GUJARATI

માર્કેટમાં આવી ગયા ChatGPT વાળા Sunglasses,મળશે આ શાનદાર ફીચર, જાણો કિંમત

ChatGPT enabled Sunglasses: ટેક કંપનીઓ જયાં પોતાના સ્માર્ટફોન્સમાં ChatGPT નો ઉપયોગ વધારી રહી છે, તો હોંગકોંગની એક કંપનીએ આગળ વધતા ChatGPT વાળા સનગ્લાસ માર્કેટમાં ઉતાર્યા છે. સોલોસ નામની કંપનીએ ChatGPT પાવર્ડ એયરગો વિઝન નામના સનગ્લાસ લોન્ચ કર્યાં છે. આમાં યુઝર્સને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને કેમેરાની સુવિધા મળશે. ChatGPT-4 એ એરગો વિઝનમાં એકીકૃત છે અને દરેક માટે ઉપલબ્ધ પહેરવા યોગ્ય AI તરીકે માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. કંપનીએ કહ્યું છે કે તેણે યુઝર પ્રાઈવસીનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. શું છે એયરગો વિઝનની ખાસિયત? આ ડિવાઇસ રિયલ-ટાઇમ વિઝુઅલ રિકગ્નેશન અને હેન્ડ્સ-ફ્રી ઓપરેશનની સાથે આવે છે. કંપનીએ કહ્યું કે તેમાં યુઝર્સ તે પસંદ કરી શકશે કે તેણે કેમેરાનો ક્યારે ઉપયોગ કરવાનો છે. સાથે તેમાં ફ્રેમ્સને સ્વેપ કરવાની સુવિધા પણ મળશે. આ સિવાય તેમાં ઘણા અન્ય સ્માર્ટ ફીચર આપવામાં આવ્યા છે. તેની વિઝ્યુઅલ રેકગ્નિશનની મદદથી, આ સનગ્લાસ વસ્તુઓને ઓળખી શકશે, પ્રશ્નોના જવાબ આપી શકશે અને ટેક્સ્ટનો અનુવાદ કરી શકશે. એરગો વિઝન કેવી રીતે કામ કરશે? એરગો વિઝન પ્રશ્નોના આધારે વસ્તુઓને ઓળખી શકશે. જ્યારે યુઝર પૂછશે કે તે શું જોઈ રહ્યો છે, તો તેને જવાબ મળશે. તે વોઈસ કમાન્ડ પર કોઈપણ ટેક્સ્ટનું ભાષાંતર કરી શકશે અને ફોટા પણ લઈ શકશે. આ ઉપરાંત, વપરાશકર્તાઓ એરગો વિઝન દ્વારા લોકપ્રિય લેન્ડમાર્ક્સ અને રેસ્ટોરાંના દિશા નિર્દેશો પણ પૂછી શકશે. આ હેન્ડ્સ-ફ્રી ઓપરેશન સાથે આવે છે. આનો અર્થ એ છે કે તમારે તેનો ઉપયોગ કરવા માટે તમારા હાથનો ઉપયોગ કરવો પડશે નહીં. એરગો વિઝન ફ્રેમનું વજન લગભગ 42 ગ્રામ છે અને તે એક જ ચાર્જ પર લગભગ 2,300 ક્રિયાપ્રતિક્રિયાઓ કરી શકશે. આ પણ વાંચોઃ 333 રૂપિયામાં દર મહિને મેળવો 1300GB સુપરફાસ્ટ ઈન્ટરનેટ, ટેન્શનમાં આવ્યા Jio, Airtel કેટલી છે કિંમત? આ ફ્રેમ્સને કંપનીએ વર્તમાન એયરગો2 સ્માર્ટગ્લાસેસની સાથે પેર કરી શકાય છે. જો તેની કિંમતની વાત કરીએ તો તે લગભગ 9000 રૂપિયાથી શરૂ થઈ લગભગ 26000 રૂપિયા સુધી જાય છે. મેટા રે-બ્રેન્સને મળશે પડકાર સોલોસ પોતાની નવી રજૂઆતની સાથે મેટા રે-બેન્સને ટક્કર આપશે. મહત્વનું છે કે મેટા પણ રે-બેન્સની સાથે મળી સ્માર્ટ ગ્લાસ ઓફર કરે છે. આ સ્માર્ટગ્લાસમાં ફ્રંટ કેમેરા અને સ્પીકર જેવા ફીચર મળે છે. તેમાં મેટા-એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે પણ હેન્ડ્સ-ફ્રી ઓપરેશન સાથે આવે છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.