GUJARATI

ભારત સામે મોરચો માંડી બેઠેલા જસ્ટિન ટ્રુડો પોતે હવે મુશ્કેલીમાં? ખુરશી જશે! ગમે ત્યારે પડી શકે છે રાજીનામું

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના રાજીનામાં અંગે કેટલાય સમયથી વાતો વહેતી થઈ હતી. હાલમાં હવે એક લેટેસ્ટ અપડેટ આવ્યું છે કે તેઓ આજે એટલે કે સોમવારે પોતાના રાજીનામાં અંગે જાહેરાત કરી શકે છે. રિપોર્ટ્સ મુજબ જસ્ટિન ટ્રુડો લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપશે. ધ ગ્લોબ એન્ડ મેલએ રવિવારે ત્રણ સૂત્રોના હવાલે રિપોર્ટ આપ્યો છે. સૂત્રોએ ગ્લોબ એન્ડ મેલને જણાવ્યું છે કે તેમને પાક્કી તો ખબર નથી કે ટ્રુડો પાર્ટી છોડવાની જાહેરાત ક્યારે કરશે પરંતુ તેમને આશા છે કે બુધવારે થનારી એક મહત્વની રાષ્ટ્રીય કોક્સ મીટિંગ પહેલા આમ થઈ જશે. પાર્ટી સંલગ્ન સૂત્રોએ જણાવ્યું છે કે નેશનલ કોક્સની બેઠકમાં ટ્રુડોએ વિદ્રોહનો સામનો કરવો પડી શકે છે. આવામાં ટ્રુડોને લાગ્યું કે તેમણે કોક્સની બેઠક પહેલા રાજીનામા અંગે નિવેદન બહાર પાડવું જોઈએ જેથી કરીને એવું ન લાગે કે તેમને તેમની જ પાર્ટીના સાંસદોએ બહાર કરી દીધા. સૂત્રોનું કહેવું છે કે લિબરલ પાર્ટીની કોક્સ બેઠકમાં ટ્રુડોને પાર્ટીના નેતા પદેથી હટાવી શકે તેમ હતું. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે ટ્રુડો તાત્કાલિક પદેથી રાજીનામું આપશે કે પછી નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી પદ પર રહેશે. સૂત્રોએ જણાવ્યું કે ટ્રુડોએ નાણામંત્રી ડોમિનિક લિબ્લૈંક સાથે ચર્ચા કરી હતી કે શું તેમણે પદ પર રહેવું જોઈએ કે નહીં. અત્રે જણાવવાનું કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા બાદથી તેમના પર દબાણ પણ ખુબ વધી ગયું હતું. ટ્રમ્પ તેમના પર સતત નિશાન સાંધી રહ્યા હતા. એલોન મસ્કે પણ ટ્રમ્પની જીત બાદ તરત કહ્યું હતું કે હવે ટ્રુડોની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે કેનેડાની સંસદ હાઉસ ઓફ કોમન્સમાં હાલ લિબરલ પાર્ટીના 153 સાંસદ છે. કેનેડાના હાઉસ ઓફ કોમન્સમં 338 સીટો છે જેમાં બહુમતનો આંકડો 170 છે. થોડા સમય પહેલા ટ્રુડો સરકારની સહયોગી પાર્ટી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી)એ પોતાનું સમર્થન પાછું ખેંચ્યુ હતું. એનડીપી ખાલિસ્તાની સમર્થક કેનેડિયન શીખ સાંસદ જગમીત સિંહની પાર્ટી છે. આવામાં ગઠબંધન તૂટવાના કારણે ટ્રુડો સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. જો કે એક ઓક્ટોબરના રોજ થયેલા બહુમત પરીક્ષણમાં ટ્રુડોની લિબરલ પાર્ટીને એક અન્ય પાર્ટીનું સમર્થન મળી ગયું હતું. જેના કારણે ટ્રુડોએ ફ્લોર ટેસ્ટ પાસ કરી લીધો હતો. ડેપ્યુટી પીએમ પણ આપી ચૂક્યા છે રાજીનામું અત્રે જણાવવાનું કે પાર્ટીની અંદર પદ છોડવાની વધતી માંગણી વચ્ચે એ સ્પષ્ટ નથી કે ટ્રુડો તરત રાજીનામું આપશે કે પછી નવા નેતા ચૂંટાઈ આવે ત્યાં સુધી પીએમ પદ પર રહેશે. આ ઘટનાક્રમ એવા સમયમાં થયો છે કે જ્યારે અનેક સર્વેથી જાણવા મળ્યું છે કે ટ્રુડોની લિબરલ પાર્ટી આ વખતે ઓક્ટોબરમાં થનારી ચૂંટણીમાં વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટી સામે ખરાબ રીતે હારવાના સંકેત મળ્યા છે. ટ્રુડોની નીતિઓના કારણે ક્રિસ્ટિયા ફ્રિલેન્ડના દેશના નાણામંત્રી અને ડેપ્યુટી પીએમ પદેથી રાજીનામાંના એક મહિનાથી પણ ઓછા સમયમાં આ ઘટનાક્રમ સામે આવ્યો છે. 2013માં ટ્રુડોએ લિબરલ પાર્ટીના નેતાનું પદ સંભાળ્યું હતું. ત્યારે પાર્ટી મોટા સંકટમાં હતી અને પહેલીવાર હાઉસ ઓફ કોમન્સમાં ત્રીજા સ્થાને આવી હતી. ટ્રુડોના રાજીનામા બાદ જલદી ચૂંટણીની નવી માંગણી ઉઠી શકે છે. આ સાથે જ કેનેડાને એક એવી સરકારની જરૂર છે જે આગામી 4 વર્ષ સુધી અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારનો મુકાબલો કરવામાં સક્ષમ હોય. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.