Gujarat Government : ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે. ચાંદખેડાની ખાનગી હોસ્પિટલ માં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે. જોકે બાળકની તબિયત સ્થિર છે. કોઈ ગભરાવવા જેવું નથી સામાન્ય શરદી ઉધરસ અને તાવ હોય તેવા લક્ષણો સાથે આ બાળક હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. બાળકની તબિયત હાલ સ્થિર છે ચાંદખેડાની ખાનગી હોસ્પિટલના ડો. નિરવ પટેલે 24 kalak સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજસ્થાનના ડુંગરપુરના એક ગામમાં રહેતા બે મહિનાના બાળકને છેલ્લા 15 દિવસથી શરદી તાવ હોવાના કારણે તેઓની તબિયત વધારે ખરાબ થતા સારવાર અર્થે અહીંયા લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને દાખલ કરવામાં આવ્યું હતું અને પાંચ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. અલગ અલગ વાઇરસ અત્યારે હોવાના કારણે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. લેબોરેટરીમાં તેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં રિપોર્ટમાં MPV હોવાનું સામે આવ્યું હતું. જોકે બાળકની તબિયત હાલ સ્થિર છે, કોઈ ગભરાવવા જેવું નથી. જો શરદી ઉધરસ અને છીંક આવતી હોય તો માસ્ક પહેરવું જોઈએ. બીજાને ચેપ લાગે તેવી ભીડભાડવાળી જગ્યાથી લોકોએ દૂર રહેવું જોઈએ.આ એચએમપીવી વાઇરસ છે કે કેમ તે અંગે હાલ કંઇ કહેવુ મુશ્કેલ છે Hmpv વાઇરસના પ્રથમ કેસનો મામલો ખાનગી હોસ્પિટલમાં પ્રથમ કેસ નોંધાયાનો amc એ સ્વીકાર કર્યો છે. રાજસ્થાનના ડુંગરપુરના સાવલા તાલુકાના રિચા ગામના 2 માસના બાળકમાં કેસ નોંધાયો છે. ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં 24 તારીખે બાળકને દાખલ કરાયું હતું. 26 તારીખે hmpv વાઇરસ કન્ફર્મ થયો હતો. બાળકને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યું હતું, હાલ બાળકની સ્થિતિ તંદુરસ્ત છે. વાઇરસ મામલે amc માં મોડી જાણ કરાતા હોસ્પિટલને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે, આગળની જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે. HMPV માટે સરકારની માર્ગદર્શિકા... આટલું ચોક્કસથી ધ્યાનમાં રાખજો #China #HMPV #hmpvvirus #India #bengaluru #Gujarat pic.twitter.com/r7kFTWbHHP — 24 Kalak January 6, 2025 એચએમપીવી વાઇરસ અંગે જાણીતા પલ્મનોલોજીસ્ટ ડો પાર્થિવ મહેતાએ ઝી ચોવિસ કલાક સાથે વાત કરી ડો પાર્થીવ મહેતાએ કહ્યું કે એચએમપીવીએ આરએનએ પ્રકારનો વાઇરસ છે. હાલની ઋતુ વાઇરસ માટે ફેવરેબલ હોવાથી તે પ્રકાશમાં આવ્યો છે. વર્ષ ૨૦૦૧ થી પૃથ્વી પર આનું અસ્તિત્વ છે, કોરોના ૨૦૧૯માં તેનાથી ઘણો જુનો વાઇરસ છે. આ વાઇરસ આરએનએ કુળનો વાઇરસ છે. તે નાથી શરદી ખાંસી થાય છે, જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એમને ફેફસામાં ન્યુમોનીયા કરી શકે છે. જે લોકો બીપી , ડાયાબીટીસ, હૃદય રોગ કિડીનીના રોગથી પીડિતા હોય એ લોકોને આ વાયરસના ચપેટમાં લઇ શકે છે. બાળકોના વાલીઓએ ગભરાવાની જરૂર નથી. સરકારે જે ગાઇડલાઇન્સ જાહેર કરી છે તેને ફોલો કરવી જોઇએ. જે લોકોને શરદી ખાંસી હોય તેનાથી દુર રહેવુ જરૂરી છે, જે લોકોને ફેફસાની બિમારી છે તે લોકોએ વધારે સાવચેતી રાખવાની જરૂરી છે. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં પહોંચયા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદનમાં જણાવ્યું કે, ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો છે. 2 માસની બાળકીના કેસ ડિટેક્ટ થયો છે. આ ચિંતા કરવાનો કેસ નથી. વાયરસની ઇન્ટેસિટી કેટલી છે તેના આધારે ફોરેન ટૂરિસ્ટ માટેની ગાઈડલાઈન નક્કી કરાશે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગાઈડલાઇન આપશે એ પ્રકારે કામગીરી થશે. રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની કીટ ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે. શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો થવો તેવા લક્ષણો આ વાયરસમાં છે. જે લક્ષણ હોય તેની દવા થાય એ જ SOP છે. આ વાયરસને લઈ કોઈ ખાસ દવા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, વાયરસને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર બિલકુલ સજ્જ છે. વાયરસને પહોચી વળવા માટે એડવાન્સમાં તૈયારીઓ કરી લીધી છે. કોઈપણ આફત માટે પહેલેથી સજ્જ થવાની સૂચના છે. ચીનના સમાચાર મળ્યા ત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જરૂરી વ્યવસ્થા કરવાની સૂચનાઓ આપી દીધી છે. આરોગ્ય વિભાગ દ્વારા એડવાઈઝરી જાહેર કરી દીધી છે. રાજસ્થાનના ડુંગરપુરના બે માસનું બાળકમાં નવો વાયરસ આવ્યો છે. અમદાવાદની હોસ્પિટલમાં બાળક સારવાર માટે આવ્યો હતો. કોરોના જેવો આ વાયરસ નથી. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
- by Sarkai Info
- January 7, 2025
Earthquake: નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, ભારતમાં અનેક વિસ્તારોમાં જોરદાર ઝટકા મહેસૂસ થયા
January 7, 2025What’s New
Spotlight
Today’s Hot
-
- January 6, 2025
-
- January 6, 2025
-
- January 6, 2025
Featured News
Latest From This Week
10 વર્ષ બાદ પાટીદાર અનામત આંદોલન મુદ્દે આરપાર, કરસન પટેલના નિવેદન બાદ શરૂ થયો નવો સંગ્રામ
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
એક દિવસનો પગાર 48 કરોડ... કોણ છે વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર આ ભારતીય? જાણો શું કરે છે
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.