GUJARATI

Gujarat Beaches: ફરવાના શોખીનોને પણ ભાગ્યે જ ખબર હશે ગુજરાતના આ બીચ વિશે, આ Video જોઈને તરત બનાવશો પ્રોગ્રામ

Gujarat Beaches: તમને જો બીચ પર ફરવાની અને સમુદ્રની લહેરો સાથે ખેલવાની મજા આવતી હોય તો બીચ રસીયાઓ માટે ગોવા, મુંબઈ ઉપરાંત આપણા ગુજરાતમાં પણ અનેક એવા બીચ સ્થળો છે જે તમને આહલાદક અને સુંદર અનુભૂતિ કરાવવા માટે સમર્થ છે. ગુજરાતને 1600 કિમીનો લાંબો દરિયાકિનારો મળેલો છે એટલે સ્વાભાવિક રીતે ગુજરાતના એવા અનેક બીચો પણ હોય જે તમને મજાની અનુભૂતિ કરાવે. આવા જ એક બીચ વિશે આજે આપણે જાણીશું. ગુજરાતના બીચો ગુજરાતમાં શિવરાજપુર બીચ છે જે બ્લ્યુ ફ્લેગ બીચ પણ છે. દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે છે. આ ઉપરાંત પોરબંદરનો માધવપુર બીચ, વલસાડ પાસે આવેલો તિથલ બીચ, કચ્છનો માંડવી બીચ, સુરતનો ડુમસ બીચ, ભાવનગર પાસેનો ગોપનાથ બીચ, મહુવાથી 5 કિમી દૂર ભવાની બીચ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાની સરહદે આવેલો સર્કેશ્વર બીચ, અહમદપુર માંડવી બીચ, વલસાડ પાસે જ નારગોલ બીચ, સોમનાથ બીચ વગેરે પણ એટલા જ પ્રસિદ્ધ છે. પરંતુ અમે તમને એક એવા બીચ વિશે જણાવીશું જે તમે કદાચ ઓછો જાણ્યો હશે પરંતુ સુંદરતામાં એક પણ બીચ કરતા જરાયકમ નથી તો ચાલો જાણીએ આ અદભૂત બીચ વિશે. A post shared by Gujarat Tourism (@gujarattourism) પોરબંદર પાસે છે આ બીચ અમે જે બીચ વિશે વાત કરી રહ્યા છીએ તે છે પોરબંદરથી 30 કિલોમીટર નજીક આવેલા મિયાણી બીચ વિશે. અદભૂત બીચ છે. આ બીચ પોરબંદર તાલુકાના મિયાણી ગામ નજીક આવેલો છે. દરિયા કિનારો સપાટી પાસે થોડો ખડકો અને સ્વચ્છ પાણી તથા દંડ પાવડરી ભાતવાળી રેતી સાથે ભવ્ય અનુભવ તમને કરાવશે. ફરવા માટે તથા પ્રવાસન સંબંધિત પ્રવૃત્તિઓ માટે મિયાણી એક શ્રેષ્ણ લોકેશન કહી શકાય. સ્વચ્છ દરિયો અને નાની હિલ રાઈટ પણ આ બીચ પર જોવા મળે છે. આ જગ્યા પોરબંદર, સોમનાથ, જૂનાગઢ, દ્વારકા સહિતના મોટા શહેરો સાથે જોડાયેલી પણ છે. કેવી રીતે જઈ શકો જો તમારે આ બીચની મુલાકાત લેવી હોય તો તમને ગુજરાતના અમદાવાદ, દ્વારકા, રાજકોટ, વેરાવળ, જૂનાગઢ તથા જામનગર જેવા મોટા શહેરોમાંથી સરકારી બસ કે પ્રાઈવેટ વાહન મળી શકે છે. ટ્રેન દ્વારા આવવું હોય તો સૌથી નજીકનું સ્ટેશન પોરબંદર છે. એકવાર આ બીચનો લ્હાવો જરૂર લેવા જેવો છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.