Popular Bikes: ભારતમાં કોમ્પ્યુટર કેટેગરીની બાઈક્સનું માર્કેટ ખૂબ મોટું છે આ કેટેગરીની બાઈક્સની ડિમાન્ડ આખું વર્ષ રહે છે. તેની પાછળનું કારણ છે કે તે બજેટ ફ્રેન્ડલી હોય છે અને જોરદાર માઇલેજ આપતું એન્જિન ધરાવે છે. આ બાઈક દર મહિને લોકોના હજારો રૂપિયા બચાવે છે. જો તમે પણ નવી બાઈક ખરીદવા માંગો છો તો આજે તમને ભારતમાં સૌથી વધુ વેચાતી 125 સીસીની ચાર બાઇક વિશે જણાવીએ. આ પણ વાંચો: CNG કાર લેવાનું વિચારો છો ? તો આ છે વર્ષ 2025 માં લેવા જેવી 4 કાર, જોરદાર છે માઈલેજ બજાજ CT125X આ લિસ્ટમાં સૌથી પહેલા આવે છે બજાજ CT125X બાઈક. તેની ડિઝાઈન મિનિમલ છે અને કંપનીએ તેના પર કામ કર્યું છે તે દેખાય છે. આ બાઈકમાં ફ્રંટમાં એલઈડી ડીઆરએલ સાથે એક ગોલ બલ્બ હેડલાઈટ આપવામાં આવી છે. બજાજ CT125X ને પાવર આપે છે 124.4 સીસી સિંગલ સિલેંડર એર કૂલ્ડ મોટર. અર્બન રાઈડ્સ માટે આ સારી બાઈક છે. આ પણ વાંચો: Whatsapp Call: થર્ડ પાર્ટી એપ વિના વોટ્સએપ કોલ રેકોર્ડ કરવા ફોનમાં આ સેટિંગ On કરો હોંડા શાઈન હોંડા શાઈન 125 સીસી કોમ્યુટર બાઈકની માર્કેટમાં લોકપ્રિય છે. તેની ડિઝાઈન સીમ્પલ છે. હોંડા શાઈન બે વેરિયંટમાં આવે છે. ડ્રમ અને ડિસ્ક. આ બાઈકમાં પાંચ કલર ઓપ્શન પણ મળે છે. શાઈનમાં સિંગલ સિલેંડર 123.94 સીસીનું એન્જીન વાપરવામાં આવ્યું છે. આ પણ વાંચો: Car Mileage: આ 5 એક્સેસરીઝ લગાવશો તો કારની માઈલેજ સાવ ઘટી જશે, ન કરતાં આ ભુલ ક્યારેય હીરો સુપર સ્પ્લેંડર હીરો સુપર સ્પ્લેંડર ડ્રમ અને ડિસ્ક બ્રેક વેરિયંટમાં ઉપલબ્ધ છે. તેમાં 124.7 સીસી એર કુલ્ડ સિંગલ સિલેંડર એન્જીન છે. આ બાઈકમાં ટેલિસ્કોપિક ફ્રંટ ફોર્ક્સ અને ડુઅલ રિયર શોક્સ સાથે ડાયમંડ ચેસિસ છે. આ બાઈક પણ શાનદાર માઈલેજ આપે છે. આ પણ વાંચો: YouTube પર સૌથી વધુ કેવા Video જોવાય છે ખબર છે ? આ વાત જાણીને તમે દંગ રહી જશો હોંડા એસપી 125 હોંડાની આ બાઈક 125 સીસી સેગમેંટમાં સૌથી બેસ્ટ છે. સારી ડિઝાઈન અને સ્ટાઈલિશ લુક તેને ખાસ બનાવે છે. હોંડા એસપી 125 ડ્રમ, ડિસ્ક અને સ્પોર્ટ્સ ત્રણ વેરીયંટમાં આવે છે. આ બાઈક તેજ છે અને ટ્રાફિકમાં તેને ચલાવવી સરળ છે. (Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેની પુષ્ટિ કરતું નથી.) સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
- by Sarkai Info
- January 7, 2025
Earthquake: નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, ભારતમાં અનેક વિસ્તારોમાં જોરદાર ઝટકા મહેસૂસ થયા
January 7, 2025What’s New
Spotlight
Today’s Hot
-
- January 6, 2025
-
- January 6, 2025
-
- January 6, 2025
Featured News
Latest From This Week
10 વર્ષ બાદ પાટીદાર અનામત આંદોલન મુદ્દે આરપાર, કરસન પટેલના નિવેદન બાદ શરૂ થયો નવો સંગ્રામ
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
એક દિવસનો પગાર 48 કરોડ... કોણ છે વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર આ ભારતીય? જાણો શું કરે છે
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.