GUJARATI

ઈઝરાયેલે 7 ઓક્ટોબરે થયેલા લોહીયાળ હુમલાનો લીધો બદલો! તહેરાનમાં હમાસનો ચીફ માર્યો ગયો

ઈરાનની રાજધાની તહેરાનમાં હમાસનો ચીફ ઈસ્માઈલ હાનિયા માર્યો ગયો છે. ઈઝરાયેલે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા જે ઘાતક હુમલો કરાયો હતો તેનો બદલો વાળતા હમાસના ચીફને મોતને ઘાટ ઉતારી દીધો. હમાસે પોતે નિવેદન બહાર પાડીને કહ્યું છે કે ઈરાનની રાજધાની તહેરાનમાં હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી છે. ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ નિવેદનમાં પુષ્ટિ કરી છે કે હુમલો તહેરાનમાં હાનિયાના ઠેકાણાને ટાર્ગેટ કરીને કરાયો જેમાં હમાસના ચીફની સાથે સાથે એક બોડીગાર્ડનું પણ મોત થયું. હાલમાં જ (એપ્રિલ 2024) ઈઝરાયેલી સુરક્ષાદળોએ હાનિયાના ત્રણ પુત્રોને પણ માર્યા હ તા. ઈઝરાયેલે ગાઝાપટ્ટી પર એરસ્ટ્રાઈક કરીને હાનિયાના ત્રણ પુત્રોને માર્યા હતા. ઈઝરાયેલ સેના IDF એ જણાવ્યું હતું કે હાનિયાના ત્રણ પુત્રો આમિર, હાઝેમ અને મોહમ્મદ ગાઝામાં આતંકી ગતિવિધિઓને અંજામ આપતા હતા. આ બધા વચ્ચે ત્રણેય હવાઈ હુમલાની ઝપેટમાં આવી ગયા. કોણ છે ઈસ્માઈલ હાનિયા ઈસ્માઈલ હાનિયા હમાસ આતંકી સંગઠનનો રાજકીય નેતા છે. નવા ઈરાની રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહ માટે ઈરાનના પ્રવાસે હતો. પુત્રોના મોત છતાં તેણે બંધકોને છોડી મૂકવાની અને સત્તા પરથી હટવાની ના પાડી દીધી હતી. શું થયું હતું 7 ઓક્ટોબરે? અત્રે જણાવવાનું કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે જંગ 7 ઓક્ટોબર 2023થી ચાલુ છે. ત્યારે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જેમાં 1200થી વધુ લોકો માર્યા ગયા હતા. હમાસે 250 નાગરિકોને બંધક પણ બનાવ્યા હતા. દાવો છે કે હજુ પણ 150 લોકો હમાસના કબજામાં છે. જ્યારે હમાસ દાવો કરે છે કે ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 39 હજારથી વધુ પેલેસ્ટાઈન નાગરિકોના મોત થયા છે. ઈઝરાયેલનું કહેવું છે કે તેણે આ ઓપરેશનમાં હમાસ અને તેના સહયોગીઓના 14 હજારથી વધુ લોકોને માર્યા છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.