GUJARATI

Kitchen Tips: રસોડામાં રોજ વપરાતી આ 7 વસ્તુઓની સેલ્ફ લાઈફ હોય ઓછી, સમયાંતરે બદલવામાં ન આવે તો કરે નુકસાન

Kitchen Tips: દરેક ઘરના રસોડામાં રોજ રસોઈ બનાવવામાં કેટલીક વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેને સરળ ભાષામાં કિચન ટૂલ્સ પણ કહેવાય છે. આ વસ્તુઓ રોજની રસોઈના કામને સરળ બનાવે છે. રસોડામાં રોજ વપરાતી વસ્તુઓની પણ સેલ્ફ લાઈફ હોય છે એટલે કે તેને એક નિશ્ચિત સમય મર્યાદા સુધી જ વાપરી શકાય છે પછી તેના બદલવી જરૂરી થઈ જાય છે. ખાસ કરીને 7 એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ રોજ થતો હોય છે અને તેની સેલ્ફ લાઈફ ઓછી હોય છે એટલે કે થોડા સમય પછી તમારે આ વસ્તુઓને બદલવી જોઈએ. જો તમે આ વસ્તુઓને બદલતા નથી અને રોજ તેનો ઉપયોગ લાંબા સમય સુધી કરો છો તો તે નુકસાન કરવા લાગે છે. આજે તમને જણાવીએ એવી 7 વસ્તુઓ વિશે જેને થોડા સમય વાપર્યા પછી બદલી દેવી જરૂરી છે નહીં તો તે ફાયદો કરવાને બદલે નુકસાન કરવા લાગશે. રસોડાની આ 7 વસ્તુઓને બદલવી જરૂરી આ પણ વાંચો: માસિકના 7 દિવસ પહેલા કરી લેશો આ કામ તો ત્વચા પર નહીં નીકળે હોર્મોનલ પિંપલ્સ મસાલા રસોઈમાં રોજના મસાલાની ઉપરાંત કેટલાક ખડા મસાલા અને ઔષધી ગણાતા મસાલાનો ઉપયોગ થાય છે. આ પ્રકારના ખડા મસાલા ને વાપરવાનો પણ સમય હોય છે. ખડા મસાલા ત્યાં સુધી જ વાપરવા જોઈએ જ્યાં સુધી તેમાં સુગંધ હોય. ખડા મસાલામાંથી સુગંધ ગાયબ થઈ જાય પછી તેને બદલી દેવા જોઈએ. કિચન નેપકીન દરેક રસોડામાં એક નેપકીન તો જોવા મળે જ છે. આ નેપકીન સફાઈ ખૂબ જ જરૂરી છે. જો આ કપડાને વધારે દિવસો સુધી સાફ કર્યા વિના ઉપયોગ કરવામાં આવે તો તેમાં કીટાણુ વધવા લાગે છે. તેથી જ તેને દર બે દિવસે ધોવાનું રાખો. આ સિવાય આ નેપકીનને ત્રણથી ચાર મહિના સુધી જ વાપરવું જોઈએ ત્યાર પછી તેને ડિસ્કાર્ટ કરી નવું નેપકીન વાપરવા કાઢી લેવું. આ પણ વાંચો: ઘૂંટણ સુધી લાંબા વાળ માટે એલોવેરામાં આ વસ્તુ ઉમેરી લગાવો વાળમાં, તુરંત દેખાશે અસર નોનસ્ટીક પેન નોનસ્ટીક પેનનો ઉપયોગ કરવાની ઘણા લોકો મનાઈ કરે છે. પરંતુ નોનસ્ટિકમાં રસોઈ બનાવી સરળ હોય છે તેથી લોકો તેનો ઉપયોગ કરે છે. પરંતુ નોનસ્ટિક વાસણનો ઉપયોગ પણ લાંબા સમય સુધી કરવો નહીં. ખાસ કરીને જો તેનું કોટિંગ નીકળવા લાગે તો આ વાસણને તુરંત જ બદલી દો. જે નોનસ્ટીક પેનમાંથી કોટિંગ નીકળી ગયું હોય તેનો ઉપયોગ કરવાથી ગંભીર બીમારી પણ થઈ શકે છે. આ પણ વાંચો: પૂજા માટે 5 વસ્તુના પરફેક્ટ માપ સાથે બનાવો પંચામૃત, જાણો પંચામૃત બનાવવાની સાચી રીત ચોપિંગ બોર્ડ જો તમે શાકભાજી સમારવા માટે ચોપિંગ બોર્ડનો ઉપયોગ કરો છો તો આ ચોપિંગ બોર્ડ પણ એક વર્ષે બદલી દેવું જરૂરી છે. ચોપિંગ બોર્ડ ખરાબ ન થયું હોય તો પણ એક વર્ષ સુધી જ તેનો ઉપયોગ કરો પછી નવા બોર્ડનો ઉપયોગ કરવાની શરૂઆત કરો. પ્લાસ્ટિક કન્ટેનર પ્લાસ્ટિક કન્ટેનરનો ઉપયોગ અલગ અલગ વસ્તુઓ ભરવા માટે થતો હોય છે. સમયાંતરે તેને સાફ કરવા જરૂરી છે અને તેની સાથે જ તેને બદલવા પણ જરૂરી છે. પ્લાસ્ટિક કન્ટેનર ને સાફ કરીને પણ વર્ષો સુધી વાપરવા નહીં થોડા સમય પછી પ્લાસ્ટિકના કન્ટેનરને બદલી દેવા જોઈએ. આ પણ વાંચો: Belly Fat: 40 ની કમર પણ થઈ જશે 26 ની.. પેટની ચરબી ઉતારવા અપનાવો આ 1 સરળ ઘરેલુ ઉપાય વાસણ સાફ કરવાનું સ્પંજ રસોઈના વાસણ સાફ કરવા માટે જે સ્પંજનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં બેક્ટેરિયા સૌથી વધારે હોય છે. સ્પંજને પણ દર બે અઠવાડિયે બદલી દેવું જોઈએ. બે અઠવાડિયાથી વધુ સમય માટે જો તમે આ સ્પંજ વાપરો છો તો તેમાંથી બદબૂ પણ આવે છે અને તેના બેક્ટેરિયા તમને બીમાર પણ પાડી શકે છે સિલિકોન સ્પેચુલા ભોજન બનાવવા માટે હવે સિલિકોનના સ્ટેચ્યુલા વાપરવાનો ટ્રેન્ડ વધ્યો છે. જો તમે પણ સિલિકોન સ્પેચુલા રસોડામાં વાપરતા હોય તો તેને થોડા થોડા સમયે બદલવાનું રાખો. આ સ્પેચ્યુલા રાસાયણિક પદાર્થોથી બનાવવામાં આવે છે જેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે (Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. તેની પુષ્ટિ કરતું નથી.) સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.