GUJARATI

આ છે સૌથી વધુ કમાણી કરનાર ટોપ 4 ટ્રેન, જુઓ રેલવેની ધનલક્ષ્મી ટ્રેનોનું લિસ્ટ

નવી દિલ્હીઃ અમે તમને રેલવેની 4 ધનલક્ષ્મી ટ્રેન વિશે જણાવીશું જે ખુબ કમાણી કરે છે. તમે વિચારી રહ્યાં હશો કે વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસ સૌથી વધુ કમાણી કરે છે તો તમે ખોટા છો. સૌથી વધુ કમાણી કરનાર ટ્રેનમાં તેનું નામ નથી. બેંગલોર રાજધાની એક્સપ્રેસ બેંગલોર રાજધાની એક્સપ્રેસ કમાણીના મામલામાં સૌથી ઉપર છે. વર્ષ 2022-23માં આ ટ્રેનથી કુલ 509510 લોકોએ સફર કરી હતી. તેનાથી રેલવે પાસે આશરે 1,76,06,66,339 રૂપિયા આવ્યા હતા. મહત્વનું છે કે ટ્રેન સંખ્યા 22692 બેંગલોર રાજધાની એક્સપ્રેસ હઝરત નિઝામુદ્દીથી KSR બેંગલુરૂ સુધીની સફર કરે છે. સિયાલદહ રાજધાની એક્સપ્રેસ બીજા નંબર પર કોલકત્તાને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીથી જોડતી સિયાલહદ રાજધાની એક્સપ્રેસ છે. ટ્રેન સંખ્યા 12314 સિયાલહદ રાજધાની એક્સપ્રેસે વર્ષ 2022-2023માં 5,09,164 લોકોને સફર કરાવી, જેનાથી આ ટ્રેનની કમાણી 1, 28,81,69,274 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ પણ વાંચોઃ 7th pay commission: કેન્દ્રીય કર્મચારીઓને મળશે નવા વર્ષની ભેટ! વધી જશે પગાર, જાણો ડિબ્રૂગઢ રાજધાની ત્યારબાદ નંબર આવે છે ડિબ્રૂગઢ રાજધાનીનો. નવી દિલ્હીથી ડિબ્રૂગઢ વચ્ચે ચાલનારી આ ટ્રેને પાછલા વર્ષે 4,74,605 યાત્રીકોને પોતાની મંજિલ સુધી પહોંચાડી 1,26,29,09,697 રૂપિયાની કમાણી કરી હતી. મુંબઈ રાજધાની એક્સપ્રેસ ચોથા નંબર પર નવી દિલ્હીથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ચાલનારી રાજધાની એક્સપ્રેસ સૌથી વધુ કમાણી કરે છે. ટ્રેન નંબર 12952 મુંબઈ રાજધાની એક્સપ્રેસે વર્ષ 2023-23માં 4,85,794 યાત્રીકોને સફર કરાવી હતી, જેનાથી રેલવેના ખાતામાં 1,22,84,51,554 રૂપિયા આવ્યા હતા. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.