખ્તાપલટ લોકોને પસંદ ના આવી. લોકોની નજરોમાં રઝા પહલવી અમેરિકાની કઠપૂતળી બની ગયા હતા. તે સમયે શાહ પહલવીના વિરોધી નેતા હતા આયોતલ્લાહ રુહોલ્લાહ ખૌમેની. 1964માં શાહ પહલવીએ ખૌમેનીને દેશનિકાલ આપી દીધો. સપ્ટેમ્બર 1978માં ઈરાનમાં શાહ પહલવી સામે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા.લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. તેને ઈસ્લામિક ક્રાંતિ પણ કહેવામાં આવે છે. 16 જાન્યુઆરી 1979માં શાહ પહલવી પોતાના પરિવારની સાથે ઈરાન છોડીને અમેરિકા ચાલ્યા ગયા,. ફેબ્રુઆરી 1979માં ખૌમેની ફ્રાંસથી ઈરાન પાછા ફર્યા. 6. અશરફ ગની, અફઘાનિસ્તાન: ગયા વર્ષે અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું. તેના પછી ત્યાં તાલિબાને ધીમે-ધીમે કરીને કબજો કરવાનું શરૂ કરી દીધું. 15 ઓગસ્ટ 2021ના દિવસે તાલિબાનીઓએ અફઘાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો. અને તેની સાથે જ ત્યાં તાલિબાનનું શાસન શરૂ થઈ ગયું. તાલિબાનીઓના રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસતાં પહેલાં જ ત્યાંના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો હતો. તે સંયુક્ત આરબ અમીરાત ભાગી ગયા હતા. બીજા દિવસે તેમણે અફઘાનિસ્તાનના લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે જો તે ત્યાંથી ન ગયા હોત તો બહુ લોહી વહ્યું હોત. 7. વિક્ટર યાનુકોવિચ, યુક્રેન: ફેબ્રુઆરી 2010માં યુક્રેનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં વિક્ટર યાનુકોવિચની જીત થઈ. યાનુકોવિચે રશિયાની સાથે સાથે યુરોપિયન યૂનિયનની સાથે સારા સંબંધ બનાવવાનો વાયદો કર્યો. નવેમ્બર 2013માં યુરોપિયન યુનિયનની યુક્રેન સાથે એક સમજૂતી થવાની હતી. પરંતુ યાનુકોવિચ તેમાંથી હટી ગયા. તેના પછી યુક્રેનમાં વિદ્રોહ શરૂ થઈ ગયો. આ દરમિયાન યાનુકોવિચ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. 22 ફેબ્રુઆરી 2014માં યુક્રેનની સંસદમાં યાનુકોવિચને પદ પરથી હટાવવા પર મતદાન થયું. તેમાં 447માંથી 328 સભ્યોએ તેમને હટાવવાના પક્ષમાં મત આપ્યો. પરંતુ તેની પહેલાં જ યાનુકોવિચ દેશ છોડીને ભાગી ગયા હતા. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.