GUJARATI

આગામી 48 કલાક સૌથી ભારે, 31 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી, જાણો ક્યારે કયાં જિલ્લામાં પડશે વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં અનેક જગ્યાએ અતિભારે વરસાદ થયો છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આ વચ્ચે હજુ આગામી 48 કલાક ભારે છે. હવામાન વિભાગ દ્વારા 31 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ આગામી 48 કલાક અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે 27 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો તમે પણ જાણો 31 ઓગસ્ટ સુધી શું છે હવામાન વિભાગની આગાહી અને કયારે કયા જિલ્લામાં વરસાદ પડશે. 27 ઓગસ્ટે ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 27 ઓગસ્ટે ગુજરાતમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સિવાય અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, ગીર સોમનાથ અને અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. 28 ઓગસ્ટે આ જિલ્લામાં વરસાદની આગાહી 28 ઓગસ્ટની વાત કરવામાં આવે તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે મોરબી, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. 29 ઓગસ્ટે આ જિલ્લામાં છે આગાહી 29 ઓગસ્ટે કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય કેટલીક જગ્યાઓમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, તાપી, નવસારી, વલસાદ, ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. 30 ઓગસ્ટે અહીં પડશે વરસાદ 30 ઓગસ્ટની વાત કરવામાં આવે તો કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં કોઈ આગાહી નથી. 31 ઓગસ્ટની આગાહી 31 ઓગસ્ટે રાજ્યમાં માત્ર કચ્છ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય અન્ય કોઈ જિલ્લામાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.