GUJARATI

એક અકસ્માતે બરબાદ કરી નાખ્યું ક્રિકેટર તરીકેનું કરિયર, 'બલરામ' બનીને થઈ ગયા ઘરે ઘરે મશહૂર

રામાનંદ સાગરની રામાયણ સીરિયલ બાદ 'શ્રી કૃષ્ણા' ટીવી સીરિયલ પણ ખુબ જ પ્રખ્યાત થઈ હતી. ટીવીના ગણતરીના એવા શોમાં સામેલ છે જેણે દર્શકોના મનમાં અમીટ છાપ છોડી છે. અનેક વર્ષો બાદ પણ શોના કલાકારો લોકોના માનસપટલ પર તરોતાજા છે. જન્માષ્ટમીના અવસરે આજે અમે તમને એ પણ જણાવીશું કે શ્રી કૃષ્ણા સીરિયલમાં બલરામની ભૂમિકા ભજવનારા કલાકાર દીપક દુલકરને એક સમયે ક્રિકેટ રમવાનો ખુબ શોખ હતો અને કોલેજમાં તેઓ ક્રિકેટ ટીમમાં હતા. પરંતુ એક ઘટના એવી ઘટી કે તેમણે ક્રિક્ટને બાય બાય કરવું પડ્યું. દીપકે શ્રી કૃષ્ણા ઉપરાંત અનેક સીરિયલો કરી છે. પરંતુ લોકપ્રિયતા તેમને રામાનંદ સાગરની આ સીરિયલ થકી જ મળી. આજે પણ લોકો તેમને બલરામના પાત્ર માટે યાદ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક્ટર બનતા પહેલા દીપક ક્રિકેટર રહી ચૂક્યા છે. તેઓ મુંબઈ અંડર 19 ટીમ માટે ક્રિકેટ રમતા હતા. પરંતુ ઈજાના કારણે તેમણે ક્રિકેટ છોડવું પડ્યું. ત્યારબાદ તેમણે એક્ટર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી અને ખુબ નામના મેળવી. દીપક હજુ પણ એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એક્ટીવ છે. હવે તેઓ મરાઠી સિનેમા અને સીરિયલોમાં કામ કરે છે. અભિનેતાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમણે લોકપ્રિય ટીવી એક્ટ્રેસ નિશિગંધા વાડ સાથે લગ્ન કર્યા છે. નિશિગંધા શો ઉપરાંત અનેક ફિલ્મો પણ કરી ચૂકી છે. અભિનેતા હોવાની સાથે સાથે દીપક એક લેખક પણ છે. તેમણે ફિલ્મ સાદની કહાની પણ લખી હતી. આટલા વર્ષોમાં ઘણું બધુ બદલાઈ ગયું પરંતુ દીપકના ચહેરાની મુસ્કાન હજુ પણ એવી જ છે. અત્રે જણાવવાનું કે શ્રી કૃષ્ણા સીરિયલ 1993માં દુરદર્શન પર શરૂ થઈ હતી. આ સીરિયલમાં સર્વદમન ડી બેનર્જીએ શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવી હતી. યુવા કૃષ્ણનો રોલ સ્વપ્નિલ જોશીએ ભજવ્યો હતો જેમણે રામાયણમાં કુશની ભૂમિકા ભજવી હતી. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.