GUJARATI

ક્યારે થશે અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સની વાપસી? જાણો શું છે NASA નો માસ્ટર પ્લાન

Astronauts Sunita Williams Updates: ભારતની દીકરી સુનીતા વિલિયમ્સ અંગે આખરે મોટા સમાચાર સામે આવ્યા... અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ જાહેરાત કરી કે ફેબ્રુઆરી 2025માં સુનીતા અને બુચ વિલ્મરને ધરતી પર લાવવામાં આવશે... ત્યારે નાસા કઈ રીતે બંને અવકાશયાત્રીને પૃથ્વી પર લાવશે?... નાસાનો ક્રૂ-9 પ્રોગ્રામ શું છે?... જોઈશું આ રિપોર્ટમાં... આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે... કેમ કે છેલ્લાં 3 મહિનાથી બંને અવકાશયાત્રી અવકાશમાં ફસાયેલી છે... સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મરની અવકાશયાત્રા માત્ર 8 દિવસની હતી... પરંતુ હવે તે સમયગાળો વધીને 8 મહિના જેટલો લાંબો થઈ જશે... 5 જૂન 2024ના રોજ બોઈંગ સ્ટારલાઈનરનું અવકાશયાન સુનીતા અને બૂચ વિલ્મરને લઈને રવાના થયું હતું... બંને અવકાશયાત્રીનું આ મિશન માત્ર 8થી 10 દિવસનું હતું... પરંતુ હિલિયમ લીકેજ અને થ્રસ્ટર્સમાં ખામીના કારણે અંતરિક્ષયાત્રીઓની પૃથ્વી પર વાપસીને ટાળી દેવામાં આવી... નાસા 4 વખત સુનીતાની ધરતી પર વાપસીની તારીખ બદલી ચૂક્યું હતું... પરંતુ હવે નાસાએ સત્તાવાર જાહેરાત કરી દીધી છે... ફેબ્રુઆરી 2025માં સુનીતા અને બૂચને નાસા પૃથ્વી પર લાવશે... ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે કઈ રીતે નાસા આ મિશનને પાર પાડશે... તો ગ્રાફિક્સની મદદથી તેને સમજવાનો પ્રયાસ કરીએ... સુનીતા વિલિયમ્સ સહી-સલામત રીતે પાછી ફરી તે માટે મહેસાણાના કડીના ઝુલાસણ ગામમાં હવન અને પ્રાર્થના કરવામાં આવી રહી છે... તેમના વતનના લોકો સુનીતા ઝડપથી પાછા ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે...નાસાની જાહેરાતથી ભારતના તમામ લોકોમાં પણ ખુશીની લહેર ફેલાઈ ગઈ છે... ત્યારે આશા રાખીએ કે નાસાનું ક્રૂ-9 મિશન સફળ રહે અને બંને અવકાશયાત્રીઓ પાછા ફરે... સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.