GUJARATI

અગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદો

Gujarat Government : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત કરી છે કે, ગુજરાત સરકાર અગ્નિવીરને પ્રાથમિકતા આપશે. સશસ્ત્ર પોલીસ, SRPની ભરતીમાં અગ્નિવીરોના પ્રાથમિકતા આપવામાં આવશે. આ અંગે ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ ટ્વિટ કરી મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, અગ્નિપથ યોજના અને અગ્નિવીર અંગે વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવેલી મૂંઝવણ વાહિયાત અને નિંદનીય છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેના અને આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં ઘણા નવા સુધારા થઈ રહ્યા છે. અગ્નિપથ યોજના પણ આવી જ એક પહેલ છે. અગ્નિવીરના કારણે ભારતીય સેના વધુ યુવા બનશે. આ યોજના દેશના આવા બહાદુર યુવાનોને તૈયાર કરશે, જેઓ સેનામાં સેવા કર્યા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપશે. સશસ્ત્ર પોલીસ અને SRPની ભરતીમાં ગુજરાત સરકાર અગ્નિવીરને પ્રાથમિકતા આપશે. अग्निपथ योजना और अग्निवीरों के संबंध में विपक्ष द्वारा फैलाए जाने वाले भ्रम बेतुके भी है, और निंदनीय भी है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय सेना में व आंतरिक सुरक्षा व्यवस्था में कई नए रिफॉर्म्स हो रहे हैं। अग्निपथ योजना भी ऐसी ही एक पहल है।… — Bhupendra Patel (@Bhupendrapbjp) July 26, 2024 કેન્દ્ર સરકારની જાહેરાત અગાઉ, ભારત સરકારના ગૃહ મંત્રાલયે ભૂતપૂર્વ અગ્નિવીરો માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં 10 ટકા જગ્યાઓ અનામત રાખવાનો નિર્ણય લીધો હતો. જો કે, વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરી રહ્યું છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે જો અમારી સરકાર આવશે તો અમે 24 કલાકમાં આ યોજનાને ખતમ કરી દઈશું. ગુજરાતમાં અતિભારે વરસાદનો હવે સૌથી મોટો રાઉન્ડ આવશે : આ જિલ્લાઓને અપાયું એલર્ટ સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.