GUJARATI

જગત મંદિર દ્વારકામાં શ્રીકૃષ્ણની મૂર્તિની એક આંખ કેમ બંધ છે, કૃષ્ણ ભક્તો પણ નથી જાણતા આ કારણ

Dwarkadhish Temple : દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવને ધામધૂમથી મનાવવામાં આવશે. ભાવિકોમાં પણ ઠાકોરજીના જન્મોત્સવને મનાવવા અનેરા ઉત્સાહ સાથે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના અતિપ્રસિદ્ધ એવા કૃષ્ણ મંદિરો દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. લાખોની સંખ્યામાં આજે ભક્તો વ્હાલાના દર્શન માટે આવી પહોંચશે. ડાકોર ખાતે પણ જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી થશે. રણછોડજીના દરબારમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ શરૂ જશે. ભક્તો ભગવાનના દરબારમાં શીશ નમાવી ધન્યતા અનુભવશે. ત્યાર બાદ મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે. ભગવાનને સોનાના પારણામાં બિરાજમાન કરાશે. પુરાણો પ્રમાણે લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકા નગરી વસાવી હતી ત્યારે જે સ્થાને તેમનો મહેલ એટલે હરિગૃહ હતો. ત્યાં જ દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણની શ્યામવર્ણી ચતુર્ભૂજ પ્રતિમા છે. જે ચાંદીના સિંહાસન ઉપર વિરાજમાન છે. તેઓએ પોતાના હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલાં છે. જગત મંદિર દ્વારકા રોજ લાખો ભક્તોથી ભરેલું હોય છે. અહી રોજ લાખો શ્રદ્ધાળુઓ માથુ ટેકવે છે અને દ્વારકાધીશના ચરણ સ્પર્શ કરીને પોતાના ધન્ય અનુભવે છે. પરંતુ જો તમે સાચા કૃષ્ણ ભક્ત હોવ તો એ જરૂર જાણી લો કે, દ્વારકાધીશ મંદિરના શ્રીકૃષ્ણની મૂર્તિની એક ખાસિયત છે જે બહુ ઓછા લોકો જાણે છે. શું તમને ખબર છે કે દ્વારિકાધીશની મૂર્તિની એક આંખ બંધ છે. મૂર્તિની રચના જ એવી છે કે, તેની એક આંખ બંધ છે. ત્યારે આ પાછળ કેટલીક લોકવાયકા છે. જન્માષ્ટમીએ મોડી રાત સુધી ખુલ્લુ રહેશે દ્વારકા મંદિર, દર્શનના સમયમાં કરાયો ફેરફાર દ્વારકાધીશની મૂર્તિની વિશેષતા કઈ આંખ બંધ અને કઈ ખુલ્લી છે મંદિરમાં જે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ છે તે અલૌકિક છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે, ભગવાન દ્વારકાધીશની મૂર્તિમાં ભગવાનની જમણી આંખ બંધ છે અને ડાબી અડધી ખૂલવા જઈ રહી છે. આ પાછળ એક લોકવાયકા હોવાનું કહેવાય છે. એક આંખ બંધ હોવાનું કારણ ભગવાન દ્વારકાધીશને એક આંખ બંધ વિશે એવી લોકવાયકા છે કે, હુમલાખોર બાદશાહ મોહંમદ શાહ દ્વારકાના પાદર સુધી પહોંચી ગયો હતો, આ સમયે ગૂગળી બ્રાહ્મણોએ તથા અન્ય સમાજના આગેવાનોએ આ મૂર્તિને દ્વારકાધીશ જગતમંદિરથી અડધો કિ.મી. દૂર સિદ્ધનાથ મહાદેવના મંદિરની સામે સાવિત્રી વાવ પાસે રામવાડીમાં છુપાવી હતી અને વિધર્મી યોદ્ધાઓ દ્વારકામાં ઘૂસી ગયા ત્યારે આ મૂર્તિને સાવિત્રી વાવમાં છુપાવાઈ હતી. બેગડાના આક્રમણ દરમિયાન 14 વર્ષ સુધી મંદિર મૂર્તિવિહોણું રહ્યું હતું. દ્વારકામાંથી વિધર્મીઓને હાંકી કાઢ્યા બાદ આ મૂર્તિને ફરીથી જગતમંદિરમાં બિરાજમાન કરાઈ છે. બીજી વાયકા મુજબ આ મૂર્તિ સાવિત્રી વાવમાંથી સ્વયંભૂ ઉત્પન્ન થઈ હતી, પરંતુ હકીકતમાં આ મૂર્તિને ત્યાં સંતાડાઈ હતી અને મૂર્તિ ત્યાંથી અહીં મંદિરમાં લવાઈ ત્યારે એક આંખ બંધ રહી અને બીજી અડધી જ ખુલ્લી રહી એવી લોકવાયકા છે. સાતમના દિવસે ઠંડું ખાવું જોઈએ કે નહિ તે વિશે ડોક્ટરનું શું કહેવું છે, આપી ખાસ સલાહ સાતમ પર ઠંડુ જમવાની પ્રથા કેવી રીતે પડી, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.