GUJARATI

મુકેશ અંબાણીનું એન્ટીલિયા જ્યાં બન્યું છે ત્યાં પહેલા શું હતું? કોણ હતા જમીનના માલિક...ખાસ જાણો

મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક બિઝનેસમેન છે અને તેમની ગણતરી દુનિયાભરમાં ટોપના અમીરોમાં થાય છે. મુંબઈમાં અંબાણીનું ઘર પણ દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે. જો તમે મુંબઈ ગયા હોવ અને તે વિસ્તારમાં પ્રવેશતા જ તમને આ 27 માળનું બિલ્ડિંગ દૂરથી જોવા મળી જાય છે. આ બિલ્ડિંગનું નામ જેટલું ભવ્ય છે એટલું જ તે પણ ભવ્ય છે. છ ફ્લોર તો ફક્ત કાર પાર્કિંગ માટે બનાવેલા છે. આ ઉપરાંત પણ તેમાં દુનિયાભરની લક્ઝરી સુવિધાઓ છે. એન્ટીલિયાની અંદર જ જીમ, સ્પા, થિયેટર, ટેરેસ ગાર્ડન, સ્વીમિંગ પુલથી લઈને ભવ્ય મંદિર, હેલ્થ કેર બધુ જ છે. કેટલો ખર્ચો હાલના સમયમાં એન્ટીલિયાની કિંમત લગભગ 15000 કરોડ રૂપિયા છે. મુંબઈના કુમ્બાલા હિલ વિસ્તારમાં અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું આ ભવ્ય એન્ટીલિયા 1.120 એકર જમીન પર બનેલું છે. વર્ષ 2014માં તેને દુનિયાનું સૌથી મોંઘુ ઘર ગણાવવામાં આવ્યું હતું. તેના નિર્માણમાં લગભગ 6000 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. ચાર વર્ષ સુધી તેના નિર્માણનું કામ ચાલ્યું હતું. અંબાણી પરિવારે તેનું કામ વર્ષ 2006માં શરૂ કરાવ્યું હતું અને તે 2010માં બનીને તૈયાર થયું હતું. તે જમીનથી ઊંચુ હોવાની સાથે સાથે ભૂકંપને પણ ઝેલવાની ક્ષમતા ધરાવે છે. એન્ટીલિયા 8 રિક્ટર સ્કેલ સુધીનો ભૂકંપ ઝેલી શકે છે. પરંતુ તમને કદાચ જ ખબર હશે કે જે જમીન પર એન્ટીલિયા ઊભુ છે ત્યાં પહેલા શું હતું.... અનાથાલાય બનાવ્યું હતું એન્ટીલિયાવાળી જગ્યા પર ઘણા વર્ષો પહેલા એક અનાથાલય હતું. આ અનાથાલય ખુબ જ ધનિક એવા કરીમભાઈ ઈબ્રાહિમે 1895માં બનાવડાવ્યું હતું. આ અનાથાલય ખાસ કરીને એવા બાળકો માટે બનાવવામાં આવ્યું હતું જેમના માતા પિતા નહતા અને જે ખોજા સમુદાયમાંથી આવતા હતા. આ અનાથાલયને ચલાવવાનું કામ વક્ફ બોર્ડ તરફથી કરાતું હતું. વર્ષ 2002માં ટ્રસ્ટે આ જમીનને વેચવાની મંજૂરી માંગી હતી. સરકાર તરફથી ચેરિટી કમિશનરે કેટલાક મહિના બાદ તેને વેચવાની મંજૂરી આપી દીધી. જમીનને 2.5 મિલિયન ડોલરમાં ખરીદી ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ આ જમીન મુકેશ અંબાણીની કંપનીને વેચવામાં આવી. મુકેશ અંબાણીની એન્ટીલિયા કોમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડે તે સમયે 2.5 મિલિયન ડોલરમાં ખરીદી હતી. જો કે તે સમયે તેની માર્કેટ વેલ્યુ 1.5 બિલિયન ડોલર હતી. જમીન ખરીદ્યા બાદ અંબાણી પરિવારે દસ્તાવેજી કાર્યવાહી બાદ આ જમીન પર બિલ્ડિંગ બનાવવાની મંજૂરી માંગી. વર્ષ 2003માં બીએમસી તરફથી બિલ્ડિંગ બનાવવાના પ્લાનને મંજૂરી મળી અને ત્યારબાદ વર્ષ 2006માં તેનું નિર્માણકાર્ય શરૂ થયું. 600 લોકોનો સ્ટાફ અંબાણીના ઘરનું નામ એન્ટીલિયા સ્પેનના એક ટાપુના નામ પરથી રખાયું છે. તેને અમેરિકી આર્કિટેક્ચર કંપની પર્કિન્સ એન્ડ વિલ તરફથી ડિઝાઈન કરાયું છે. એન્ટીલિયામાં 600 લોકોનો સ્ટાફ કામ કરે છે. જેનો પગાર લાખોમાં હોવાનું કહેવાય છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે અંબાણીના ડ્રાઈવરનો પગાર જ લગભગ મહિને અઢી લાખ રૂપિયા છે. જો કે ઝી24કલાક આ દાવાની પુષ્ટિ કરતું નથી. તેની અંદર ડિઝાઈનમાં કમળ અને સૂર્યની આકૃતિઓનો ઉપયોગ થયો છે. દરેક ફ્લોરની ડિઝાઈન અને પ્લાન અલગ અલગ ઈમારત કેટલી ભવ્ય હશે તેનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો કે દરેક ફ્લોરની ડિઝાઈન અને પ્લાન અલગ અલગ છે. આ ઈમારતમાં 3 હેલિપેડ છે. પરંતુ તે ચાલુ નથી. પરંતુ આ બિલ્ડિંગ અંગે એક એ પણ સત્ય છે કે વર્ષ 2010માં આખું તૈયાર થવા છતાં અંબાણી પરિવાર તેમાં લગભગ એક વર્ષ સુધી શિફ્ટ થયું નહીં. એક વર્ષ બાદ જ આ બિલ્ડિંગમાં રહેવા માટે ગયા. અંબાણી પરિવારને ત્યાં વાસ્તુદોષ હોવાનો શક હતો. જેને દૂર કરવા માટે અંબાણી પરિવારના શિફ્ટ થતા પહેલા જૂન 2011માં લગભગ 50 પંડિતોએ એન્ટીલિયામાં પૂજા કરી અને વાસ્તુ દોષનું નિવારણ કર્યું. ત્યારબાદ સપ્ટેમ્બર 2011માં અંબાણી પરિવાર ત્યાં શિફ્ટ થયો. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.