GUJARATI

એક ગામ,જ્યાં ભૂતો સાથે રહે છે લોકો! એક ગામ, જ્યાં ઘર-ઘરમાં ચાલે છે ભૂતોનું રાજ!

કામરાન જલીલી, સંવાદદાતા, ભૂત ગામ, રાંચી: કોઈ વ્યક્તિ ગમે તેટલો નીડર કેમ ન હોય પરંતુ ભૂતના નામ માત્રથી તેના મનમાં ડરનું મોજું ફરી વળે છે... પરંતુ જો ગામનું નામ જ ભૂત હોય તો પછી તેની કહાનીના રહસ્યથી ઈનકાર કરી શકાય નહીં... ઝારખંડમાં રાંચીથી લગભગ 40 કિલોમીટર દૂર ખૂંટી જિલ્લાનું એક એવું ગામ છે જેના નામમાં જ અનેક રહસ્ય છૂપાયેલા છે... જાણો વિગતવાર આ સ્પેશિયલ અહેવાલમાં... ઝારખંડની રાજધાની રાંચીથી 40 કિલોમીટર દૂર ખૂંટી જિલ્લાની હસીન ઘાટીઓની વચ્ચે વસેલું એક ગામ... જ્યાં બહારના લોકો આવતાં પહેલાં 100 વખત વિચારે છે... ત્યાં જ્યારે ઝી ન્યૂઝની ટીમ પહોંચી તો ત્યાંની શેરીઓમાં ફેલાયેલો સન્નાટો ડરાવનારો હતો....આ ગામનું નામ છે ભૂત... ધીમે-ધીમે તેનો અહેસાસ થઈ રહ્યો હતો... ગામમાં ઘરની બનાવટ અને ઘરની સામે બનેલી સમાધિ ડરાવનારી હતી.... ગામમાં દરેક પગલાંની દરેક તસવીર તેનામાં રહસ્યમયી છે... સમાધિ પર દરેક મૃતક વ્યક્તિ વિશે જાણકારી લખવામાં આવેલી છે.... ભૂત ગામના એક વ્યક્તિએ વાતચીતમાં દરેક ઘરની સામે બનેલી કબર અને તેના રહસ્ય વિશે જણાવ્યું... ભૂત ગામમાં ફેલાયેલો સન્નાટો અને ચીસો પાડતાં બાળકોના દ્રશ્યો ગામને વધારે રહસ્યમયી બનાવી દે છે.... બહારના લોકો આ ગામનું નામ સાંભળીને જ ડરી જા છે... ગામના વૃદ્ધ જણાવે છે કે આ ગામમાં ભૂતોનો વાસ છે પરંતુ તે ભૂત ગ્રામીણોને નુકસાન પહોંચાડતા નથી... પરંતુ તેમની રક્ષા કરે છે... અમે તેમની પૂજા કરીએ છીએ... તે અમારી રક્ષા કરે છે... ગામમાં માત્ર આદિવાસી સમાજના લોકો જ રહી શકે છે... પરંતુ જો કોઈ બીજા સમાજના લોકો ત્યાં રહેવા માગે તો તેમણે પણ તેવું જ કરવું પડે છે જેવી પરંપરાનું પાલન ભૂત ગામના લોકો કરે છે... આવું ન કરવાથી તેમનું જીવવું મુશ્કેલ બની જાય છે... દરેક ઘરની સામે બનેલી કબરની કહાની અને રહસ્ય પણ અનોખું છે... પૂર્વજોના સન્માનમાં લોકો દરરોજ તેમની પૂજા કરે છે... ઘરમાં જે કંઈપણ બને છે સૌથી પહેલાં કબર પર ચઢાવવામાં આવે છે.... ભૂત ગામના આગામી પડાવ પર અમને એક વિદ્યાર્થિની મળે છે... ઘણા પ્રયાસો પછી તેણે જણવ્યું કે કેવી રીતે તેના મિત્રો ગામમાં આવવાથી ડરે છે.... રિપોર્ટર: દોસ્ત લોકો આવવા માગે છે? વિદ્યાર્થિની: ના, અર્થાત કોઈપણ ઝડપથી આવવા માગતું નથી. કહે કે અહીંયા કંઈક થઈ જશે.)) અફવા છે કે દૂર-દૂરથી ગામના લોકો પોતાની દીકરીઓના લગ્ન પણ આ ગામમાં કરતા નથી... તેમને ભૂતોનો ડર પરેશાન કરે છે... ગામમાં લગ્નના સવાલ પર ભૂત ગામની જ વિદ્યાર્થિનીએ શું જણાવ્યું તે પણ જરૂર સાંભળવું જોઈએ... રિપોર્ટર: લગ્ન પ્રસંગ થાય છે ગામમાં સરળતાથી, બહારના લોકો લગ્ન કરવા આવે છે? વિદ્યાર્થિની: આમ તો અમે ગામમાં આવું થતાં જોયું નથી. માત્ર અહીંયા લોકલ આજુબાજુમાં જે લોકો જાણે છે તે કરે છે. બહારના લોકો સાથે લગ્ન હજુ સુધી જોયા નથી.)) ભૂત ગામની રક્ષા માટે કોઈ ગાર્ડની જરૂર નથી... આખા ગામની રક્ષા ભૂત કરે છે... દરેક ઘરની સુરક્ષા માટે એક અલગ ભૂત છે... દિવસ-રાત આત્માઓ ફરે છે... લોકો તેમનાથી ડરતા પણ નથી... કેમ કે ભૂત કોઈ બીજા નહીં પરંતુ તેમના પૂર્વજ જ છે... આજસુધી આ ગામના કોઈપણ માણસને ભૂતે કોઈ નુકસાન પહોંચાડ્યું નથી...લોકોનું માનવું છે કે ભૂત ખુશ તો પરિવાર પણ ખુશ... ભૂત ગામના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે... પરંપરા છે કે લોકો બધા તહેવારો પર પહેલાં ભૂતોની પૂજા કરે છે... જો ભૂતોની પૂજા ન કરવામાં આવે તો ગામનું નુકસાન થશે... પૂજા કરવાથી ભૂત ખુશ રહે છે અને ગામના લોકોને પ્રગતિ થાય છે... આથી કોઈપણ તહેવારમાં પહેલાં ભૂતોની પૂજા થાય છે... આ લોકો બહારથી કંઈપણ સામાન લઈને આવે તો સૌથી પહેલાં ભૂતોને ચઢાવવામાં આવે છે... તેના પછી તે વસ્તુને ઘરની અંદર લઈને જાય છે... જોકે સમયની સાથે ગામની સ્થિતિ ધીમે-ધીમે બદલાઈ રહી છે... આજુબાજુના ગામના લોકો હવે આ ભૂત ગામમાં પોતાની દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છે... જે કન્યાઓ ગામની અનોખી પરંપરાથી ડરીને પોતાના પિયર પાછી ગઈ હતી તે પણ પાછી આવી ગઈ છે... જોકે હવે લોકો પણ સમજી ગયા છે કે આ ભૂતોથી ડરવાની હવે કોઈ જરૂર નથી. ( Disclaimer: અમારો આશય કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી. અમારો પ્રયાસ માત્ર લોકોના મનમાંથી ખોટી માન્યતાઓ દૂર કરવાનો છે.) સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.