GUJARATI

ભૂજમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા ખાડામાં પડી! બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કરાયું

Kutch New : કચ્છના ભુજમાં આવેલ કંડેરાઈ ગામમાં 18 વર્ષીય યુવતી અંદાજે 540 ફૂટના ઊંડા બોરવેલમાં પડી છે. ભુજ નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. કિશોરીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે. ભચાઉ ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજના કંડેરાઈ ગામના વાડી વિસ્તારમાં 19 વર્ષીય યુવતી સવારના 5.00 થી 5:30 વાગ્યાના અરસામાં 500 બોરવેલમાં પડી ગઈ હતી. તો આ યુવતીને રેસ્ક્યુ કરવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે. જેમાં ભુજ ફાયર વિભાગ ભચાઉ ફાયર વિભાગ તેમજ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બોરવેલમાં કેમેરા મોકલીને પરિસ્થિતિ જાણવામાં આવી રહી છે. સાથે જ યુવતીને ઓક્સિજન પણ પહોંચાડવામાં આવી રહ્યું છે. ગભરાશો નહિ! ગુજરાતમાં હાલ HMP વાયરસનો કોઈ કેસ નથી, આરોગ્ય મંત્રીએ કરી મોટી સ્પષ્ટતા પશ્ચિમ કચ્છ એસપી પ્રાંત અધિકારી મામલતદાર પોલીસ સહિતના અધિકારીઓનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો છે. 500 ફૂટ ઊંડા બોરવેલ માં આ યુવતી કઈ રીતે પડી તે પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો યુવતીના રેસ્ક્યુ માટે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પણ રવાના થઈ ચૂકી છે. તો બીએસએફના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે. જોકે હજુ સુધી બોરવેલની અંદર પડેલી યુવતીની સ્થિતિ જાણી શકાય નથી. યુવતી સાથે વાડીમાં કામ કરતા ફાતિમા બાઈએ જણાવ્યું કે, યુવતીની હાલમાં જ સગાઈ થઈ હતી અને બંને યુવક યુવતી વચ્ચે કોઈ બાબતે ગત રાત્રે મનદુઃખ થયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેથી સવારના સમયે યુવતીએ બોરવેલમાં ઝંપલાવ્યું હોય તેવું બની શકે છે. તો યુવતીના ભાઈ લાલસિંહ જણાવ્યું હતું કે સવારના સમયે તેની દીકરી અને તેની બેન ઇન્દ્રાબેન મીના કે જે બોરવેલમાં પડી ગઈ છે તે બાથરૂમ જવા માટે સવારે ઉઠ્યા હતા ત્યારે બાથરૂમ જઈને માત્ર તેની દીકરી જ રૂમમાં પરત આવી હતી. જ્યારે બહાર જઈને જોતા તેની 19 વર્ષથી બહેન ઇન્દ્રાએ બોરવેલની અંદરથી ‘બચાવો બચાવો’ ની બૂમો પાડી હતી. આ બોરવેલને આસપાસ મોટા મોટા પથ્થરો તેમજ ગમલા રાખીને બોરવેલ ઢાંકવામાં આવી હતી. છતાં આવી રીતે કોઈ બોરવેલની અંદર કઈ રીતે પડી તે ચર્ચાનો વિષય છે. જોકે 18 વર્ષની યુવતી આ બોરવેલમાં પડી એ પણ આશ્ચર્ય જનક બાબત મનાઈ રહી છે. બોરવેલની અંદર હાલમાં ઓક્સિજન સપ્લાય મોકલી તેમજ કેમેરા દ્વારા હાલમાં પરિસ્થિતિ જાણવામાં આવી રહી છે. જોકે યુવતી કઈ રીતે બોરવેલની અંદર પડી તે યુવતીના રેસક્યુ બાદ જ જાણી શકાશે. નવા વાયરસની એન્ટ્રી બાદ ગુજરાત સરકાર આવી એક્શનમાં, આરોગ્ય મંત્રીએ આપી આ માહિતી સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.