GUJARATI

નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? ક્યારે, કેમ અને કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ

Maternity Photoshoot with fake baby bumps: ચીનમાં એમ તો ઘણી વિચિત્ર વસ્તુઓ થાય છે પરંતુ આ વખતે જે ટ્રેન્ડ શરૂ થયો છે તે ખૂબ જ વિચિત્ર છે. અહીં અપરિણીત યુવતીઓ નકલી બેબી બમ્પ પહેરીને પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવી રહી છે. પ્રેગ્નન્સીના ખોટા ફોટા લેવાનો અને લગ્ન વિના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો આ ટ્રેન્ડ ઝડપથી વેગ પકડી રહ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર આ ટ્રેન્ડની ઘણી ચર્ચા થઈ રહી છે. જો કે, કેટલાક લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે. જ્યારે જૂની પેઢીના લોકો આ વિચિત્ર વલણથી આશ્ચર્યચકિત થયા છે. સિંગલ પેરેંટિંગની તૈયારી? સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર "પ્રી-સેટ ફોટોશૂટ ટ્રેન્ડ" નામનો આ ક્રેઝ યુવાવસ્થા દરમિયાન માતૃત્વની ક્ષણોને કેપ્ચર કરવાની અને તેની ઉજવણી કરવાની ઇચ્છાથી પ્રેરિત છે. તે સિંગલ મધરની છબીને પણ પ્રમોટ કરી રહ્યો છે. 20 વર્ષની યુવતીઓમાં વધુ ક્રેઝ નકલી બેબી બમ્પ પહેરીને પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવનારી મોટાભાગની યુવતીઓની ઉંમર 20થી 28 વર્ષની વચ્ચે છે. 26 વર્ષની એક ગ્રેજ્યુએટ યુવતીએ જણાવ્યું કે, તેણે 23 વર્ષની ઉંમરે તેનું મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું. તે સમયે તે સિંગલ હતી. આટલું જ નહીં અન્ય એક યુવતીએ એક ડગલું આગળ વધીને તેનું ફેક વેડિંગ ફોટોશૂટ અને મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે. જ્યારે હાલમાં તેનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ કેવી રીતે ચર્ચામાં આવ્યો આ ટ્રેન્ડ? જો કે, આ ટ્રેન્ડ છેલ્લા 2-3 વર્ષથી ચાલી રહ્યો હતો, પરંતુ તાજેતરમાં તે અચાનક ચર્ચામાં આવ્યો છે. જ્યારે ચીનની એક મોટી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મીજી ગેઝેએ તેણીના મેટરનિટી ફોટોશૂટ શેર કર્યા છે. ચીનના હુનાન પ્રાંતમાં રહેતા મીજી ગેજેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. મીજી ગેજેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે નકલી પ્રેગ્નન્સી પેટ પહેરીને ગર્વથી પોતાનું સ્લિમ ફિગર બતાવી રહી હતી. સાથે જ કહ્યું કે, હું હવે પાતળી છું અને મેં મેટરનિટી ફોટોશૂટ માટે નકલી બેબી બમ્પ પહેર્યો હતો. મેં તેને મારા બેસ્ટ ફ્રેન્ડ સાથે પણ શૂટ કર્યું હતું. આ સારું છે. ત્યારબાદ આ ટ્રેન્ડ ખૂબ જ ઝડપી વધ્યો છે. ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર નવી માતાઓ પર સુંદર દેખાવાનું દબાણ વધશે મીજી ગેજેનો આ નકલી બેબી બમ્પ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ અંગે લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આમાં ઘણા લોકોનું કહેવું છે કે, નાની ઉંમરે સ્લિમ અને સુંદર ફિગર સાથે નકલી બેબી બમ્પ પહેરીને ફોટોશૂટ કરાવવાનો આ ટ્રેન્ડ નવા યુગની વાસ્તવિક માતાઓ પર સુંદર દેખાવાનું દબાણ બનાવશે, જે યોગ્ય નથી. આ તેમને ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ તણાવ આપવા જેવું છે. જ્યારે આ સમયે તેમને સૌથી વધુ તણાવમુક્ત રહેવાની જરૂર છે. ચીનમાં ઘટી રહ્યો છે જન્મ દર ચીન હાલમાં દેશમાં ઘટી રહેલા જન્મ દર અને લગ્ન દરથી પરેશાન છે. તેઓ યુવાનોને ડેટ કરવા, લગ્ન કરવા અને બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવા વિવિધ યોજનાઓ રજૂ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સિંગલ ગર્લ્સ માટે આ રીતે ફેક મેટરનિટી ફોટોશૂટ કરાવવું વિચિત્ર છે પરંતુ તે ટ્રેન્ડમાં છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.