GUJARATI

સુરતમાં નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની ઘટના ચોંકાવનારા આંકડા, કઈ રીતે ભણશે વિદ્યાર્થીઓ?

અમદાવાદ: ગુજરાતની એક સમસ્યા કાયમી જ બની રહી છે.. રાજ્યની શાળાઓમાં શિક્ષકોની અછત ક્યારે દૂર થશે તેનો કોઈ જવાબ જ મળતો નથી.. સુરતમાં નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની ઘટના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.. આ આંકડા જાણીને તમે જ કહેશો કે આવી પરિસ્થિતિમાં ગરીબ વિદ્યાર્થીઓ ભણી કેવી રીતે શકે.. શું છે સુરતની શાળાઓની વાસ્તવિકતા,, જુઓ આ રિપોર્ટ.. ગુજરાતમાં શિક્ષણની સ્થિતિને લઈને હંમેશા સવાલો ઉઠ્યા છે. ક્યારેક જર્જરિત ઓરડાઓ તો ક્યારેક અભ્યાસની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે. ત્યારે હવે સુરતમાં શિક્ષકોની ઘટને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.. સુરત શહેરની શિક્ષણ સમિતિની સ્કૂલોમાં શિક્ષકોની ઉણપ ખૂબ ગંભીર અને ચિંતાજનક છે.. ખાસ કરીને હિન્દી અને અંગ્રેજી માટે વધુ ખરાબ છે. નવી બજેટ રજૂઆતમાં આંકડાઓ પ્રમાણે, શહેરની 359 સ્કૂલોમાં કુલ 1.91 લાખ વિદ્યાર્થી ભણે છે. જેમાં 95,425 કુમાર અને 96,062 કન્યાઓનો સમાવેશ થાય છે. આ તમામ સ્કૂલોમાં 4,010 શિક્ષકો ફરજ બજાવે છે. સ્કૂલો માટે મંજૂર કુલ મહેકમ 5,569 છે. આ અંતર્ગત 1,559 શિક્ષકોની ઉણપ નોંધાઈ છે. જેમાં ધોરણ 1થી 5 માટે 1,088 અને ધોરણ 6થી 8 માટે 471 શિક્ષકોની તાત્કાલિક જરૂર છે.. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યા વચ્ચે વિશાળ તફાવત શિક્ષણની ગુણવત્તાને ગંભીર અસર કરે છે.. ગુજરાતી માધ્યમમાં 43 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે, જ્યારે મરાઠી માધ્યમમાં આ પ્રમાણ 39 છે, જે તુલનાત્મક રીતે શ્રેષ્ઠ છે.. જોકે, ઉર્દૂ અને ઉડીયા માધ્યમમાં આ સંખ્યા અનુક્રમે 51 અને 60 છે.. ખાસ કરીને હિન્દી અને અંગ્રેજી માધ્યમ માટે સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં 143 અને 156 વિદ્યાર્થીઓ માટે માત્ર એક શિક્ષક છે.. ચિંતાની વાત એ છેકે, શિક્ષકોની અછતના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર થઈ રહી છે.. જોકે, આ મામલે શિક્ષણ સમિતિ માત્ર ભરતી કરવાના દાવા કરી રહ્યું છે.. ગુજરાતના શિક્ષણની પોલ તો થોડા દિવસ પહેલાં જ કેન્દ્ર સરકારે ખોલી નાખી હતી.. જેમાં શિક્ષકોની અછતને લઈને કેન્દ્ર સરકાર દ્વારા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા.. કેન્દ્ર સરકારે જે આંકડા આપ્યા છે તે મુજબ દેશમાં એક શિક્ષકવાળી 1 લાખ 11 હજાર શાળા છે, ગુજરાતની 274 શાળામાં એક પણ વિદ્યાર્થી નથી. રાજ્યની 274 શાળામાં વિદ્યાર્થી નથી પરંતુ 382 શિક્ષક છે. શિક્ષણમાં મોટા મોટા વચનો અને વાયદા કરતી સરકારની હકીકત કંઈક અલગ જ છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.