GUJARATI

રેલવેનો મોટો નિર્ણય : સુરત સ્ટેશન પર નહિ ઉભી રહે કોઈ ટ્રેન, સડસડાટ નીકળીને આગળ આ સ્ટેશન પર રોકાશે

Surat News સુરત : સુરત રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટના કામને લઈ રેલવે દ્વારા મોટો નિર્ણય કરાયો છે. અમદાવાદથી ઉપડતી 16 ટ્રેન હવે સુરતને બદલે ઉધના સ્ટેશને રોકાશે. આવતીકાલ 8 જાન્યુઆરીથી 1200 જેટલી ટ્રેનો ઉધના, ભેસ્તાન, નવસારીના રુટ પર ડાયવર્ટ કરાશે. સુરત સ્ટેશને નહિ પહોંચે કોઈ ટ્રેન પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ચિમ રેલવેના સુરત રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. જેથી આવતીકાલ 8 જાન્યુઆરીથી ઇજનેરી કામ માટે મેગા બ્લોક જાહેર કરવામા આવ્યું છે. જેથી સુરત આવતી-જતી ટ્રેનો સડસડાટ નીકળી જશે, પરંતુ સુરત સ્ટેશન પર ક્યાંય રોકાશે નહીં. આ ટ્રેનો આગળ જઈને ઉધના, ભેસ્તાન અને નવસારી સ્ટેશને રોકાશે. આ કારણે સુરત આવતા-જતા મુસાફરોને હાલાકી ભોગવવી પડશે. હવે નવી સુચના ન મળે ત્યાં સુધી સુરત સ્ટેશને નહીં જાય. સુરતના આ સ્ટેશન બંધ કરાયા એટલું જ નહિ, મેગા બ્લોકને કારણે મુસાફરો ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરાયા છે, જેથી તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવનાર છે. ઉધના સ્ટેશન ઇસ્ટ તરફ પણ વેઈટીંગ એરિયા બનાવાશે. 7મી જાન્યુઆરીએ રાત્રીના 12 વાગ્યે સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 2 અને 3 બંધ રહેશે. 79 ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 અને 4 પર થોભાવશે. સુરત રેલવે સ્ટેશન પર રીડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાશે. ગુજરાતના હવામાનમાં મોટી આફત આવશે, IMD નું મોટું એલર્ટ : ભારે વરસાદ સાથે કરા પડશે આ ટ્રેનો ડાઇવર્ટ થશે તો બીજી તરફ, રેલવે દ્વારા મુસાફરો માટે નવી સુવિધા પણ મૂકવામા આવી છે. રેલવે મુસાફરો ક્યુઆર કોડ સ્કેન કરી સુરત-ઉધના રેલવે સ્ટેશન થોભતી ટ્રેનોની માહિતી મેળવી શકશે. મુંબઈ તરફ જતી 122 ટ્રેન સુરતના બદલે ઉધના સ્ટેશન થોભશે. સપ્તાહના સાતે સાત દિવસ પ્રમાણે સુરત-ઉધના થોભતી ટ્રેનોની વિગત ઓનલાઇન જોઈ શકાશે. ઉધના રેલવે સ્ટેશનની બહાર ન રસ્તાને વન વે જાહેર કરાશે, જરૂરિયાત પ્રમાણે પ્લેટફોર્મ ટીકીટ મર્યાદામાં ઈશ્યુ થશે, જેથી મુસાફરોને કોઈ અવગવડતા ન પડે. ગભરાશો નહિ! ગુજરાતમાં હાલ HMP વાયરસનો કોઈ કેસ નથી, આરોગ્ય મંત્રીએ કરી મોટી સ્પષ્ટતા સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.