Vinesh Phogat Welcome: રેસલિંગની સ્ટાર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક્સમાં એક મોટો મુદ્દો સાબિત થઈ. તેમના સાથી બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે દરેક જગ્યાએ તેમની સાથે રહ્યા અને પ્રોત્સાહન આપતા રહ્યા, પરંતુ સ્વાગત સમારોહમાં બજરંગ પુનિયાએ એક મોટી ભૂલ કરી નાંખી. જેના કારણે સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો. જોકે બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત વિનેશના કેટલાક સાથીઓ એરપોર્ટ લેવા પહોંચ્યા. તે દરમિયાન બજરંગ પુનિયાએ રોડ શો દરમિયાન એક મિસ્ટેક કરી નાંખી, જેના કારણે પ્રશંસકો તેમણે નિશાન બનાવી રહ્યા છે. શું છે સમગ્ર મામલો? વિનેશ ફોગાટના રોડ શોના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયો બજરંગ પુનિયાનો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ગાડી પર ઉભા થઈને મીડિયા અને ભીડને હટાવતા નજરે પડી રહ્યા હતા. આ દરમિયાન ગાડી પર ચોંટાડેલા ત્રિરંગા પર તેમનો પગ પડી રહ્યો હતો, જો કે, પુનિયાની નજર ત્યાં નહોતી. આ જોયા બાદ પ્રશંસકો પુનિયા પર ભડક્યા હતા. Hello @BajrangPunia तिरंगे का अपमान करना बंद करो। 😡 pic.twitter.com/UnO9rwXszP — Sadhvi Prachi 🇮🇳 (@Sadhvi_prachi) August 17, 2024 ત્રિરંગાનું અપમાન ના કરો...' યૂઝર્સ અલગ અલગ રીતે બજરંગ પુનિયાને ટ્રોલ કરતા નજરે પડી રહ્યા છે. એક યૂઝર્સે તો વીડિયો શેર કરીને લખ્યું, ત્રિરંગાનું અપમાન કરવાનું બંધ કરો. એક અન્ય યૂઝર્સે લખ્યું, બજરંગ પુનિયાને માફી માંગવી જોઈએ, જોકે કેટલાક લોકો તેમનો સપોર્ટ પણ કરતા નજરે પડી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યું કે બજરંગ પુનિયાથી આ ભૂલ જાણી જોઈને થઈ નથી. વિનેશ ફોગાટ થઈ ભાવુક એરપોર્ટ પર પોતાના સાથીઓને જોયા બાદ વિનેશ ફોગાટ સતત રડતી નજરે નજરે પડી હતી. રોડ શો દરમિયાન પણ તેમના આંસુ રોકાતા નહોતા. ઉલ્લેખનીય છે કે વિનેશ ગોલ્ડ મેડલથી માત્ર એક કદમ દૂર હતી ત્યારે તેમણે 100 ગ્રામ વધારે વજનના કારણે ફાઈનલમાંથી બહાર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમણે કુશ્તીમાંથી સંન્યાસ લીધો. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
વડોદરામાં પૂર આવ્યું! વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘૂસ્યા, અડધું શહેર પાણીમાં
August 27, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- August 26, 2024
-
- August 26, 2024
-
- August 26, 2024
Featured News
Latest From This Week
ગુજરાત પર મોટી આફત! આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે પૂર, મુખ્યમંત્રીને દિલ્હીથી આવ્યો ફોન
GUJARATI
- by Sarkai Info
- August 26, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.