GUJARATI

બેનને લગ્ન વિના મા બનવું છે! મા જમાઈને બદલે શોધી રહી છે પાર્ટનર : આ હિરોઈનના ઘરના આવા છે હાલ

Entertainment News: ફેશન ક્વિન ઉર્ફી જાવેદ પોતાના અતરંગી કપડાંને કારણે હંમેશાં કોન્ટ્રાવર્સીમાં રહેતી હોય છે. ઘણા લોકો એ જાણવા માગે છે કે ખરેખર ઉર્ફીની અસલી જિંદગી કેવી છે. અમે તમને અહીં ઉર્ફી અંગેની કેટલીક વિગતો આપી રહ્યાં છીએ. તમે ઉર્ફી સાથે એના પરિવારને પણ અંગત રીતે જાણી શકશો. કંટ્રોવર્સિલ કિંગ ઉર્ફી જાવેદની લાઈફ પર બનેલી ફિલ્મ ફોલો કરલો યારમાં તેની જિંદગીના દરેક પહેલુંને દેખાડવાનો પ્રયાસ થયો છે. સીરિઝમાં ઉર્ફી જાવેદે પોતાની મોટી બહેન ઉરૂસાના 2 બોયફ્રેન્ડનો પણ ખુલાસો કર્યો છે. ઉરૂસાના બંને બોય ફ્રેન્ડ બ્રેકઅપ બાદ પણ ઉર્ફીના પરિવાર સાથે ઘણા ક્લોઝ છે. આ સીરિઝમાં ઉર્ફીની મોટી બહેન ઉરૂસાના લગ્ન અને બાળકો અંગે કેટલાક શોકિંગ ખુલાસા પણ કરવામાં આવ્યા છે. ઉર્ફીની બહેન તેના કરતાં 4 ચાસણી ચડે તેવી છે. લગ્નના સવાલ પર ઉરૂસાએ ખુલાસો કર્યો છે કે તે લગ્નમાં માનતી જ નથી. જો એના લગ્ન ન થયા તો તે સીધી બાળકોની મા બની જશે. ઉરૂસાએ કહ્યું કે એને ક્યારેય લગ્ન જ નથી કરવા. તેને ફક્ત બાળક જોઈએ છે. મારે પતિ અને એનો સામાન નથી જોઈતો. એનો મતલબ એ પણ નથી કે તેને પ્રેમમાં વિશ્વાસ નથી પણ જ્યારે થશે ત્યારે જોઈ જવાશે. ઉરૂસાની નાની બહેને મોટી બહેનના આ અભિપ્રાય પર નારાજગી જાહેર કરી છે. એને કહ્યું છે કે લગ્ન નથી કરવા તો એક બાળકને એડોપ્ટ કરી લો. લગ્ન વિના બીજાનું બાળક ઉછેરવું કેટલું યોગ્ય છે. જોકે, ઉરૂસા કહે છે કે એને બાળક એડોપ્ટ કરવું નથી. એને પોતાના કૂખે ઉછરેલું બાળક જોઈએ છે. અસફીએ મોટી બહેન ઉરૂસાને કહ્યું કે નાજાયજ બાળકને સમાજ સ્વીકારતો નથી. જોકે ઉરૂસાએ નાની બહેનની વાત કાપીને જોરથી બોલે કહે છે કે નાજાયજ કહેવું એ ખોટું છે. આ સીરિઝમાં ઉર્ફીએ પોતાની માના છૂટાછેડા પર પણ વાત કરી છે. ઉર્ફીએ કહ્યું છે કે તેમની માના વર્ષો પહેલાં છૂટાછેડા થયા છે. જોકે, ડોક્યુમેન્ટ પર તલાકનું પ્રૂફ નથી. જેથી ઉર્ફી પોતાની માને લીગલી છૂટાછેડા કરાવી એને લગ્નના બંધનમાંથી મુક્ત કરવાવા માગે છે. ઉર્ફીએ કહ્યું કે એની માને પણ લિગલી જિંદગી જીવવાનો પૂરો અધિકાર છે. એ ઓફિશિયલી છૂટાછેડા બાદ લાઈફમાં આગળ વધી શકે છે. જો તે ઈચ્છે તો બીજા પુરૂષ સાથે ડેટ પર પણ જઈ શકે છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.