GUJARATI

Gold Rate Today: જન્માષ્ટમીના દિવસે સોના-ચાંદીમાં મોટી ઉથલપાથલ, સોનું લેવા નીકળો તે પહેલા ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

જન્માષ્ટમીના દિવસે જો તમે સોનું કે ચાંદી ખરીદવા માટે તૈયારી કરતા હોવ તો તમારા માટે લેટેસ્ટ ભાવ જાણવા ખુબ જરૂરી છે. વાયદા બજાર અને શરાફા બજાર બંને જગ્યાએ સોના અને ચાંદીમાં ભારે ઉતાર ચડાવ જોવા મળ્યા છે. જાણો લેટેસ્ટ રેટ. વાયદા બજારમાં ભાવ વાયદા બજારમાં આજે મેટલ હળવા ઉતાર ચડાવ સાથે જોવા મળી અને 71,761 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ જોવા મળ્યો. ગત કારોબારી સેશનમાં 71,777 રૂપિયા પર ભાવ ક્લોઝ થયો હતો. આ દરમિયાન ચાંદીમાં 341 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને ભાવ 84,870 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. શુક્રવારે તે 85,211 પર ક્લોઝ થઈ હતી. #Gold and #Silver Opening #Rates for 26/08/2024 For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960 Follow us on Twitter : Follow us on Instagram : Follow us on Facebook : … pic.twitter.com/FIkUpmpDCG — IBJA (@IBJA1919) August 26, 2024 શરાફા બજાર ભાવ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 285 રૂપિયા ચડીને 71,709 રૂપિયાના સ્તરે પહોંચ્યું જે શુક્રવારે 71,424 પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 261 રૂપિયા ઉછળીને 65,685 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. ચાંદીમાં તો જાણે મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે ચાંદી 815 રૂપિયા ઉછળીને 85,430 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી છે. જે શુક્રવારે 84615 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. #Gold and #Silver Closing #Rates for 23/08/2024 For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960 Follow us on Twitter : Follow us on Instagram : Follow us on Facebook : … pic.twitter.com/zLrYqKwzwl — IBJA (@IBJA1919) August 23, 2024 ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.