GUJARATI

ટ્રક એટેકના 24 કલાકની અંદર ન્યૂયોર્કમાં નાઈટ ક્લબમાં માસ શૂટિંગ, 11 લોકોને ગોળી વાગી

અમેરિકામાં એકવાર ફરીથી હુમલાની ઘટના ઘટી છે. ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં માસ શૂટિંગનો મામલો સામે આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 11 લોકોને ગોળી વાગ્યા હોવાના અહેવાલ છે. આ ઘટના ન્યૂયોર્કના ક્વીન્સ શહેરના અમાચૂરી નાઈટ ક્લબની છે. ન્યૂ ઓર્લિન્સમાં પૂરપાટ ઝટપે આવીને લોકોને કચડી નાખવાની ઘટનાને હજુ તો ગણતરીના કલાકો વિત્યા ત્યાં આ બીજી ઘટના ઘટી. અમેરિકામાં છેલ્લા કેટલાક કલાકોમાં ઉપરાઉપરી આવી ઘટનાઓ સામે આવી છે. ન્યૂ ઓર્લિન્સની ઘટના બાદ લાસ વેગસમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલની બહાર ટેસ્લાના સાઈબરટ્રકમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાઓના 24 કલાકમાં જ આ ત્રીજી ઘટના ઘટી છે. આ ઘટના બાદ ન્યૂયોર્ક પોલીસ વિભાગની અનેક ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. હજુ સુધી ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટે આ અંગે કોઈ જાણકારી શેર કરી નથી. આ નાઈટ ક્લબને શહેરના સૌથી હાઈ એનર્જી નાઈટ સ્પોટમાંથી એક ગણવામાં આવે છે. હજુ સુધી એ માહિતી સામે નથી આવી કે આ ફાયરિંગ કોણે કર્યું અને તેનો હેતુ શું હતો. આ ફાયરિંગ ઓરલિન્સમાં ટ્રક હુમલાની બરાબર પછી થયુ છે. ટ્રક હુમલામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. પિકઅપ ટ્રકના ચાલક શમ્સુદ્દીન જબ્બારે નવું વર્ષ ઉજવી રહેલા લોકો પર હુમલો કર્યો. જેમાં 15 લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા છે. અમેરિકી તપાસ એજન્સી એફબીઆઈના જણાવ્યાં મુજબ શમસુદ્ધીન જે ટ્રકને ચલાવી રહ્યો હતો તેમાંથી ઈસ્લામિક સ્ટેટનો ઝંડો મળી આવ્યો છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.