GUJARATI

Photos: ભોળાનાથને શરણે પહોંચી સૈફ અલી ખાનની લાડલી, કપાળમાં ચંદનનું તિલક, ભક્તિમાં તરબોળ જોવા મળી સારા

બોલીવુડ અભિનેત્રી ભગવાન ભોલેનાથની મોટી ભક્ત છે. અવારનવાર તે સોશિયલ મીડિયા પર ભોલેનાથના મંદિરમાં માથું ટેકવાના ફોટા શેર કરતી રહે છે. અભિનેત્રી નવા વર્ષના પહેલા સોમવારે મહાદેવના દ્વાર પહોંચી અને માથું ટેક્યું. અભિનેત્રીના આ ફોટા હવે વાયરલ થઈ રહ્યા છે. પહેલા સોમવારે કર્યા મહાદેવના દર્શન સારા અલી ખાન નવા વર્ષના પહેલા સોમવારે શ્રીસૈલમમાં સ્થિત મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પહોંચી હતી. દર્શન કર્યા બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર અનેક ફોટા શેર કર્યા. આ તસવીરોમાં અભિનેત્રી ભગવાનની ભક્તિમાં લીન થયેલી જોવા મળી અને ચહેરા પર મુસ્કાન સાથે પોઝ આપ્યા. માથા પર ચંદનનું તિલક અભિનેત્રી ફોટામાં સફેદ રંગનો ચિકનકારી સૂટ પહેરેલી જોવા મળે છે. માથા પર દુપટ્ટો નાખી અને કપાળ પર ચંદનનું તિલક લગાવેલું છે. સારાના મોઢા પર ચમક જોવા લાયક છે. અભિનેત્રી આ તસવીરોમાં ભોલેનાથ સામે નતમસ્તક થયેલી, હાથ જોડીને તેમની પૂજા અર્ચના કરતી જોવા મળી. A post shared by Sara Ali Khan (@saraalikhan95) વાયરલ થઈ તસવીરો સારા અલી ખાન આ અગાઉ કેદારનાથ, ઉજ્જૈનના મહાકાળ અને વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવાના ફોટા શેર કરી ચૂકી છે. અમરનાથ ગુફાના દર્શનના વીડિયો પણ તેણે શેર કરેલા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા છેલ્લે 'મર્ડર મુબારક' ફિલ્મમાં જોવા મળી હતી. તેમાં તેની સાથે કરિશ્મા કપૂર અને વિજય વર્મા પણ હતા. આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી લોકોને ઘણી આશાઓ હતી. પરંતુ ફિલ્મ જોયા બાદ લોકોએ તો જાણે માથા પછાડ્યા. આ અગાઉ વિક્કી કૌશલ સાથે 'જરા હટકે જરા બચકે' ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ લોકોને પસંદ પડી હતી. જલદી સારા અક્ષયકુમાર સાથે 'સ્કાય ફોર્સ'માં જોવા મળશે. આ ફિલ્મ 24 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થશે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.