GUJARATI

સરદાર પટેલની ભૂમિની ઓળખ ભૂંસાતા ગુજરાતના આ શહેરના લોકો રસ્તા પર ઉતર્યાં

Anand News બુરહાન પઠાણ/આણંદ : આણંદ મનપામાં સમાવેશના વિરોધમાં કરમસદ ગામ આજે સજ્જડ બંધ રહ્યું. સરદાર પટેલના પૈતુક ગામને આણંદ મનપામાં સમાવેશ કરાતા સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો છે. ગ્રામજનોએ અગાઉ કરમસદને વિશેષ દરજ્જો આપવાની માંગ કરી હતી. સરદાર પટેલની કર્મભૂમિની ઓળખ જળવાઈ રહે તે માટે અલગ તાલુકો કે આણંદના બદલે કરમસદ મનપા બનાવવા માંગ કરાઈ હતી. આ માંગને પગલે આજે કરમસદ ગામના મોટાભાગના વિસ્તારો સજ્જડ બંધ રહ્યા હતા. માત્ર મેડિકલ સ્ટોર અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો ચાલુ રહી હતી. કરમસદ ગામના વિવિધ વિસ્તારોમાં લોકો સ્વેચ્છિક રીતે બંધમાં જોડાયા હતા. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ અને ગામના અગ્રણીઓ દ્વારા બંધનો એલાન અપાયો છે. ગ્રામજનોએ ઉગ્ર આક્રોશ વ્યકત કરતા કહ્યુ હતુ કે સમગ્ર દેશમાં 565 રજવાડાઓ એક્ત્ર કરનાર સરદાર પટેલનાં ગામ તરિકે કરમસદની એક આગવી ઓળખ છે. જો કરમસદને આણંદ મહાનગર પાલિકામાં ભેળવવામાં આવે તો કરમસદની સરદાર પટેલનાં ગામ તરીકેની ઓળખ ભૂંસાઇ જશે અને કરમસદ એક વિસ્તાર બની જશે. જેના વિરોધમાં આજે કરમસદ ગામ જડબેસલાક બંધ રહ્યું હતું. કરમસદ ગામનાં બજારો દુકાનો, શાળા કોલેજો, મેડિકલ સ્ટોર, શાક માર્કેટ અને મંદિરો પણ બંધમાં જોડાતા સમગ્ર કરમસદ ગામ આજે જડબેસલાક બંધ રહ્યું હતું અને સરકાર કરમસદને મહાનગર પાલિકામાં સમાવેશ કરવાનાં નિર્ણયને બદલે તેવી માંગ કરી હતી. આ પણવાંચો : ગભરાશો નહિ! ગુજરાતમાં હાલ HMP વાયરસનો કોઈ કેસ નથી, આરોગ્ય મંત્રીએ કરી મોટી સ્પષ્ટતા ભૂજમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા ખાડામાં પડી! બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.