Film Release January 2025: જાન્યુઆરી 2025 માં કેટલીક શાનદાર ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ ડિસેમ્બર મહિનામાં રિલીઝ થયેલી પુષ્પા 2 ફિલ્મનો ક્રેઝ જોવા મળે છે. તેવામાં હવે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ રામચરણની ફિલ્મ ગેમ ચેન્જર રિલીઝ થવાની છે. આ સિવાય આ મહિના દરમિયાન ઘણા સમયથી અટકેલી 2 ફિલ્મો પણ રિલીઝ થશે. આ 3 ફિલ્મો વચ્ચે જાન્યુઆરી મહિનામાં જોરદાર ટક્કર જોવા મળશે. આ પણ વાંચો: Game Changer Trailer: રામ ચરનની ફિલ્મ ગેમ ચેન્જરના ટ્રેલરે ઈંટરનેટ પર મચાવ્યો તહેલકો ગેમ ચેન્જર રામ ચરણની ફિલ્મ ગેમ ચેન્જર આ વર્ષની મોસ્ટ અવેલેટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં રામ ચરણ ડબલ રોલમાં જોવા મળશે સાથે જ બોલીવુડની અભિનેત્રી કિયારા અડવાની પણ આ ફિલ્મમાં છે. આ પણ વાંચો: જાન્યુઆરી મહિનામાં અલગ અલગ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ દમદાર ફિલ્મો અને વેબ સીરીઝ ઇમરજન્સી કંગના રનૌત દ્વારા નિર્દેશિત અને અભિનીત ઈમરજન્સી ફિલ્મ એક ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે. ભારતમાં લાગુ કરાયેલા ઇમર્જન્સીના સમય પર આધારિત આ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં હતી. સેન્સર બોર્ડ એ પણ કેટલાક મુદ્દાને લઈને ફિલ્મને અટકાવી હતી. આ ફિલ્મ સપ્ટેમ્બર 2024 માં રિલીઝ થવાની હતી પરંતુ વિવાદોના કારણે તેની રિલીઝ અટકી અને હવે આ ફિલ્મ 17 જાન્યુઆરી 2025 ના રોજ થશે. આ પણ વાંચો: Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ, સલમાન ખાનનો ડાયલોગ અને એકશન છે દમદાર આઝાદ ફિલ્મ આઝાદ પણ 17 જાન્યુઆરીએ જ રિલીઝ થવાની છે. આ ફિલ્મથી રવિના ટંડનની દીકરી રાશા થડાની ડબ્યુ કરી રહી છે. સાથે જ અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન પણ આ ફિલ્મમાં પહેલીવાર જોવા મળશે. આ ફિલ્મ ભારતના ઐતિહાસિક સંઘર્ષ પર આધારિત ફિલ્મ છે. રવિના ટંડન અને અજય દેવગનના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
- by Sarkai Info
- January 7, 2025
Earthquake: નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, ભારતમાં અનેક વિસ્તારોમાં જોરદાર ઝટકા મહેસૂસ થયા
January 7, 2025What’s New
Spotlight
Today’s Hot
-
- January 6, 2025
-
- January 6, 2025
-
- January 6, 2025
Featured News
Latest From This Week
10 વર્ષ બાદ પાટીદાર અનામત આંદોલન મુદ્દે આરપાર, કરસન પટેલના નિવેદન બાદ શરૂ થયો નવો સંગ્રામ
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
એક દિવસનો પગાર 48 કરોડ... કોણ છે વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર આ ભારતીય? જાણો શું કરે છે
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.