Gujarat Politics : ગોપાલ ઈટાલીયાએ અનેક ઘટનાઓમાં ન્યાય ન અપાવી શક્યા એ બદલ માફી માંગતા માંગતા ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે સુરતમાં ગોપાલ ઈટાલીયાએ જનસભા સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા. ગોપાલ ઇટાલિયાએ જનસભામાં જણાવ્યું હતું કે, પોતે અનેક ઘટનામાં કાયદાકીય, સામાજિક અને રાજકીય લડાઈ લડતા આવ્યા છે. પરંતુ ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠના કારણે કોઈને ન્યાય મળી શક્યો નથી. વધુમાં તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં, જસદણ બળાત્કાર, મોરબીકાંડ, અગ્નિકાંડ, સરઘસકાંડ, હરણી બોટકાંડ, પેપરલીકકાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઈટાલીયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા તેની માફી માંગતા માંગતા ઈટાલીયાએ સ્ટેજ પરથી પોતાને પટ્ટાથી માર મારીને સજા કરી હતી. ટીલાળા પરિવારમાં 200 કરોડની જમીનનો ડખો! બહેનનો આક્ષેપ, બાપુજીની જમીનમાં ભાગ ન આપ્યો અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય ન અપાવી શક્યા તો ગોપાલ ઈટાલિયાએ પોતાને માર્યા પટ્ટા #Gujarat #AAP #BreakingNews #News #Amreli #Viral #ViralVideo pic.twitter.com/JenGT8doeA — 24 Kalak January 6, 2025 અમરેલીની નિર્દોષ દીકરીને અમરેલી પોલીસે બેરહમીથી છ પટ્ટા માર્યા હતા ત્યારે ગોપાલ ઈટાલીયાએ ન્યાય ન અપાવી શક્યા તે બદલ પોતાને છ પટ્ટા મારીને સજા કરેલ હતી. ગોપાલ ઈટાલીયાએ પોતાને પટ્ટાથી માર મારીને કહ્યું હતું કે, ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે. ભાજપના નેતાઓ અનેક બળાત્કાર, તોડબાજી, જમીન માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયાઓ, અપહરણ, દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ ગોપાલ ઈટાલીયા દ્વારા પોતાને જ માર મારવાના કારણે કદાચ જનતાનો આત્મા જાગશે એવી આશા વ્યક્ત કરી છે. હાલ આ કાર્યક્રમના કારણે લોકોમાં ભારે કુતૂહલ ફેલાયેલ છે. આ ઘટના અંગે આપના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, અમરેલીમાં જે પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, તેને જેલમાં પટ્ટા મારવામાં આવ્યા હતા. આજે 'આપ' નેતા ગોપાલ ઇટાલીયાએ ગુજરાતની જનતાને જગાડવા માટે પોતાની જાતને સ્ટેજ પર પટ્ટા માર્યા. ગુજરાતમાં રોજેરોજ દીકરીઓની હત્યા, રેપ, ગેંગરેપ થઈ રહ્યા છે. જો આપણે નહીં જાગીએ તો ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂતોની દીકરીઓની જિંદગીઓ જોખમમાં મુકાશે. હજુ આવનારા ત્રણ વર્ષમાં ભાજપના શાસનમાં કેટલી ઘટનાઓ ઘટશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ભાજપને મત આપવાના કારણે આજે સામાન્ય ઘરની દીકરીઓ ગુનાઓનો ભોગ બની રહી છે. મોબાઈલનું વળગણ બે છોકરીઓનો જીવ લઈ ગયો! સુરતમાં માતાપિતાએ ઠપકો આપતા કર્યો આપઘાત સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
- by Sarkai Info
- January 7, 2025
Earthquake: નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, ભારતમાં અનેક વિસ્તારોમાં જોરદાર ઝટકા મહેસૂસ થયા
January 7, 2025What’s New
Spotlight
Today’s Hot
-
- January 6, 2025
-
- January 6, 2025
-
- January 6, 2025
Featured News
Latest From This Week
10 વર્ષ બાદ પાટીદાર અનામત આંદોલન મુદ્દે આરપાર, કરસન પટેલના નિવેદન બાદ શરૂ થયો નવો સંગ્રામ
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
એક દિવસનો પગાર 48 કરોડ... કોણ છે વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર આ ભારતીય? જાણો શું કરે છે
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.