GUJARATI

Gold Rate: છેતરામણી છે સોનામાં નરમાઈ? સોનાના ભાવમાં તોતિંગ 18,000 રૂપિયા સુધીનો ઉછાળો આવી શકે છે, જાણો શું કહે છે બુલિયન એક્સપર્ટ

બજેટમાં કસ્ટમ ડ્યૂટીમાં ભારે ઘટાડો અને અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા આંતરરાષ્ટ્રીય ભાવ પર દબાણના પગલે સોનામાં અત્યાર સુધીમાં ઓલટાઈમ હાઈથી લગભગ 6700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલો ભાવ ઘટી ચૂક્યો છે. જ્યારે ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈથી 13000 રૂપિયા પ્રતિ કિલો સુધી તૂટ્યો છે. જો કે બુલિયન એક્સપર્ટ્સનું માનવું છે કે આ સોનામાં ખરીદી કરવાની ઉત્તમ તક છે. રોકાણકારો પણ અત્યારના ભાવમાં સોનું ખરીદી શકે છે અને આગળ જઈને સારા ભાવ પર વેચી શકે છે. બુલિયન એક્સપર્ટ્સનું માનવું છે કે સોનાના ભાવમાં 18000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીનો ઉછાળો આવી શકે છે. અત્રે જણાવવાનું કે બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત બાદ સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે સોનું ખરીદનારાઓ ગેલમાં આવી ગયા છે. સોનાનો લેટેસ્ટ ભાવ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં ગઈ કાલે સવારે કડાકો જોવા મળ્યો હતો પરંતુ સાંજે પાછો ભાવ ચડેલો જોવા મળ્યો હતો. ક્લોઝિંગ રેટમાં સોનું 62 રૂપિયા ઉછળીને 68,131 રૂપિયા જોવા મળ્યું. સવારે ઓપનિંગ રેટમાં સોનાનો ભાવ 68,069 રૂપિયા હતો. જો કે ચાંદીમાં નરમાઈ યથાવત રહી અને ઓપનિંગ રેટમાં 65 રૂપિયા તૂટીને 81,271 રૂપિયા પ્રતિ કિલો ક્લોઝ થઈ. ઓપનિંગ રેટમાં ચાંદી 81,336 રૂપિયાના ભાવે જોવા મળી હતી. એક દિવસમાં બીજો સૌથી મોટો ઘટાડો મીડિયા રિપોર્ટ મુજબ LKP સિક્યુરિટીમાં કોમોડિટી એન્ડ કરન્સીના વાઈસ પ્રેસિડેન્ટ ઓફ રિસર્ચ જતિન ત્રિવેદીના જણાવ્યાં મુજબ સોનાના ભાવમાં હાલના ઘટાડાના પગલે સોનું 75,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટતા ઘટતા હવે 70,000 રૂપિયા સુધી નીચે ઉતરી ચૂક્યું છે. સોનાના ભાવમાં મોટો ઘટાડો ક્યાંકને ક્યાંક રોકાણકારોને ખરીદીની તક આપી રહ્યું છે. ન્યૂયોર્ક સ્થિત કોમેક્સ ગોલ્ડ હાલમાં જ પહેલીવાર 2500 ડોલર સુધી પહોંચી ગયું. રૂપિયાની રીતે જોઈએ તો એક જ દિવસમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો જે મુજબ સોનું લગભઘ 4200 રૂપિયા જેટલું તૂટ્યું. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.